Gujarat Assembly Election 2022: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ચૂંટણી પહેલા રાજ્યના તમામ જિલ્લાનો કરશે પ્રવાસ

author img

By

Published : Jan 3, 2022, 2:22 PM IST

BJP state president CR Patil

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીઓની (Gujarat Assembly Election 2022) પ્રદેશ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ (One Day One District Programme) અંતર્ગત રાજ્યના તામામ જિલ્લાઓમાં પ્રચાર પસાર અર્થે રૂપરેખા ઘડવામાં આવશે.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીઓની (Gujarat Assembly Election 2022) પ્રદેશ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની 'વન ડે વન ડિસ્ટ્રીકટ' કાર્યક્રમની (One Day One District Programme) રૂપરેખા ઘડાઈ રહી છે, જેના માધ્યમથી ભાજપ સગઠનનાં બુથના કાર્યકરથી માંડીને જિલ્લાની મુલાકાત કરીને ચૂંટણીની રણનીતિ ઘડાશે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ચૂંટણી પહેલા રાજ્યના તમામ જિલ્લાનો કરશે પ્રવાસ

2022માં 182 સીટોનું લક્ષ્યાંક

જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ અવનવા કાર્યક્રમો થકી કાર્યકરો વચ્ચે જવા માટેના કાર્યક્રમ થઈ રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા 2022ની ચૂંટણીમાં 182માંથી 182 બેઠકો મેળવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને રાજ્યના 33 જિલ્લામાં અને 8 મહાનગરપાલિકામા 'વન ડે વન ડિસ્ટ્રિક્ટ' કાર્યક્રમની (One Day One District Programme) રૂપરેખા ઘડાઈ રહી છે.

શું છે 'વન ડે વન ડિસ્ટ્રિક્ટ' કાર્યક્રમ ?

આ કાર્યક્રમ અંતર્ગત ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એક દિવસ કોઈ એક જિલ્લામાં સવારથી સાંજ સુધી એમ 24 કલાક તે જિલ્લાના કાર્યકરો (C R patil will tour all the districts) વચ્ચે વિતાવશે, જેમાં સી.આર.પાટીલ પ્રત્યેક જિલ્લાના બુથ કેન્દ્રો, શક્તિ કેન્દ્રો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હારેલા પ્રતિનિધિઓ પાસેથી બુથના મેનેજમેન્ટ અને પેજ કમિટીની રૂપરેખા અંગે ચિતાર મેળવીને ખામી અને ત્રુટીઓ અગે કાર્યકરોને માહિતાગર કરશે. સ્થાનિક સંગઠન સાથેની મુલાકાત બાદ ચૂંટણી જીતવા કેવા પ્રકારની રણનીતિ કરવી તે અંગે મંથન કરાશે.

ભાજપ અન્ય પાર્ટીઓ કરતા માઈક્રો પ્લાનિંગમાં આગળ

માઈક્રોપ્લાનિંગમાં આયોજનમાં માહેર ગણાતું ભાજપ 2022ની ચૂંટણી પહેલા સમગ્ર વિધાનસભાની બેઠકો ચિતાર મેળવા માટે આગળ વધી રહ્યું છે, જે બૂથમાં ભાજપના મત ઓછા હોય તેને વધારવા કવાયત હાથ ધરાશે.

આ પણ વાંચો: Children Vaccination Junagadh: આજથી રાષ્ટ્રવ્યાપી કોરોના વેક્સિનેશન ડ્રાઇવનો થયો પ્રારંભ

આ પણ વાંચો: CM patel at health training program: ચૂંટણીઓ નજીક આવતા અમારી ભૂલો બતાવાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.