ETV Bharat / city

Rain in Gujarat : વરસાદથી STની આટલી ટ્રીપ કેન્સલ !

author img

By

Published : Jul 13, 2022, 11:50 AM IST

Rain in Gujarat : વરસાદથી STની આટલી ટ્રીપ કેન્સલ !
Rain in Gujarat : વરસાદથી STની આટલી ટ્રીપ કેન્સલ !

રાજ્યમાં ધોધમાર વરસાદના કારણે કેટલાક (Rain in Gujarat) વિસ્તારોમાં STનું ટાઈમ ટેબલ ખોરવાયું છે. વરસાદને પગલે કેટલાક પંથકમાં STની ટ્રીપ પર ભારે અસર જોવા મળી રહી છે. તો બીજી તરફ નુકસાનીનો (ST Route Rain in Gujarat) પણ સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ : રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના (Rain in Gujarat) કારણે જનજીવન ખોરવાયું છે, ત્યારે તેની અસર STમાં પડી રહી છે. રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે. તેને કારણે રાજ્યના 33 જિલ્લાઓમાં STની ટ્રીપ પર અસર પડી છે. તો બીજી તરફ STની આવકમાં ઘટાડો થતાં ભારે નુકસાન પણ સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો : Karjan Rescue operation : ખાટલાની પાલખી બનાવી લોકોને પાણીમાંથી કાઢ્યા બહાર

આટલી ટ્રીપ કેન્સલ અને આટલા રૂપિયાનું નુકશાન - રાજ્યમાં અમદાવાદ, વલસાડ, રાજકોટ, સુરત , કચ્છ વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદથી STની 229 ટ્રીપ અને 73 રુટ રદ્દ કરવામાં આવ્યા છે. STની વર્તમાનમાં કુલ 14,610 રૂટ અને 41,063 ટ્રીપ ચાલી રહી છે. રદ્દ થયેલ (ST Route Rain in Gujarat) ટ્રીપથી ST નિગમને 03,16,383 રૂપિયાનું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : વરસાદે ક્યાંક લીધો વિરામ તો ક્યાંક હજી પણ અનરાધાર

કયા રૂટને વધુ અસર - વરસાદને કારણે પ્રભાવિત થયેલા રૂટમાં (ST Route Rain in Gujarat) વડોદરાના 10 રૂટ બંધ થયા છે અને 24 ટ્રીપ પ્રભાવિત થઈ છે. ભુજના 07 રૂટ બંધ થયા છે અને 56 ટ્રીપ કેન્સલ થઈ છે. સુરતના 23 રૂટ પ્રભાવિત (ST bus trip due to rain) થયા છે અને 50 ટ્રીપ કેન્સલ થઈ છે. વલસાડના 12 રૂટ પ્રભાવિત થયા છે અને 36 ટ્રીપ કેન્સલ થઈ છે. તાપીના 08 રૂટ પ્રભાવિત થયા છે અને 30 ટ્રીપ કેન્સલ થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.