ETV Bharat / city

Boris Johnson Gujarat Visit : બ્રિટન PM ગુજરાતના પ્રવાસ પર 150 ટકા ઇનપુટ ડ્યૂટી ઘટાડવાની શક્યતા

author img

By

Published : Apr 21, 2022, 8:04 AM IST

Boris Johnson Gujarat Visit : બ્રિટન PM ગુજરાતના પ્રવાસ પર 150 ટકા ઇનપુટ ડ્યૂટી ઘટાડવાની શક્યતા
Boris Johnson Gujarat Visit : બ્રિટન PM ગુજરાતના પ્રવાસ પર 150 ટકા ઇનપુટ ડ્યૂટી ઘટાડવાની શક્યતા

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસન (Boris Johnson Gujarat Visit) આજે (21 એપ્રિલ) ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આ ગુજરાતના પ્રવાસમાં વેપાર મુદ્દે (Meeting with Businessman Boris Johnson) મોટા કરાર થાય તેવી સંભાવના છે.

અમદાવાદ : બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસન એક (Boris Johnson Gujarat Visit) દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે બંને દેશો વચ્ચે કેવી રીતે વેપાર વધારે સુદ્રઢ બને તેના વિશે ચર્ચા થઈ શકે છે. ત્યારે અમદાવાદ food and FSSAIના ચેરમેને ETV BHARATને આ પ્રવાસે મુદ્દે ખાસ વાતચીત કરી હતી.

બ્રિટન PM ગુજરાતના પ્રવાસ પર 150 ટકા ઇનપુટ ડ્યૂટી ઘટાડવાની શક્યતા

આ પણ વાંચો : Boris Johnson Gujarat Visit: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લેશે

યુકે અને ભારત વચ્ચે 760 અબજ ડોલરનો વેપાર - FOOD અને FSSAI કમિટીના ચેરમેન હિરેન ગાંધીએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, યુકે સાથે ભારતનો 760 અબજ ડોલરનો વેપાર થાય છે. અને એ એક દિવસ માટે ગુજરતના મહેમાન બની રહ્યા છે. તો વેપાર ક્ષેત્રે નવા કરાર થાય તેવી સંભાવના ખૂબ જ રહેલી છે.

આ પણ વાંચો : Boris Johnson Gujarat Visit: ગુજરાતના પ્રવાસે આવશે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન, જાણો કેવો રહેશે તેમનો કાર્યક્રમ

ઇનપુટ ડ્યુટી ઘટાડવામાં આવે તેવી શકયતા - વધુમાં જણાવ્યું જણાવ્યું કે, ભારત અને યુકે બહુ જૂનો સંબંધ છે. આ બંને દેશો વચ્ચે વેપાર વધુ કેવી રીતે સુદ્રઢ બને તેના વિશે ચર્ચા થઈ શકે છે.ભારતમાં હાલના સમયમાં 150 ટકા ઇનપુટ ડ્યૂટી લગાવવામાં આવી રહી છે. તો વેપારી આશા છે આ મુલાકાતમાં ઇનપુટ (British PM Gujarat Visit) ડ્યુટી ઘટાડવામાં આવે તેવી શક્યતા છે.

બોરિસ જ્હોનસનના કાર્યક્રમ- આ ઉપરાંત મળતી માહિતી મુજબ, બ્રિટનના વડાપ્રધાન 21 એપ્રિલના સવારે 8 કલાકની આસપાસ અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સીધા દેશના દિગ્ગજ બિઝનેસ ટાયકૂન અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Boris Johnson Meet Gautam Adani In Ahmedabad) સાથે મુલાકાત કરીને બપોરનું ભોજન અદાણી શાંતિગ્રામ ખાતે કરશે. બપોરે 2 કલાકની આસપાસ ગિફ્ટ સિટી ખાતે છે અને સાંજે 4 કલાકની આસપાસ બ્રિટનના વડાપ્રધાન ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર (Akshardham Temple Gandhinagar)ની પણ મુલાકાત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.