ETV Bharat / city

કોરોનામાં કેસની સંખ્યા વધતા ફેમિલી કોર્ટમાં રૂટિન મોર્નિંગ અને ઇવનિંગ કોર્ટ પણ શરૂ કરાઈ

author img

By

Published : Aug 13, 2021, 6:33 PM IST

કોરોનાના કપરા કાળ વચ્ચે ફેમિલી કોર્ટ 14 મહિના સુધી બંધ રહી ત્યારે બીજી તરફ આ જ સમયમાં કોરોનાને કારણે ઘરમાં આર્થિક અને માનસિક તકરાર વધતા મામલાઓ ફેમિલી કોર્ટ સુધી પહોંચ્યાં. એવામાં વધતા બેકલોગ સામે ફેમિલી કોર્ટે રૂટિન કોર્ટ 11 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો રાખવાની સાથે સવારે અને સાંજે અલગથી બે શિફ્ટમાં કામ કરવાનું શરૂ કર્યું છે.

કોરોનામાં કેસની સંખ્યા વધતા ફેમિલી કોર્ટમાં રૂટિન મોર્નિંગ અને ઇવનિંગ કોર્ટ પણ શરૂ કરાઈ
કોરોનામાં કેસની સંખ્યા વધતા ફેમિલી કોર્ટમાં રૂટિન મોર્નિંગ અને ઇવનિંગ કોર્ટ પણ શરૂ કરાઈ

  • કોરોનામાં ફેમિલી કોર્ટમાં કેસનો બેકલોગ વધ્યો
  • ફેમિલી કોર્ટે કેસનો બેકલોગ ઘટાડવા બે શિફ્ટમાં કામ શરૂ કર્યું
  • કોરોનાએ પરિવારમાં પાડ્યો ભંગ


    બાઈટ- આઈ. એમ. ખોખર, એડવોકેટ

    અમદાવાદઃ નામદાર ગુજરાત હાઈકોર્ટના સર્ક્યુલર બાદ તમામ નીચલી અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે. તમામ કોર્ટ હવે સામાન્ય રીતે કાર્યરત પણ થઇ છે. પરંતુ કોરોનાના કારણે આર્થિક અને માનસિક તણાવને કારણે ફેમિલી કોર્ટમાં સામાન્ય વર્ષો કરતા વધુ કેેસો કોરોનાકાળમાં નોંધાયા છે. છેલ્લાં આઠ મહિનાની વાત કરીએ તો ફેમિલી કોર્ટમાં ફુલ 1719 ક્રિમિનલ કેસ જ્યારે 1,663 સિવિલ કેસ નોંધાયા છે. આ સાથે બાળકની કસ્ટડી, જૂના કેસમાં કોઇ સુધારો જેમાં કુલ 87 cmaના કેસ નોંધાયા છે.


    શું કહે છે ફેમિલી કોર્ટ બાર કાઉન્સિલના પ્રેસિડેન્ટ?

    ફેમિલી કોર્ટ બાર કાઉન્સિલના પ્રેસિડેન્ટ આઈ એમ ખોખરે ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ કોર્ટ મુખ્ય રીતે કોરોનામાં પેન્ડિગ રહેલા કેસનો ઝડપથી ઉકેલ લાવવા ઉપર વધુ ધ્યાન આપી રહી છે. કોર્ટના રૂટિન વર્કિંગ અવરની સાથે નામદાર કોર્ટે મોર્નિંગ અને ઇવનિંગ કોર્ટ પણ શરૂ કરી છે. આ સમય દરમિયાન જો કોઈ વ્યક્તિએ કેસ નોંધાવવો હોય તો તે નોંધાવી શકે છે. મોર્નિંગ શિફ્ટ સવારે 8 થી 10 વાગે સુધી જ્યારે ઇવનિંગ શિફ્ટ સાંજે 6 થી 8 વાગે સુધી કાર્યરત રહે છે.

આ પણ વાંચોઃ કોરોનાને કારણે ફેમિલી કોર્ટમાં સેક્સ્યુઅલ એબ્યુઝ, ઘરેલુ હિંસાનું પ્રમાણ વધ્યુંઃ એડવોકેટ સોનલ જોશી

આ પણ વાંચોઃ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના દાવાઓમાં ઉત્તરોત્તર વધારો, આદર્શ સમાજમાટે ચિંતાનો વિષય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.