ETV Bharat / city

CBFCએ પ્રતિક ગાંધીની ફિલ્મ ભવાઈને શો-કોઝ નોટિસ જારી કરી, વાંચો શા માટે

author img

By

Published : Sep 25, 2021, 12:33 PM IST

CBFCએ પ્રતિક ગાંધીની ફિલ્મ ભવાઈને શો-કોઝ નોટિસ જારી કરી, વાંચો શા માટે
CBFCએ પ્રતિક ગાંધીની ફિલ્મ ભવાઈને શો-કોઝ નોટિસ જારી કરી, વાંચો શા માટે

ભવાઈ ફિલ્મના નિર્માતાઓને ફિલ્મના પહેલાના નામ રાવણ લીલા માટે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો કારણે કે ફિલ્મના આ નામને કારણે ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી હતી. હાલમાં ફિલ્મના નામ બદલા પાછળ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) એ હવે તેમની પાસેથી પ્રમાણપત્રના નિયમોનું ઉલ્લંઘન કરવા અને ફિલ્મની સામગ્રી સાથે છેડછાડ કરવા માટે ખુલાસો માંગ્યો છે.

  • પ્રતિક ગાંધીની આવનારી ફિલ્મ વિવાદમાં
  • નામને કારણે ફિલ્મ ફસાઈ વિવાદમાં
  • CBFCએ નિર્માતાઓને આપી નોટીસ

મુંબઈ : સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)એ શુક્રવારે કહ્યું હતું કે," પ્રતિક ગાંધી અભિનીત ફિલ્મ ભવાઈના નિર્માતાઓને કાર્ય કારીણી નોટીસ આપવામાં આવે છે કારણે કે તેમને પ્રમાણપત્રોના નિયમો અને ફિલ્મના કોન્ટેન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે. ગુજરાતના લોકનાટ્ય ભવાઈ પર આ મ્યુઝીકલ ડ્રામા બનાવવામાં આવ્યું છે, જેનું પહેલા નામ રાવણ લીલા હતું. આ ફિલ્મના નિર્દેશક હાર્દિક ગજ્જર અને પેન સ્ટુડીયો દ્વારા ફાઈનાન્સ પૂરુ પાડવામાં આવ્યું છે.

CBFCએ નિર્માતાઓ પાસે માંગ્યા ખુલાસા

CBFCના અનુસાર નિર્માતાઓએ ટ્રેલરમાં ફિલ્મનું નામ બદલ્યું છે અને ફિલ્મના કેટલાક ભાગોમાં પણ બદલાવ કર્યો છે.CFBCએ ભવાઈના નિર્માતાઓ પાસે નિયમો સાથે ચેડા કરવા બદલ ખુલાસો માંગ્યો છે. CBFCના ચીફ પ્રસુન જોશી જણાવે છે કે, " CBFC હંમેશા ગાઈડલાઈન અને પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સરળ રાખે છે". તે આગળ જણાવે છે કે, CBFCના નિયમો સાથે ચેડાએ સ્વીકાર્ય નથી કારણે કે તેનાથી નિયમો અને સિસ્ટમ ખોરવાય છે અને તે એવુ પણ બતાવે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી બેજવાબદાર રીતે કામ કરે છે.

આ પણ વાંચો : ફ્લોરાની બીજી ઈચ્છા પણ પૂર્ણ કરવામાં આવી

ટ્રેલર બાદ કરવામાં આવ્યા બદલાવ

ગયા અઠવાડિયે ભવાઈ ફિલ્મના ટ્રેલર રીલીઝ થયા બાદ ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મમા બે બદલાવ કર્યા હતા. તેમણે ફિલ્મનું નામ બદલ્યું હતુ અને પાત્ર રામ અને રાવણની સીક્વન્સ બદલી હતી. CBFC એ કહ્યું કે વિકૃત ટ્રેલર સિનેમેટોગ્રાફ સર્ટિફિકેશન નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

આ પણ વાંચો : UNGAમાં પાકિસ્તાને કાશ્મીરનો રાગ આલાપ્યો, ભારતે કહ્યું - PoK પણ અમારૂ જ છે

1 ઓક્ટબરે ફિલ્મ થવાની છે રીલીઝ

તેણે કહ્યું કે તેણે શો-કોઝ નોટિસ જારી કરીને નિર્માતાઓ પાસેથી ખુલાસો માંગ્યો છે અને તેમનો જવાબ હાલમાં વિચારણા હેઠળ છે. પેન સ્ટુડિયો ટિપ્પણી માટે હાજર નથી. ભવાઈ પણ અન્દ્રીતા રે, રાજેન્દ્ર ગુપ્તા, રાજેશ શર્મા અને અભિમન્યુ સિંહ અભિનિત ફિલ્મ 1 ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થવાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.