ETV Bharat / city

STD 10 Result : ધોરણ 10ના પરિણામને લઈને અમદાવાદનો જૂઓ અંદાજ

author img

By

Published : Jun 6, 2022, 2:59 PM IST

STD 10 Result : ધોરણ 10ના પરિણામને લઈને અમદાવાદનો જૂઓ અંદાજ
STD 10 Result : ધોરણ 10ના પરિણામને લઈને અમદાવાદનો જૂઓ અંદાજ

સમગ્ર રાજ્યમાં ધોરણ 10ના પરિણામને લઈને ક્યાંક ખુશી તો (Board Exam STD 10 Result Declared) ક્યાંક દુઃખી જેવો માહોલ જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ ધોરણ 10ના (STD 10 Result) પરિણામને લઈને લોકો ગરબા રમાતા જોવા મળી રહ્યા. જૂઓ અમદાવાદના વિદ્યાર્થીઓએ ધોરણ 10માં (Ahmedabad STD 10 Result) કેવું, કેટલું પરિણામ મેળવ્યું છે.

અમદાવાદ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું (Board Exam STD 10 Result Declared) પરિણામ જાહેર થયું છે, ત્યારે આ વખતે છોકરાઓ કરતા છોકરીઓએ 11.4 ટકા વધુ પરિણામ મેળવ્યું છે. તો બીજી તરફ સૌથી વધુ સાયન્સ પણ 28 હજાર વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે, જ્યારે અંગ્રેજી પ્રથમ ભાષામાં 94.62 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત આ વખતે ગણિતનું પેપર અઘરું હોવાથી વિદ્યાર્થીઓને માર્ક્સમાં પણ ભારે માર પડ્યો છે.

ધોરણ 10ના પરિણામને લઈને અમદાવાદનો જૂઓ અંદાજ

આ પણ વાંચો : ધોરણ 10નું પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓને છોડ્યા પાછળ

પરિણામને લઈને ખુશીનો માહોલ - રાજ્યમાં અમદાવાદની કેટલીક (Ahmedabad STD 10 Result) શાળાઓમાં એ વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે જોવા મળી છે, ત્યારે અમદાવાદની ખાનગી સ્કૂલમાં 50 જેટલા વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. ત્યારે આ સ્કૂલમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવીને ગરબાના તાલે ઝૂમીને ખુશી મનાવી હતી. સારુ પરિણામ મેળવનાર ધ્રુવી જણાવ્યું હતું કે, મહેનત પ્રમાણે પરિણામ મળ્યું છે, ત્યારે રોજ 7 કલાક વાંચન કરતો હતો. આ ઉપરાંત હું શરૂઆતથી જ મહેનત કરતો હતો.

આ પણ વાંચો : ધોરણ 10ના પરિણામમાં સુરતી લાલાઓએ માર્યું મેદાન

આગળના વર્ષ કરતા આ વર્ષે સારુ પરિણામ - જ્યારે ફલક નામની વિદ્યાર્થીનીએ (STD 10 Result) જણાવ્યું કે, મારા પરિણામ પાછળ મારા માતા પિતાની ખૂબ જ મહેનત છે, ત્યારે મારે IIT બોમ્બેમાં એડમિશન લેવું છે. તેમજ કોઈપણ વિદ્યાર્થીએ પરિણામ ખરાબ આવવાથી હતાશ ન થવું જોઈએ હજુ ઘણી પરીક્ષાઓ બાકી છે તમે મહેનત કરો તો પરિણામ મળે છેે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 2020-21 ની તુલનામાં આ વર્ષે એક ટકા પરિણામ વધારો થયો છે. આ વર્ષે વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે બીજી તરફ કોરોના કાળમાં પરીક્ષા લેવાઈ હોવાથી વિદ્યાર્થીઓમાં એક ભયનો માહોલ હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.