ETV Bharat / city

અમદાવાદે દેશના 4575 શહેરને પાછળ મૂકી સતત ચોથા વર્ષે મેળવ્યો સૌથી સ્વચ્છ મેગા સિટીનો એવોર્ડ

author img

By

Published : Oct 5, 2022, 3:44 PM IST

અમદાવાદે દેશના 4575 શહેરને પાછળ મૂકી સતત ચોથા વર્ષે મેળવ્યો સૌથી સ્વચ્છ મેગા સિટીનો એવોર્ડ
અમદાવાદે દેશના 4575 શહેરને પાછળ મૂકી સતત ચોથા વર્ષે મેળવ્યો સૌથી સ્વચ્છ મેગા સિટીનો એવોર્ડ

અમદાવાદ માટે આનંદના સમાચાર છે. 40,00,000થી વધુ વસ્તી ધરાવતા શહેરમાં દેશનું સૌથી સ્વચ્છ શહેર અમદાવાદ પ્રથમ (clean mega city Ahmedabad award) નંબરે આવ્યું છે. શહેરને સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ (ahmedabad is the cleanest city) મળ્યો છે.

અમદાવાદ દેશનું પ્રથમ હેરિટેજ સિટીનું નામ આવે એટલે મોઢા પર એક જ શહેરનું નામ આવે તે છે અમદાવાદ. અમદાવાદ શહેરે અનેક સિદ્ધિઓ મેળવી છે. ત્યારે હવે શહેરની સિદ્ધિમાં વધુ એક મોરપીંછ ઉંમેરાયું છે. કારણ કે, ભારત સરકારે અમદાવાદને સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ એનાયત કર્યો છે.

વિવિધ કામગીરીને નિહાળ્યા બાદ નક્કી થાય

વિવિધ કામગીરીને નિહાળ્યા બાદ નક્કી થાય ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (Ministry of Housing and Urban Affairs) દ્વારા શહેરોની સ્વચ્છતા અન કચરાના વ્યવસ્થાપનની કામગીરી, સેગ્રિગેશન, કચરાનો ડોર ટૂ ડોર કલેક્શન, ટ્રાન્સપોર્ટેશન અને ભીના કચરાનું પ્રોસેસીંગ, સૂકા કચરાનું રિસાયકલિંગ, માટી પૂરણી અને ડેબ્રિજના રિસાયકલિંગ ગાર્બેઝ ફ્રી સ્ટાર રેટિંગ, બાયોમાઈનિંગ, રિસાયકલિંગ વિગેરે જેવા મુદ્દાઓનો સમાવેશ કરી યોજવામાં આવેલા સ્વચ્છ સર્વેક્ષણ 2022માં (swachh survekshan 2022) અમદાવાદ શહેરના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ (Department of Solid Waste Management) દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.

થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન થયું અમદાવાદ શહેરનું ભારત સરકાર દ્વારા થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી 4575 શહેરોમાં શહેરોમાં અમદાવાદ શહેરે સતત ચોથા વર્ષે દેશનું સૌથી સ્વચ્છ મેગા સિટીનો એવોર્ડ (clean mega city Ahmedabad award) મેળવ્યો છે.

રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં એવોર્ડ સમારંભ અમદાવાદને સ્વચ્છ શહેરનો એવોર્ડ (ahmedabad is the cleanest city) 1 ઓક્ટોબરે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં (talkatora stadium delhi) ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂની ઉપસ્થિતિમાં કેન્દ્રિય પ્રધાન હરદીપસિંહ પુરીના (harshdeep singh puri) હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી મેયર કિરીટ પરમાર (Ahmedabad Mayor Kirit Parmar), કમિશનર લોચન શહેરા અને સોલડ વેસ્ટ મેનેજમેન્ટના (Department of Solid Waste Management) ડાયરેક્ટર હર્ષદરાય સોલંકી તથા તેમની ટીમે એવોર્ડ સ્વીકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેસ આ સર્વેક્ષણોમાં અમદાવાદ શહેર વર્ષ 2016 અને 2017માં 14 ક્રમ હતો અને વર્ષ 2018માં 12મો ક્રમાંક મેળવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.