ETV Bharat / city

કોરોના વેક્સીન લેનારા લોકો માટે પ્રવાસન ઉદ્યોગ શરૂ કરવાની માગ

author img

By

Published : May 13, 2021, 7:39 AM IST

વૈશ્વિક મહામારી કોરોનામાં અનેક રોજગાર ધંધા બંધ થયા છે. અનેક ઉદ્યોગોમાં કામ કરનારા નાના શ્રમિકોએ પોતાની રોજગારી ગુમાવી છે. કોરોના મહામારીમાં પ્રવાસન ઉદ્યોગ પણ ઠપ્પ થયો છે. પ્રવાસન ઉદ્યોગ સાથે હોટેલ અને ટ્રાન્સપોર્ટનો ઉદ્યોગ પણ બંધ હાલતમાં છે. જેથી પ્રવાસન ઉદ્યોગ ફરીથી શરૂ કરવા માટે સંચાલકો દ્વારા માગણીઓ કરવામાં આવી રહી છે.

કોરોના વેક્સીન લેનારા લોકો માટે પ્રવાસન ઉદ્યોગ શરૂ કરવાની માગ
કોરોના વેક્સીન લેનારા લોકો માટે પ્રવાસન ઉદ્યોગ શરૂ કરવાની માગ

  • વેક્સીનના બંને ડોઝ લેનારા લોકોને માટે પ્રવાસનની મંજૂરી આપવા માગ
  • મોટી સંખ્યામાં લોકોની રોજગારી છીનવાઇ, શરૂ થતા રાહત મળશે
  • હોટલ અને ટ્રાન્સપોર્ટ સંચાલકો પણ પ્રવાસન ઉદ્યોગ શરૂ કરવા કરી માગ

અમદાવાદઃ કોરોનાની મહામારીમાં અનેક રોજગાર ધંધાઓ પર અસર થઇ છે. કોરોનાની પહેલી લહેરની સાથે જ સરકાર દ્વારા પ્રવાસન ઉદ્યોગ પણ બંધ કરવાના આદેશ અપાયા છે. જેમાં પ્રસાસન સ્થળો, મંદિરો, કલબ સહિતના જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા છે. આવી જ રીતે કોરોનાની બીજી લહેરમાં પણ મોટી અસર પ્રવાસન સ્થળો પર જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ પોરબંદર: અન્ય રાજ્યમાંથી આવતા પ્રવાસીઓમાં ઘટાડો, પ્રવાસન ઉદ્યોગમાં મંદી

કોરોના રસીની બંન્ને ડોઝ લેનારાને પ્રવાસનની મંજૂરી

પ્રવાસન ઉદ્યોગ સાથે હાલ ટુર ઓપરેટરો, હોટેલ, ટેક્સી સંચાલકો અને ટ્રાન્સપોર્ટ સંકળાયેલા છે. ત્યારે હાલ ટુર ઓપરેટરો દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે, કોરોનાની વેક્સીનના બંને ડોઝ લેનારા લોકોને પ્રવાસનની મંજૂરી આપવામાં આવે. જેમની સાથે સાથે ટુર ઓપરેટરો, હોટેલ, ટેક્સી સંચાલકો, ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા લોકોને ઝડપથી વેક્સીન આપવામાં આવે તો ઉદ્યોગ પણ ઝડપથી શરૂ થઇ શકે છે.

કંપની પાસે જ ધંધો ન હોવાથી કર્મચારીઓને છૂટા કરવાની ફરજ

"પ્રવાસન ઉદ્યોગ બંધ હોવાથી હાલમાં ટેક્સી સંચાલકોએ વાહનો વેચવાનો વારો આવ્યો છે. હાલમાં ઉપયોગ કરતા વાહનોમાં ખર્ચો વધારે આવી રહ્યો છે. વર્ષોથી કંપની સાથે કામ કરતા કર્મચારીઓને છુટા કરવા પડી રહ્યા છે. કર્મચારીઓને બેરોજગારીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કંપની પાસે જ ધંધો ન હોવાથી કર્મચારીઓ માટે કઇ પણ કરી શકતા નથી."_ કિરણ મોદી, ટેક્સી સંચાલક

આ પણ વાંચોઃ કોરોના સંકટ પછી કેરળના પ્રવાસનને બેઠું કરવાના પ્રયત્નો

હોટેલ સંચાલકોની ઝલ્દીથી વેક્સીનેસનની માગ

"ટુર ઓપરેટરો, હોટેલ, ટેક્સી સંચાલકો, ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા અગ્રણીઓ માની રહ્યા છે કે, ટુરિઝમ સાથે મોટી સંખ્યામાં લોકો જોયાયેલા છે. મોટી સંખ્યામાં લોકો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જો વેક્સીન ઝડપથી આપવામાં આવશે, તો હોટેલો પણ ઝડપથી શરૂ થશે તો પ્રવાસીઓ પણ આવશે. જેનાથી કોરોના સંક્રમણ ઓછુ ફેલાય સરકાર નિયમો બનાવે, તેમનું પાલન કરવા તૈયાર છીએ, પરંતુ ઉદ્યોગો શરૂ કરવાની ખુબ જ જરૂર છે."_ હોટેલ સંચાલક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.