Exclusive Interview Bharat Pandya: મને અટલજીના અસ્થિ વિસર્જન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતુ: ભરત પંડ્યા

author img

By

Published : Dec 25, 2021, 7:54 AM IST

Exclusive Interview Bharat Pandya

ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની 25 ડિસેમ્બરે જન્મતિથિ (Atal Bihari Vajpayee birth anniversary) છે. જનસંઘથી લઈને ભાજપની સ્થાપનામાં તેઓ પાયાના પથ્થર રહ્યા છે. પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ વારંવાર ગુજરાત આવ્યા છે અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ સાથે તેઓ મોકળા મને મળ્યા છે. આવા જ કાર્યકર્તાઓમાં ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા ભરત પંડ્યાનો (Exclusive Interview Bharat Pandya) સમાવેશ થાય છે. જેમણે અટલ બિહારી વાજપેયીના સંસ્મરણો Etv Bharat સાથે યાદ કર્યા હતા.

સવાલ: અટલજીને આપ તેમની જન્મતિથિએ કેવી રીતે યાદ કરો છો?

જવાબ: પોતાના જન્મદિને (97th birth anniversary of Atal Bihari Vajpayee) અટલજી (Bharat Pandya about Atal Bihari Vajpayee) એક કડી હંમેશા કહેતા, "હર 25 દિસંબર કો એક નયી સીડી ચઢતાં હું, નયે મોડ પર ઓરો સે કમ, ખુદ સે જ્યાદા લડતા હું." હું પહેલી વખત 8 જુલાઇ 1984માં સાબરકાંઠાના તલોદમાં અટલજીના કાર્યક્રમમાં ઉપસ્થિત હતો, ત્યાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ (Unveiling of the statue of Subhash Chandra Bose) કરવાનું હતું. તે સમયે નગરપાલિકામાં ભાજપ સરકાર, રાજ્ય અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સરકાર હતી. આથી પ્રતિમાના સ્થાનને લઈને વિવાદ થયો. જેની પાછળ છ મહિના વીતી ગયા, પ્રતિમાનું અનાવરણ થયું નહીં. છ મહિના બાદ અટલજી અહીં આવ્યા તે સમયે વરસાદ હતો, હજારો લોકો ભેગા થયા હતા. અટલજીનું પહેલું વાક્ય હતું કે, આ જમીન નગરપાલિકાની હોય, જિલ્લા પંચાયતની હોય કે રાજ્ય સરકારની હોય પરંતુ સુભાષચંદ્ર બોઝ (Subhash Chandra Bose) સપૂતનો ભારતના છે આવા ઉમદા તેમના વિચાર હતા.

મને અટલજીના અસ્થિ વિસર્જન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતુ: ભરત પંડ્યા

સવાલ: અટલજીનું જીવન કૃષ્ણ નામ સાથે કેટલું સંલગ્ન છે ?

જવાબ: અટલજીનું જીવન (Atal Bihari Vajpayee birth anniversary) અને મૃત્યુ કૃષ્ણ સાથે સંલગ્ન છે. તેમની માતાનું નામ કૃષ્ણાજી અને પિતાનું નામ કૃષ્ણ બિહારી વાજપેયી (Krishna Bihari Vajpayee) હતું. તેમનો જન્મ મધ્યપ્રદેશના બટેશ્વરમાં થયો જે પ્રાચીન કૃષ્ણની નગરી છે. તેમનું મૃત્યુ 10, કૃષ્ણ મેન રોડ ઉપર થયું હતું.

સવાલ: અટલજીની શરૂઆતની રાજકીય યાત્રા વિશે જણાવશો ?

જવાબ: 1942માં 'હિંદ છોડો' ચળવળ દરમિયાન તેઓ અંગ્રેજોની સામે ગાંધીજી સાથે ઉભા રહ્યા, તેમણે 24 દિવસ જેલમાં ગાળ્યા, 1951માં જનસંઘની સ્થાપનાના સભ્ય રહ્યા, 1957માં મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યા, 1957- 77માં સંસદીય પક્ષના નેતા રહ્યા, 1967-73 દરમિયાન દીનદયાળ ઉપાધ્યાય બાદ જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા.

સવાલ: અટલજીએ શું કહ્યું મોરારજી દેસાઈ વિશે ?

