ETV Bharat / city

સાયબર આશ્વસ્ત હેઠળ સાયબર ક્રાઈમે 1 વર્ષમાં 10 કરોડ કરતા વધુ રકમ રિકવર કરી

author img

By

Published : Dec 24, 2020, 10:54 PM IST

છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઈમ વધી રહ્યો છે, જેમાં ગુજરાતીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ છે. ત્યારે સાયબર ક્રાઈમના ગુનાઓ સામે રક્ષણ માટે સાયબર આશ્વસ્ત પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત 10 કરોડ કરતા વધુ રકમ રિકવર કરવામાં આવી છે.

સાયબર આશ્વસ્ત હેઠળ સાયબર ક્રાઈમે 1 વર્ષમાં 10 કરોડ કરતા વધુ રકમ રિકવર કરી
સાયબર આશ્વસ્ત હેઠળ સાયબર ક્રાઈમે 1 વર્ષમાં 10 કરોડ કરતા વધુ રકમ રિકવર કરી

  • સાયબર આશ્વસ્ત પ્રોજેકટને 1 વર્ષ થશે પૂર્ણ
  • 1 વર્ષમાં 10 કરોડ કરતા વધુ રકમ રિકવર કરાઈ
  • શુ છે સાયબર આશ્વસત પ્રોજેકટ?

અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા 11 જાન્યુઆરી, 2020ના રોજ સાયબર આશ્વસ્ત પ્રોજેકટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે બાદ આ પ્રોજકટ શરૂ થયો હતો જે સાયબર ક્રાઈમના તાબા હેઠળ કામ કરે છે. આ પ્રોજેકટમાં લોકો સાથે સાયબર ક્રાઈમ દ્વારા છેતરપિંડી દ્વારા ગયેલ નાણા પરત અપાવવામાં આવી રહ્યા છે.

સાયબર આશ્વસ્ત હેઠળ થયેલી કામગીરી

  • 75,000 બેન્ક એકાઉન્ટ કર્યા ફ્રીઝ
  • 5000 લોકોને નાણા પરત અપાવ્યા
  • 10.05 કરોડ રિકવર કરવામાં આવ્યા

સાયબર આશ્વસ્ત પ્રોજેકટ હેઠળ કેટલી રકમ રિકવર થઈ?

11 જાન્યુઆરીથી પ્રોજેકટ શરૂ થયા બાદ 1 વર્ષ કરતા પણ ઓછા સમયગાળા દરમિયાન ભોગ બનેલા વ્યક્તિ પાસેથી વિગત મેળવીને 75,000 ઠગ વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. 5000 લોકો સાથે થયેલ છેતરપિંડીની રકમ પરત અપાવી અને કુલ 10.05 કરોડ રૂપિયા જેના ખાતામાંથી ગયા તેની રકમ રિકવર કરવામાં આવી.

સાયબર આશ્વસ્ત હેઠળ સાયબર ક્રાઈમે 1 વર્ષમાં 10 કરોડ કરતા વધુ રકમ રિકવર કરી

કેવી રીતે ઉપયોગી છે સાયબર આશ્વસ્ત?

  • સાયબર આશ્વસ્ત દ્વારા ગયેલ નાણા પરત મળી શકે
  • છેતરપિંડી થયા બાદ તરત જ 100 નંબર પર કરવો કોલ
  • રૂબરૂ સાયબર ક્રાઈમ કે પોલીસ સ્ટેશન જવું જરૂરી નહિ
  • 24*7 સેવા રહે છે ચાલુ

કેવી રીતે મળી શકે સાયબર આશ્વસ્ત દ્વારા મદદ?

સાયબર આશ્વસ્ત દ્વારા લોકોને મદદ મળી શકે તે માટે છેતરપિંડી થયાની જાણ થાય બાદ ઝડપથી 100 નંબર પર કોલ કરવો જે સીધો સાયબર આશ્વસ્તની હેલ્પ લાઈન સાથે કનેક્ટ કરાવે છે. બાદમાં ઘરે બેઠા તમામ માહિતી આપીને વોલેટ કે બેન્ક એકાઉન્ટમાંથી ગયેલ રકમ પરત આવી શકે છે.

કેટલા લોકો સાથે કેવી રીતે કામ થાય છે આશ્વસ્ત પ્રોજેકટમાં?

સાયબર આશ્વસ્ત પ્રોજેકટમાં 47 કર્મીઓ કામ કરી રહ્યા છે. આ પ્રોજકેટમાં 3 શિફ્ટમાં કર્મીઓ કામ કરે છે, એટલે કે 24 કલાક આ પ્રોજકેટમાં લોકો કામ કરી રહ્યા છે. ભોગ બનનાર પાસેથી વિગત મેળવી ઠગના બેન્ક અને વોલેટ એકાઉન્ટ તાત્કાલિક ફ્રીઝ કરવામાં આવે છે અને બાદમાં ગયેલ રકમ પરત લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

લોકો લાલચ કે અન્ય રીતે ભોગ બનીને છેતરાય

લોકોમાં પણ જાગૃતિ અવવી જરૂરી છે, જ્યારે લોકો લાલચ કે અન્ય રીતે ભોગ બનીને છેતરાય છે. ત્યારે તાત્કાલિક 100 નંબર પર ફોન કરીને મદદ માંગવી જેથી તાત્કાલિક મદદ મળી શકે અને શક્ય હોય તો ગયેલ રકમ પરત પણ આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.