ETV Bharat / city

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપનો ડંકો

author img

By

Published : Mar 2, 2021, 9:27 PM IST

અમદાવાદ
અમદાવાદ

મહાનગરપાલિકાઓની ચૂંટણી બાદ તાલુકા પંચાયત નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની અભૂતપૂર્વ જીત થઈ છે જેને લઇને અમદાવાદ જિલ્લા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

  • જિલ્લા પંચાયત નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ડંકો
  • ભારતીય જનતા પાર્ટીની અભૂતપૂર્વ જીત
  • કોંગ્રેસ આ વખતે 29 જિલ્લા પંચાયતમાં એક ખાતું ખોલાવી શક્યાં નથી

અમદાવાદઃ ગત રવિવારના રોજ જિલ્લા પંચાયત નગરપાલિકા અને તાલુકા પંચાયતની મતદાન યોજાયું હતું અને આજે તેની મતગણતરી કરવામાં આવી છે. જેમાં તમામ જિલ્લા પંચાયતો ખાતે ભારતીય જનતા પાર્ટીની જીત થઇ છે અને કોંગ્રેસ આ વખતે 29 જિલ્લા પંચાયતમાં એક ખાતું ખોલાવી શક્યાં નથી. જેને લઇને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ અભૂતપૂર્વ લીડથી જીત થઈ છે.

અમદાવાદ
ભાજપને પૂરેપૂરો ફાયદો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકાના પરિણામ બાદ જિલ્લા અને તાલુકા પંચાયત સાથે જ નગરપાલિકાની ચૂંટણી યોજવાનો ચૂંટણીપંચના નિર્ણયથી ભાજપને પૂરેપૂરો ફાયદો થયો હોય તેવું માની શકાય છે. કારણ કે, મહાનગર પાલિકામાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીની ધૂમ વચ્ચે વધી જતા ભારતીય જનતા પાર્ટી એલર્ટ થઈ ગઈ હતી અને નવી વ્યૂહરચના બનાવી હતી. ગુજરાતના સત્તા કારણમાં કોંગ્રેસને જડમૂળમાંથી સાફ કરી દેવામાં આવી છે.

ઉત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો

ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ સિદ્ધિ બદલ ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા જિલ્લા કાર્યાલય પર જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડયા સહિતના નેતાઓની આગેવાની ઉત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.