ETV Bharat / city

Bhiksha nahi Shiksha Project Ahmedabad: ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને પણ હવે સિગ્નલ સ્કૂલમાં મળશે શિક્ષણ, જૂઓ

author img

By

Published : Mar 7, 2022, 9:25 AM IST

Updated : Mar 7, 2022, 10:22 AM IST

અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ કરતા અને ઘરવિહોણા બાળકો માટે 'ભિક્ષા નહીં શિક્ષા' પ્રોજેક્ટ (Bhiksha nahi Shiksha Project Ahmedabad) શરૂ કરવામાં આવ્યો છે. એટલે હવે ભિક્ષાવૃત્તિ કરતા બાળકો પણ શિક્ષણ (Educating begging children) મેળવશે. રવિવારથી આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી.

Bhiksha nahi Shiksha Project Ahmedabad: ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને પણ હવે સિગ્નલ સ્કૂલમાં મળશે શિક્ષણ, જુઓ
Bhiksha nahi Shiksha Project Ahmedabad: ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને પણ હવે સિગ્નલ સ્કૂલમાં મળશે શિક્ષણ, જુઓ

અમદાવાદઃ શહેરના રસ્તાઓ પર ભિક્ષાવૃત્તિ કરતા અને ઘરવિહોણા બાળકો માટે ‘ભિક્ષા નહીં શિક્ષા’ પ્રોજેક્ટની રવિવારે શરૂઆત (Bhiksha nahi Shiksha Project Ahmedabad) આવી છે. રાજ્ય સરકાર, અમદાવાદ મ્યૂનિસિપલ સ્કૂલ બોર્ડ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ સિગ્નલ સ્કૂલો (Signal School started in Ahmedabad) ચલાવવામાં આવશે. ત્યારે સિગ્નલ સ્કૂલ બસમાં વાઈફાઈ, LED ટિવી, CCTV કેમેરા સહિતની સુવિધા આપવામાં આવી છે. અહીં ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતાં બાળકોને ભણાવવામાં આવશે.

બાળકોને ગમ્મત સાથે શિક્ષણ મળશે

AMCએ 35 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે

અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા બજેટમાંથી 35 કરોડ રૂપિયા ફાળવી અને 10 સિગ્નલ સ્કૂલ બસો શરૂ કરવામાં (Signal School started in Ahmedabad) આવશે. તેમાં કુલ 139 બાળકોને સ્કૂલના ક્લાસરૂમમાં જ બેસીને અદ્યતન સુવિધાઓ (Advanced facility at Signal School) સાથે અભ્યાસ કરાવવામાં આવશે. રોડ પર ભિક્ષા માગતા બાળકોને ભણાવવા માટે તૈયાર કરવામાં આવી છે. ત્યારે એક નિશ્ચિત સ્થળે બસ ઊભી રાખીને બાળકોને ભણાવાશે.

AMCએ 35 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે
AMCએ 35 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે

આ પણ વાંચો- Smart School Of Mehsana : સરકારી શિક્ષકની જાતમહેનત અને ધગશે ગામની શાળાને બનાવી સ્માર્ટ સ્કૂલ, પુત્રીએ પણ ગૌરવ વધાર્યું

બાળકોને ગમ્મત સાથે શિક્ષણ મળશે

આ ઉપરાંત શહેરના અલગ અલગ ચાર રસ્તા પરના સિગ્નલ પરથી સવારે બાળકોને સિગ્નલ સ્કૂલ મારફતે શિક્ષણ (Signal School started in Ahmedabad) આપવા માટે બસમાં બેસાડવામાં આવશે. એક નક્કી કરેલી જગ્યા પર બસ ઊભી રાખી તેમને અભ્યાસ કરવામાં આવશે. સવારે 10થી 1 વાગ્યા સુધી એમ 4 કલાક શિક્ષણ આપવામાં આવશે. આ સિગ્નલ સ્કૂલ બસમાં (Signal School started in Ahmedabad) તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે. ત્યારે હાલમાં 10 જેટલા ચાર રસ્તા નક્કી કરવામાં આવ્યા છે ત્યાં આ બસ ઊભી રહેશે.

આ પણ વાંચો- Primary School Reopen in Ahmedabad : બે વર્ષ બાદ સ્કૂલો બાળકોના અવાજથી ગુંજી ઉઠી

ખાનગી સ્કૂલને ટક્કર આપે તેવી વ્યવસ્થા

આ સિગ્નલ બસની (Signal School started in Ahmedabad) અંદર બ્લેકબોર્ડ, શિક્ષક માટે ટેબલ અને ખુરશી, LCD ટિવી, વાઈફાઈ, CCTV, પીવાનું પાણી, પડદા, મિની પંખા, મનોરંજનના સાધનો, બારાખડી અને 1થી 10 આંકડાના ગુજરાતી ભાષાના પોસ્ટરો સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. સવારે નાસ્તો અને બપોરે મધ્યાહન ભોજન પણ આપવામાં આવશે. ખાનગી સ્કૂલના ક્લાસરૂમમાં (Signal School started in Ahmedabad) બેસીને અભ્યાસ કરતા હોય તેવો ક્લાસરૂમ બસમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ સિગ્નલ સ્કૂલ ચલાવવા માટે સ્કૂલ બોર્ડ દ્વારા વિશેષ શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી છે.

શહેરમાં 139 બાળકોને આ સિગ્નલ બસમાં ભણાવાશે

અમદાવાદ મ્યૂનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા શાળાએ નહીં જતા અને રસ્તા ઉપર ભિક્ષાવૃત્તિ કરતા તથા ઘરવિહોણા બાળકોને શિક્ષણ આપવા માટે સિગ્નલ શાળાઓ (Signal School started in Ahmedabad) શરૂ કરવા માટે 35 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. સ્કૂલ બોર્ડ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવા બાળકોનો સરવે કરવામાં આવ્યો હતો. સરવેમાં વિવિધ સિગ્નલ પર 139 ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને સિગ્નલ સ્કૂલ દ્વારા શિક્ષણ આપવા નક્કી કરવામાં આવ્યું હતું.

સિગ્નલ સ્કૂલો માટે AMTSની જૂની બસોને મોડિફાઈડ કરાશે

સિગ્નલ સ્કૂલો માટે (Signal School started in Ahmedabad) AMTSની જૂની બસોને (Signal School started in Ahmedabad) મોડિફાઈડ કરી અદ્યતન ક્લાસરૂમ બનાવી હરતીફરતી સ્કૂલો બનાવવામાં આવી છે. આ સિગ્નલ સ્કૂલો (Signal School started in Ahmedabad) જેતે સિગ્નલ અથવા નક્કી કરેલા ચાર રસ્તાના જંક્શન ખાતે ઉભી રાખી બાળકોને ભણાવવામાં આવશે.

Last Updated :Mar 7, 2022, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.