ETV Bharat / city

અમદાવાદ ગ્રામ્યમાં નશાના રેકેટનો પર્દાફાશ, 51 કિલો ગાંજા સાથે આરોપીની કરી ધરપકડ

author img

By

Published : Sep 16, 2022, 10:12 PM IST

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નસીલા પદાર્થનું વેચાણ (Ahmedabad rural areas drugs Sale ) કરતા આરોપીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે (Ahmedabad Rural Police) માંડલ જિલ્લાના કરસનપુરા ગામમાંથી આરોપી પાસેથી 51 કિલો ગાંજો (Cannabis seized in Ahmedabad Rural Area) જપ્ત કર્યો છે.

અમદાવાદ ગ્રામ્યમાં નશાના રેકેટનો પર્દાફાશ, 51 કિલો ગાંજા સાથે આરોપીની કરી ધરપકડ
અમદાવાદ ગ્રામ્યમાં નશાના રેકેટનો પર્દાફાશ, 51 કિલો ગાંજા સાથે આરોપીની કરી ધરપકડ

અમદાવાદ રાજ્યમાં નશીલા પદાર્થનું વેચાણ અને સેવન વધ્યું છે. તેમાં હવે ગ્રામ્ય વિસ્તાર પણ બાકાત નથી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે (Ahmedabad Rural Police) માંડલ જિલ્લાના કરસનપુરા ગામમાંથી (Mandal District Karsanpura Village) લક્ષ્મણ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસે તેના ખેતરમાંથી 51 કિલો ગાંજો માંડલ પોલીસે જપ્ત (Cannabis was seized In Ahmedabad Rural Area) કર્યો છે. આરોપી માંડલ સુરેન્દ્રનગર અને તેની આસપાસના વિસ્તારમાં ગાંજાનું વેચાણ (Ahmedabad rural areas drugs Sale) કરતો હતો.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં નસીલા પદાર્થનું વેચાણ કરતા આરોપીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે

ઓડિશાના તેના એક મિત્રને મળતા લાગી લત આરોપી લક્ષ્મણ બે વર્ષ પહેલા સુરતમાં ઓડિશાના તેના એક મિત્રને મળ્યો હતો. ત્યારથી તેને નસાની લત લાગી હતી. પોતે ખેત મજુર હોવાથી વધારે પૈસા કમાવા માટે તેને ગાંજાનું નશો કરવાની સાથે વેચાણ પણ શરૂ કર્યું હતું. આરોપી ઓડિશાથી ગાંજો (Cannabis Order from Odisha) મંગાવતો હતો.

જેલમાં છૂટ્યા બાદ ફરીથી શરૂ કર્યો ધંધો 1 વર્ષ પહેલા 21 કિલો ગાંજા સાથે લક્ષ્મણની સરખેજ પોલીસે પણ ધરપકડ કરી હતી પણ જેલમાં છૂટ્યા બાદ ફરીથી તેને આ ધંધો શરૂ કર્યો હતો. જોકે ઓડીશાથી ગાંજો અમદાવાદ જિલ્લામાં કઈ રીતે પહોંચ્યો અને આ આરોપી સાથે અન્ય કોણ સંડોવાયેલ છે. તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.