અમદાવાદમાં રોગચાળો : ઝાડાઉલટી અને કમળાના કેટલા કેસો આવી ગયાં જાણો

author img

By

Published : Jun 7, 2022, 8:10 PM IST

અમદાવાદમાં રોગચાળો : ઝાડાઉલટી અને કમળાના કેટલા કેસો આવી ગયાં જાણો

સમગ્ર રાજ્યમાં છેલ્લા 6 દિવસથી ગરમી વધારે જોવા મળી રહી છે.અમદાવાદમાં આ કારણે પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો (Epidemic in Ahmedabad) જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં ક્લોરીનની ગોળીનું વિતરણ (Distribution of chlorine tablets by AMC) કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં વાદળછાયું વાતાવરણ બાદ ફરી એકવાર શહેરમાં ગરમીનો પારો જોવા મળી રહ્યો છે.જેના કારણે અમદાવાદમાં રોગચાળો ફેલાયા (Epidemic in Ahmedabad)જેવો માહોલ છે.શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસમાં આ સપ્તાહે વધારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગરમીમાં રાહત જોવા મળી રહી છે. પરંતુ જૂન મહિનાની શરૂઆતમાં ફરી એકવાર રોગચાળા (Cases of water borne diseases in Ahmedabad) કેસમાં વધારો થયો છે.જૂન માસના પ્રથમ સપ્તાહમાં ઝાડાઉલ્ટીના 113 કેસ,કમળાના 32 કેસ સામે આવ્યા છે.

ખાસ કરીને કોટ વિસ્તારમાં ક્લોરીનની ગોળીનું વિતરણ શરુ કર્યું છે

આ પણ વાંચોઃ સાવધાન..! સુરતની મૂરત બિમારીઓથી રમણ ભમણ

ટાઈફોઈડમાં માત્ર 4 દિવસમાં જ 34 કેસ નોંધાયા - શહેરના અનેક વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદો સામે આવી હતી.જેના કારણે જૂન માસના પ્રથમ સપ્તાહના 4 દિવસમાં જ 34 કેસ (Epidemic in Ahmedabad)નોંધાયા છે.જેના કારણે કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં પાણીજન્ય રોગોના કેસ (Cases of water borne diseases in Ahmedabad)સાથે મચ્છરજન્ય રોગમાં પણ નોંધપાત્ર વધારો છે. જેમાં સાદા મેલેરિયા 16 કેસ,ઝેરી ડેન્ગ્યુના 4 કેસ,અને ચિકનગુનિયા 1 કેસ નવા નોંધાયા છે. આ સપ્તાહમાં 10,163 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં .જ્યારે ડેન્ગ્યુના કેસના કારણે 125 જેટલા સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ - રાજકોટમાં વકર્યો પાણીજન્ય રોગચાળો, 30 ટકા કેસ વધ્યા

ક્લોરીનની ગોળીનું સતત વિતરણ ચાલુ - પાણીજન્ય રોગ ઘટાડવા માટે વિવિધ સ્ટોલના પાણીના સેમ્પલ લેવામાં આવે છે.અમદાવાદમાં પાણીજન્ય રોગોના કેસ (Cases of water borne diseases in Ahmedabad) વધારાના (Epidemic in Ahmedabad) કારણે પીવાના પાણીમાં ક્લોરીન ગોળી નાખવા માટે ચાલુ માસમાં કુલ 3700 જેટલી ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.જેમાં ચાલુ વર્ષેમાં કુલ 88820 જેટલી ક્લોરીન ગોળીનું વિતરણ (Distribution of chlorine tablets by AMC) કરવામાં આવ્યું છે. સાથે સાથે ખાણી પીણાંની રેસ્ટોરન્ટ તેમજ લારી પરના પાણીનું ટેસ્ટિંગ પણ સતત કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.