ETV Bharat / city

Gujarat Assembly Election 2022 કૉંગ્રેસના 2 નેતાઓને લાગ્યો કેસરિયો રંગ...

author img

By

Published : Jun 2, 2022, 8:48 AM IST

કૉંગ્રેસના 2 નેતાઓને લાગ્યો કેસરિયો રંગ...
કૉંગ્રેસના 2 નેતાઓને લાગ્યો કેસરિયો રંગ...

કૉંગ્રેસના 2 પૂર્વ નેતા આજે વિધિવત્ રીતે ભાજપમાં જોડાશે. એટલે કૉંગ્રેસને ફરી એક વાર મોટો ઝટકો લાગશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા હવે પક્ષપલટાની સિઝન ચાલુ થઈ ગઈ છે. ત્યારે કૉંગ્રેસના વધુ 2 નેતાઓ આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.

અમદાવાદ: ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કૉંગ્રેસના 2 પૂર્વ નેતા ભાજપમાં પ્રવેશ કરશે. અહીં કૉંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ (Hardik Patel to join BJP) તેમ જ વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં મણિનગર બેઠક પરથી કૉંગ્રેસનાં ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટ (Shweta Brahmbhatt will join BJP) ભાજપમાં જોડાશે. આ સાથે જ વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા કૉંગ્રેસને મોટો ફટકો પડશે.

શ્વેતા બ્રહ્મભટ્ટ કોંગ્રેસનો યુવા ચહેરો હતાં - 2017માં મણિનગર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસે તેમને ટિકિટ આપી હતી. જોકે તેમનો મોટા માર્જિનથી ભાજપના ઉમેદવાર સામે પરાજય થયો હતો. શ્વેતા બ્રહ્મભટ્ટે લંડનની યુનિવર્સિટીમાં અભ્યાસ(Study at the University of London) કરેલો છે. તેમજ બેંગ્લોર IIMમાંથી(Indian Institute of Management Bangalore) અભ્યાસ કરેલો છે. ભાજપમાં જોડાતા અગાઉ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત યાત્રા દરમિયાન તેમની સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ આવતીકાલે સવારે 11 કલાકે ભાજપમાં જોડાશે.

આ પણ વાંચો: 2જી જૂને હાર્દિક પટેલ ભાજપમાં ભળશે, તો બીજી તરફ કોંગ્રેસ શક્તિ પ્રદર્શન કરશે

હાર્દિક પટેલે ભાજપ સરકારના અને નરેન્દ્ર મોદીના વખાણ કર્યા - વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલનનો (Patidar reserve movement) ચહેરો બનેલા હાર્દિક પટેલે (Young faces of Congress) આંદોલન થકી ગુજરાતમાં સત્તા પરિવર્તન કરી નાખ્યું હતું. રાજકારણમાં નહીં જોડાવાની નેમ સાથે આંદોલન કરતા હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષનો હોદ્દો(Designation of Acting Chairman) આપ્યો હતો. પરંતુ હાર્દિકે થોડા સમય અગાઉ જ કોંગ્રેસમાંથી રાજીનામું (Resignation from Congress) આપી દીધું હતું. રાજીનામું આપતા પહેલા તેમણે ભાજપ સરકારના અને નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. રાજીનામામાં પણ ભાજપ સરકારની અને તેના નિર્ણયની પ્રશંસા કરવામાં આવી હતી. ત્યારથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે, હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે.

આ પણ વાંચો: હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટરો લાગ્યાં, લોકોને કેમ લાગી નવાઇ?

હાર્દિક પટેલ પર ઉઠશે સવાલ - હાર્દિકે સૌપ્રથમ તો રાજકારણમાં ન જવાની વાત કરી હતી. પરંતુ તે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસની નીતિ (Congress Party Policy) તેમને પસંદ આવી નહોતી. જે પક્ષની સરકાર સામે આંદોલન કર્યા, સરકાર તોડી નાખી, જે પક્ષને અત્યાર સુધી ગાળો ભાંડી. હવે તે જ પક્ષમાં જોડાવવાની વાતથી હાર્દિકના સમર્થકોમાં રોષ છે. તો ભાજપમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. આવતીકાલે હાર્દિક પોતાના સમર્થકો સાથે 11 ભાજપમાં વિધિવત રીતે જોડાશે. તેને અનેક સવાલોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.