ETV Bharat / city

13 એપ્રિલથી શક્તિ ઉપાસનાના પર્વ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ

author img

By

Published : Apr 12, 2021, 6:22 PM IST

Updated : Apr 12, 2021, 7:23 PM IST

13 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિનો આરંભ થઈ રહ્યો છે. આવતી કાલે મંગળવારની સાથે અશ્વિની નક્ષત્રનો પણ સંયોગ છે. આ નવરાત્રિએ આદ્યશક્તિનાં નવ રૂપોની આરાધના કરીએ અને કોરોના સંક્રમણ ભારતમાં અને સમગ્ર વિશ્વમાંથી દૂર થાય તેવી પ્રાર્થના કરીએ. ભક્તિ કરવા માટે ચૈત્રી નવરાત્રિને ઉતમ માનવામાં આવે છે.

કોરોનાના નાશ માટે થશે શક્તિ ઉપાસના
કોરોનાના નાશ માટે થશે શક્તિ ઉપાસના

  • 13 એપ્રિલે વિક્રમ સંવત 2077ની ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ
  • અશ્વિની નક્ષત્રનો સુખદ સંયોગ
  • કોરોનાના નાશ માટે થશે શક્તિ ઉપાસના

અમદાવાદ: વિક્રમ સંવત-2077ની ચૈત્રી નવરાત્રિનો 13 એપ્રિલથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. આવતી કાલે મંગળવાર છે અને સાથે-સાથે અશ્વિની નક્ષત્રનો સંયોગ થવા જઈ રહ્યો છે. ભારત સહિત ગુજરાતમાં વર્ષ દરમિયાન આવતી બે નવરાત્રિ એટલે કે આસો માસની નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિનું ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. તેમાં પણ ચૈત્રી નવરાત્રિ ભક્તિ કરવા માટે શ્રેષ્ઠ મનાય છે.

13 એપ્રિલે વિક્રમ સંવત 2077ની ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ

આ પણ વાંચો: પાટણમા બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજન કરાયું

કોરોનાને દૂર કરવા આદ્યશક્તિને રિઝવવા થશે પ્રાર્થના

આ ચૈત્રી નવરાત્રિએ કોરોના સંક્રમણ ભારતમાં અને સમગ્ર વિશ્વમાંથી દૂર થાય તેવી પ્રાર્થના કરવામાં આવશે. આદ્યશક્તિનાં નવ રૂપો પૈકી 13 એપ્રિલે પ્રથમ રૂપ શૈલપુત્રીની પૂજા-અર્ચના કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન માતાજીના બીજ મંત્રનો જાપ કરાશે, આનંદના ગરબાનું પઠન થશે, એકટાણું કરાશે, બાળાઓને જમાડવાનું અને પૂજનનું પણ મહત્વ છે. આ સમયગાળામાં લોકો પોતાના ઘરમાં હોમ હવનનું આયોજન તેમજ ચંડીપાઠ પણ કરતા હોય છે.

માતાજીનું સ્થાપન મુહૂર્ત

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે 13 એપ્રિલે સવારે 09:30થી 12:30 સુધીનો સમયગાળો માતાજીના છબી, કળશ અને શ્રીફળ સ્થાપન માટે યોગ્ય સમયગાળો છે. નવરાત્રિના અંતિમ દિવસે રામનવમી પણ આવે છે. આ સમયગાળા દરમિયાન ઓખાહરણ અને ચંડીપાઠના વાંચનનું પણ મહત્વ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં દુર્ગાપૂજાની તૈયારી પૂર્ણ, આજ રાત્રીથી થશે પ્રારંભ

કોરોના કાળમાં ભક્તિથી લોકોનો આત્મવિશ્વાસ વધશે

કોરોના કાળમાં જ્યારે લોકો ભયભીત છે ત્યારે લોકોમાં શક્તિની ભક્તિથી આત્મવિશ્વાસ વધશે અને ભય દૂર થશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા, તે પહેલાથી જ ચૈત્રી નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખે છે.

Last Updated : Apr 12, 2021, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.