ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે સાંસદોને સંબોધિત કર્યા

author img

By

Published : Feb 11, 2021, 2:32 PM IST

વડા પ્રધાન નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ગુરુવારે એક કાર્યક્રમમાં ભાજપનાં સાંસદોનું સંબોધન કરાયું હતું. ભાજપે ટ્વીટરના માધ્યમથી કાર્યક્મનો સમય જાહેર કર્યો હતો.

  • પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 53મી પુણ્યતિથિ
  • ભારતીય જનસંઘના સક્રિય સભ્ય ઉપાધ્યાય
  • ટ્રેનના ટ્રેક પરથી મળી આવ્યું હતું મૃતદેહ

નવી દિલ્હી: આજે ગુરુવારના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિના ઉપક્રમે ભાજપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ પાર્ટીના સાંસદોનું સંબોધન કર્યુ હતું.

જનસંઘના સક્રિય સભ્ય પંડિત દીનદયાળ ઉપાધ્યાય

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આ 53મી પુણ્યતિથિ છે. તેઓ ભારતીય જનસંઘના સક્રિય સભ્ય હતાં. જે સંઘ હવે ભારતીય જનતા પાર્ટીના નામે ઓળખાય છે. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની કેબિનેટમાં પૂર્વ કેન્દ્ર પ્રધાન રહી ચૂકેલા શ્યામા પ્રસાદ મુખર્જીએ 1951માં ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ ગોલવલકરની સલાહથી પંડિત દીનદયાળ ઉપાધ્યાયને પણ તેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતાં.

53 વર્ષ પહેલા રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા

પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું મૃત્યુ એક રહસ્ય છે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન દ્રારા દીનદયાળ ઉપાધ્યાયને સમર્પિત કરાયેલા એક વેબસાઈટના લેખ અનુસાર, 11 ફેબ્રુઆરી, 1968ની બપોરે 3.45 વાગ્યે મુગલસરાઇ સ્ટેશનના લીવરમેને સહાયક માસ્ટરને જણાવ્યું કે, સ્ટેશનથી લગભગ 150 ગજ દુર વિજળીના પોલ નંબર 2727 પાસે દક્ષિણ દિશામાં રેલવે લાઈન નજીક એક મૃતદેહ મળી આવ્યું છે. જ્યારે તેની ઓળખ કરવામાં આવી ત્યારે બહાર આવ્યું કે, તે ભારતીય જનસંઘના અધ્યક્ષ પંડિત દીનદયાળ ઉપાધ્યાય છે. કહેવાય છે કે, તેઓ ટ્રેનમાં લખનઉથી પટનાની મુસફરી કરી રહ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.