Children Vaccination 2022: અમદાવાદ મહાનગરપાલિકા 3 લાખ બાળકોનું રસીકરણ કરશે

author img

By

Published : Dec 29, 2021, 7:35 PM IST

Children Vaccination 2022: અમદાવાદ મહાનગરપાલિકા 3 લાખ બાળકોનું રસીકરણ કરશે
Children Vaccination 2022: અમદાવાદ મહાનગરપાલિકા 3 લાખ બાળકોનું રસીકરણ કરશે ()

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 15થી 18 વર્ષના સગીર વયના બાળકોને કોરોના રસી આપવા માટેની જાહેરાત કરી છે. તેવામાં ગુજરાત સરકાર(Gujarat Health Department)દ્વારા મહારસીકરણ અભિયાન શરુ કરવામાં આવી રહ્યું છે, જેમાં 15થી 18 વર્ષની ઉંમરના બાળકોનું રસીકરણ(Vaccination of children in Gujarat) કરવામાં આવશે. 3 જાન્યુઆરી. 2022થી બાળકો માટે રસીકરણને લઈને ગુજરાતના મહાનગરો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકા પણ બાળકોને રસી આપવા માટેની તૈયારી કરી રહી છે. શહેરના 3 લાખ બાળકોને રસી આપવાનો (Vaccination of children in Gujarat 2022) અંદાજ છે.

અમદાવાદ: કેન્દ્ર સરકારની જાહેરાત બાદ અમદાવાદ મહાનગરપાલિકા (Municipal Corporation Ahmedabad) પણ બાળકોને રસી આપવા માટેની તૈયારી કરી રહી છે. શહેરના 3 લાખ બાળકોને રસી આપવાનો (Vaccination of children in Gujarat 2022) અંદાજ છે. મનપાના મેડિકલ ઓફિસર ભાવિન સોલંકી ETV ભારતને જણાવ્યું હતું કે, હાલ રાજ્ય સરકાર (Gujarat Health Department) તરફથી મળેલા માર્ગદર્શન મુજબ આગામી 3જી જાન્યુઆરીથી બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકા 3 લાખ બાળકોનું રસીકરણ કરશે

ઓમીક્રોનના કારણે બુસ્ટર ડોઝ આપવામાં આવશે

બાળકોએ કોરોનાની રસી લેવા માટેની પદ્ધતિ એકદમ સરળ રાખવામાં આવી છે. શરૂઆતમાં 15થી 18 વર્ષની વયના બાળકો માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે, જેમાં ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. અહીં ઉલ્લેખનીય છે કે, ગત શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની રસીને લઈને બે મોટી જાહેરાત કરી હતી જેમાં પહેલી જાહેરાતમાં 15 થી 18 વર્ષના બાળકોને પણ રસી આપવામાં આવશે સાથે બીજી જાહેરાત કરી હતી કે ઓમીક્રોનના વધતા સંકટના કારણે બુસ્ટર ડોઝ (Booster dose due to Omicron) આપવામાં આવશે.

શું કહે છે અમદાવાદ મનપાના મેડિકલ હેલ્થ ઓફિસર?

અમદાવાદ મહાનગરપાલિકાના મેડિકલ હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જે મુજબ નિર્દેશ કરશે તે મુજબ અમદાવાદ મહાનગરપાલિકા તેનું પાલન કરશે. અમદાવાદના અંદાજિત 3 લાખ જેટલા બાળકોનું રસીકરણ કરવામાં આવશે. હાલ ચોક્કસથી બાળકોને રસીની જરૂરિયાત છે. તેથી ત્રીજી જાન્યુઆરીથી બાળકોનું રસીકરણ શરૂ (Vaccination of children) કરવામાં આવશે.

આ પણ વાંચો:

Corona Case In Rajkot : રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનું 24 કલાકમાં કોન્ટેક્ટસ ટ્રેસિંગ થઈ જશે: મનપા કમિશનર

રિ-સર્વેની મુદ્દત વધું એક વર્ષ સુધી લંબાવવામાં આવી: મહેસુલ પ્રધાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.