જવાબ: કટોકટી બાદ અટલજી ગુજરાત આવ્યા હતા ત્યારે એરપોર્ટ ઉપર તેમણે પદ્મશ્રી લેખક વિષ્ણુ પંડ્યાને એક ચિઠ્ઠી આપી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, મોરારજી દેસાઈથી મને પ્રેમ છે. તેમણે લખ્યું હતું કે, "નજર નીચી કમર સીધી, ચમકતા રોફ સા ચહેરા, બૂરા માનો ભલા માનો, વહી તેજી વહી નખરા."

સવાલ: શું હતો કાંકરિયાનો રમૂજી પ્રસંગ ?

જવાબ: અટલજી કાંકરિયા આવ્યા હતા અને રાત્રીના બે વાગ્યા સુધી લોકો સાથે બેઠા હતા. બધા કહેતા હતા કે, અટલજી તમે આગળ વધો અમે તમારી સાથે છીએ. ત્યારે તેમણે રમૂજમાં કહ્યું હતું કે, હવે આ સ્ટેજ પરથી વધુ આગળ વધીશ તો પડી જઇશ.

સવાલ: અટલજીની હાજર જવાબી કેવી હતી ?

જવાબ: અટલજીને જ્યારે યુનાઇટેડ નેશન્સમાં (Atalji at the United Nations) જવાનું થયું ત્યારે ભારતના પાકિસ્તાન સાથે સંબંધ વધુ ખરાબ હતા. એકવાર પત્રકારોએ અટલજીને પૂછ્યું કે, તમે યુનાઇટેડ નેશન્સમાં જાવ છો તો પરવેઝ મુશર્રફને હાથ મિલાવશો ? ત્યારે વાજપેયીએ પત્રકાર સાથે હાથ મિલાવીને કહ્યું કે, હું તમારી વાત સાથે હાથ મિલાવું છુ. આમ અટલજી હાજર જવાબી હતા.

સવાલ: રાષ્ટ્રીય અધ્યક્ષ પદ વિશે તેમના વિચારો શું હતા ?

જવાબ: જનસંઘની જનતા મોરચામાં વિલીનીકરણ થયું, 6 એપ્રિલ 1980 ભાજપની સ્થાપના થઈ, મુંબઈની ચોપાટી પર સમતાનગરમાં પહેલું અધિવેશન યોજાયું ત્યારે અટલજીએ કહ્યું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ પદ નહીં, પરંતુ દાયિત્વ છે. પ્રતિષ્ઠા નહીં, પરંતુ પરીક્ષા છે. તે સત્કાર નહીં પરંતુ ચુનોતી છે. જનતાના સહયોગથી જવાબદારી સહન કરવાની શક્તિ અને વિવેક ઈશ્વર મને આપે.

સવાલ: શું હતી અટલજીની ભવિષ્યવાણી ?

જવાબ: આ પ્રસંગે અટલજીએ કહ્યું હતું કે, પશ્ચિમ ઘાટના મહાસાગરના કિનારા પર ઊભો રહીને હું એ ભવિષ્યવાણી કરું છું કે, અંધારું દૂર થશે, સૂર્ય ઊગશે અને કમળ ખીલશે. 1980ના સોળ વર્ષ બાદ 1996માં આ ભવિષ્યવાણી સાચી પડી. તેઓ વડાપ્રધાન બન્યા. પ્રથમ 13 દિવસ, ત્યારબાદ 13 મહિના અને બાદમાં પાંચ વર્ષ તેમણે સાશન કર્યું હતું.

સવાલ: ભારત ભૂમિ વિશે અટલજીની કલ્પના વિશે જણાવો ?

જવાબ: ભારતનો નકશો જોઈએ અટલજી કહેતા કે, તે જમીનનો ટુકડો નહીં એક જીવંત રાષ્ટ્રપુરુષ છે. હિમાલય તેનું મસ્તક છે. ગૌરીશંકર તેની શીખા છે. કાશ્મીર તેનું કીરીટ છે. ઉત્તર- પૂર્વ રાજ્ય તેની મજબૂત ભુજાઓ છે. દિલ્હી તેનું દિલ છે. કન્યાકુમારી તેનું ચરણ છે અને હિંદ મહાસાગર તેનો પગ પખાળે છે. આકાશના વાદળ તેના કેશ-કુંડળ છે. ચંદ્ર અને સૂર્ય તેની આરતી ઉતારે છે. અહીં કંકરમાં શંકર છે. બિંદુ-બિંદુમાં ગંગાજળ છે. આ તર્પણ અને અર્પણની ભૂમિ છે.

