ETV Bharat / city

Chaitra Navratri starts : બીજી એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ, જાણો કેવી રીતે થશે ઘટ સ્થાપન

author img

By

Published : Apr 1, 2022, 5:03 PM IST

ભારતીય શાસ્ત્રો જ નહીં સંસ્કૃતિમાં પણ ચૈત્ર સુદ એકમનું ખૂબ જ મહત્ત્વ ગાવામાં આવ્યું છે. અહીં આવતીકાલથી શરુ (Chaitra Navratri starts ) થતી ચૈત્ર સુદ એકમથી નવરાત્રિને લઇને (Chitra Navratri 2022)વાંચો વિશેષ માહિતી.

Chaitra Navratri starts : બીજી એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ, જાણો આવી રીતે થશે ઘટ સ્થાપન
Chaitra Navratri starts : બીજી એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ, જાણો આવી રીતે થશે ઘટ સ્થાપન

અમદાવાદ- હિંદુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. નવરાત્રિ વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે. બે ગુપ્ત નવરાત્રિ અને એક એક ચૈત્ર અને એક શારદીય નવરાત્રિ. આવતીકાલથી ચૈત્ર માસની શરૂઆત (Chaitra Navratri starts ) થશે અને ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદાથી નવરાત્રિ પણ શરૂ થશે. આ વખતે બીજી એપ્રિલથી નવરાત્રિ શરૂ (Chitra Navratri 2022)થઈ રહી છે. જે 11 એપ્રિલ સોમવાર સુધી ચાલશે. આ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે.

જ્યોતિષાચાર્ય હેમિલ લાઠીયાએ આપી મહત્ત્વની જાણકારી

ચૈત્રી નવરાત્રિ કેટલા કલાકે શરુ થશે - ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ પ્રમાણે 11:53 કલાકે પહેલી એપ્રિલે શરૂ (Chaitra Navratri starts ) થશે અને બીજી એપ્રિલે શનિવારે 11:58 કલાકે સમાપ્ત થશે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપના (how to do Ghat Sthapna)કરવામાં આવે છે અને ત્યારબાદ નવ દિવસ સુધી તેની પૂજા કરવામાં આવે છે. તે ઘટ સ્થાપન 2જી એપ્રિલ 2020 શનિવારે સવારે 6 : 10 થી 8: 31 સુધી કરવામાં આવશે.

આ નવરાત્રિએ માતા નવદુર્ગાનું વાહન છે અશ્વ- ત્યારે એવી ધાર્મિક માન્યતા છે કે દર વર્ષે નવરાત્રિના દિવસોમાં માતા કોઈને કોઈ વાહન ઉપર સવાર થઈને ધરતી ઉપર આવે છે અને પરત ફરતી વખતે માતાનું વાહન અલગ હોય છે. નવરાત્રિમાં માતા ઘોડા ઉપર સવાર થઈને આવશે, જેને ભાગ્યશાળી માનવામાં આવે છે. ત્યારે બીજીતરફ રવિવારે કે સોમવારથી નવરાત્રિ શરુ થાય તો માતા હાથી ઉપર સવાર થઈને આવે છે.

આ પણ વાંચોઃ નવરાત્રિ વિશેષ: શું કરવું અને શું ન કરવું

ઘટની સ્થાપના -ઘટ કે કળશની સ્થાપના - (how to do Ghat Sthapna) ઇશાન ખૂણામાં કરવી શ્રેષ્ઠ ( Chitra Sud Pratipada Significance ) માનવામાં આવે છે. માટીનું વાસણ લઈને તેમાં થોડી માટી નાખો. હવે તેના ઉપર સાત અનાજ પાથરી દો. એક બાજુ માટી પાથરીને સાથે જ અનાજના ત્રણ ભાગ બનાવો. તેના ઉપર એક નાની માટલી મૂકો. ત્યારે માટલીમાં પાણી સોપારી અને ઔષધિ મૂકો. સાથે સાથે જ ગણેશજીની સ્થાપના પણ કરી લો. ગણેશજીની સ્થાપના હંમેશા કળશની ડાબી બાજુ કરવી જોઈએ. કળશમાં પાણી ભરીને તેમાં સોપારી અત્તર નાખીને તેના ઉપર એક શ્રીફળ મૂકો. દેવીઓનું સ્મરણ કરતાં શ્રીફળ ઉપર નારાછડી બાંધો. હવે આ શ્રીફળને લાલ કપડામાં લપેટીને માટીની ઉપર રાખવું. અખંડ દીપક પહેલાં પ્રગટાવવાનો છે તેના માટે ઘીનો દીવો પ્રગટાવો તેના પછી દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.

નવરાત્રિના ભજન ભક્તિ ખૂબ જ પ્રભાવશાળી ગણાય છે
નવરાત્રિના ભજન ભક્તિ ખૂબ જ પ્રભાવશાળી ગણાય છે

શ્રીમદ દેવી ભાગવતમાં મહિમા-નવરાત્રિ હિન્દુ ધર્મમાં ખૂબ જ પ્રાચીન અને ધાર્મિક પર્વ ( Chitra Sud Pratipada Significance )છે. યુગોથી ચાલી આવતી શ્રદ્ધા આજે પણ યથાવત છે. નવરાત્રિ વ્રતનો ઉલ્લેખ શ્રીમદ દેવી ભાગવતમાં પણ જોવા મળે છે. તેમાં જાણવા મળે છે કે ભગવાન શ્રીરામે સીતાજીની પુનઃપ્રાપ્તિ માટે શત્રુ પર વિજય મેળવવા અનુષ્ઠાન કરેલ તેમજ મહર્ષિ વ્યાસે નવરાત્રિ વ્રતના વિધાનની વાત મહારાજા જન્મેજયને પણ વર્ણવેલી.ચાર યુગ સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ છે અને નવરાત્રિ પણ વર્ષમાં ચાર વાર આવે છે.

આ પણ વાંચોઃ ચૈત્રી નવરાત્રીમાં 51 શક્તિપીઠમાં પૂજાનું છે અનોખું મહત્વ

શાસ્ત્રના જાણકાર શું કહે છે - જ્યોતિષાચાર્ય હેમિલ લાઠીયાએ જણાવ્યું હતું કે નવરાત્રિના ભજન ભક્તિ ખૂબ જ પ્રભાવશાળી ( Chitra Sud Pratipada Significance )ગણાય છે. માતાજીના વિશેષ દિન તરીકેનો મહિમા પણ ખૂબ જ છે. આ દિવસો દરમિયાન કુટુંબના દેવી એટલે કૂળદેવીને પોતાના રિવાજ મુજબ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. જેથી માતાજી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. કૂળની વૃદ્ધિ અને રક્ષા કરે છે. પોતાની આરાધ્ય દેવીની વિશેષ પૂજા ભક્તિ કરી પ્રસાદ અર્પણ કરે અને તેમની કૃપા મેળવી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.