ETV Bharat / city

અમદાવાદની માત્ર અસારવા સિવિલ હોસ્પિટલમાં કોવિડના 2,366 દર્દીઓ દાખલ

author img

By

Published : Apr 29, 2021, 12:28 PM IST

ahemdabad
અમદાવાદની માત્ર અસારવા સિવિલ હોસ્પિટલમાં કોવિડના 2,366 દર્દીઓ દાખલ

દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે. દિવસે દિવસે કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. મોતના આંકડા હનુમાન ગતિએ આગળ વધી રહ્યા છે. અમદાવાદની માત્ર અસારવા સિવિલ હોસ્પિટલમાં 2366 દર્દીઓ કોવિડમાં સારવાર લઈ રહ્યા છે.

  • રાજ્યમાં કોરોનાનો હાહાકાર
  • રાજ્યમાં બુધવારે છેલ્લા 24 કલાકમાં 14,120 કેસો નોધાયા
  • હોસ્પિટલોમાં બેડ ફુલ

અમદાવાદ: રાજયમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે છેલ્લા 24 કલાકમાં 14,120 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 8595 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે, જો કે, 24 કલાકમાં 174 લોકોના મોત થયા છે. રાજ્યમાં 1,35,256 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 6830 લોકોના મૃત્યું થયા છે. મંગળવાર કરતા ગુરુવારે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 421 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં કુલ 310 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં મૂકાયા


2,366 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ

હોસ્પિટલ

સારવાર લઈ રહેલા

દર્દીઓની સંખ્યા

1200 બેડ હોસ્પિટલ1104
આઈ.કે.ડી.આર.સી182
મંજૂશ્રી કોવિડ હોસ્પિટલ455
જી.સી.આર.આઇ.હોસ્પિટલ193
યુ.એન.મહેતા હોસ્પિટલ432
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.