ETV Bharat / city

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન

author img

By

Published : Apr 3, 2022, 1:52 PM IST

Updated : Apr 3, 2022, 2:14 PM IST

CM અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન બીજા દિવસે અમદાવાદમા શાહીબાગ ખાતે આવેલા સુપ્રસિધ્ધ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત (Cm Kejriwal Gujarat VIsits) કરી હતી.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન

અમદાવાદ : આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને અમદાવાદમા શાહીબાગ ખાતે આવેલા સુપ્રસિધ્ધ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત (Cm Kejriwal Gujarat VIsits) કરી હતી. ઉલ્લેખનીય છે કે, આજે આ બન્ને નાતઓનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સ્વામિનારાયણ મંદિરમાં કર્યા દર્શન

આ પણ વાંચો : પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટીનું મિશન ગુજરાત

ભગવાન સ્વામિનારાયણના કર્યા દર્શન : અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિર (kejriwal Visits Swaminarayan Temple) ખાતે બન્ને મહાનુભાવોના આગમનને લઇને ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મંદિરના સ્વયંસેવકોએ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું સ્વાગત કર્યું હતું. આ બાદ બન્ને નેતાઓએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા. આ સાથે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની મુલાકાત કરી હતી.

  • દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી સંયોજક શ્રી @ArvindKejriwal અને પંજાબ મુખ્યમંત્રી શ્રી @BhagwantMann જીએ અમદાવાદ શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર એ મુલાકાત લઈ ભગવાન શ્રી સ્વામિનારાયણ ના આશીર્વાદ મેળવ્યા. pic.twitter.com/XCWPzUOhGf

    — AAP Gujarat । Mission2022 (@AAPGujarat) April 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો : દિલ્હી - પંજાબના CM એ આ રીતે ચરખો ચલાવ્યો, જૂઓ વીડિયો..

સ્વામિનારાયણ સંપ્રદાયલ દ્વારા સ્વાગત: આખા વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાય ફેલાયેલો છે. તેના મૂળ ગુજરાતમાં પડેલા છે. પાટીદાર સમાજ સૌથી વધુ સ્વામિનારાયણ સંપ્રદાયને અનુસરે છે. ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની આ મંદિરની મુલાકાત સૂચક હતી.

Last Updated : Apr 3, 2022, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.