સવાલ: અટલજીએ વિરોધીઓને શું કહ્યું ?

જવાબ: અટલજીએ વિરોધીઓને કહ્યું હતું કે, અમારા પર શંકા કરવાવાળાઓ સાંભળો! અમારા મર્યા પછી અમારી અસ્થિઓની રાખને તમે ગંગામાં વહાવશો, તો તેમાંથી 'ભારત માતાકી જય'નો અવાજ સંભળાશે.

સવાલ: અટલજીની અસ્થિઓનું 100 નદીઓમાં વિસર્જન કરાયું

જવાબ: ભરત પંડ્યાએ જણાવ્યું કે, અટલજીનું 2018માં અવસાન થયું. તેમના અવસાન બાદ તેમની અસ્થિઓનું 100 નદીઓમાં વિસર્જન કરાયું છે. જેમાં ગુજરાતની ત્રણ નદીઓનો સમાવેશ થાય છે. જેમાં ચાણોદ ખાતે નર્મદા, સાબરમતી અને સોમનાથ સંગમેં વિસર્જન કરાયું હતું. અટલજીની આ ત્રણેય જગ્યાએ અસ્થિ વિસર્જનનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું.

સવાલ: અટલજીની રાજકીય ખેલદિલી વિશે આપ શું કહેશો ?

જવાબ: નરસિંહરાવ જ્યારે વડાપ્રધાન હતા, ત્યારે અટલજી વિરોધ પક્ષના નેતા હતા. નરસિંહ રાવે કાશ્મીરમાં મુદ્દે યુનાઇટેડ નેશન્સમાં પક્ષ મૂકવા અટલજીને મોકલ્યા હતા. આમ વિરોધ પક્ષને પણ અટલજીમાં વિશ્વાસ હતો. તેઓ સૌને સાથે લઈને ચાલવામાં માનતા હતા. કચ્છના છડાબેટને પાકિસ્તાનમાં આપવાની વાત થઈ, ત્યારે સત્યાગ્રહ થયો. તેમાં અનેક અગ્રણીઓ જોડાયા. તે વખતે અટલજીએ આઠ મહિનાની બાળકીને હાથમાં લઇને કહ્યું કે, જુઓ આ પણ એક સત્યાગ્રહી છે.

સવાલ: પોખરણના અણુ ધડાકા વિશે જણાવો ?

જવાબ: અટલજી જ્યારે વડાપ્રધાન હતા, ત્યારે રાજસ્થાનનાં પોખરણમાં અણુ ધડાકો કર્યો પરંતુ જ્યાં સુધી અણુ ધડાકો ન થયો, ત્યાં સુધી અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને પણ ગંધ સુધા આવી નહીં.

સવાલ: અટલજી સાથે આપની કયા સંદર્ભમાં વાત થતી ?

જવાબ: હું ત્રણ વખત અટલજીને મળ્યો હતો. તેઓ હંમેશા કાર્યક્રમના સંદર્ભમાં જ વાત કરતા હતા.

સવાલ: તેમને નેતા તરીકે આપ કેવી રીતે જુઓ છો ?

જવાબ: તેમણે નેતા તરીકે સૌને જોડવાનું કાર્ય કર્યું છે. તેઓ ચતુર્ભુજ યોજના લાવ્યા, પ્રધાનમંત્રી સડક યોજનાથી તેમણે દેશને જોડ્યો નદીઓને જોડવાનું કાર્ય પણ તેમણે જ શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: Exclusive Interview Raghu Sharma: ગુજરાત કોંગ્રેસ પ્રભારીએ પૂર્વ સિનિયર નેતાના નિવેદનને વખોડયું

આ પણ વાંચો: Exclusive Interview Niilam Paanchal: આવો જાણીએ એક પ્રસિદ્ધ અભિનેત્રીની 18 વર્ષની એક્ટિંગની સફર વિશે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.