ETV Bharat / city

પેપર ફૂટવા મામલે શિક્ષણ પ્રધાન રાજીનામુ આપે : ઇશુદાન ગઢવી

author img

By

Published : Oct 13, 2022, 4:09 PM IST

પેપર ફૂટવા મામલે શિક્ષણ પ્રધાન રાજીનામુ આપે: આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી
પેપર ફૂટવા મામલે શિક્ષણ પ્રધાન રાજીનામુ આપે: આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગઈકાલે B.COM તેમજ BBAનું પેપર ફૂટ્યું (BCOM and BBA paper Leak in Saurashtra University) હતું. તે મામલે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આ પેપર ફૂટ્યું નથી, પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય ફૂટ્યું છે. ભાજપ સરકારને પેપર લેતા આવડતું નથી. આ સાથે જ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી પણ રાજીનામું આપે (Education Minister should resign) તેવી માંગ કરી છે.

અમદાવાદ ગુજરાતી અંદર છેલ્લા ઘણા સમયથી જ પેપરો ફૂટવાના ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા બે વર્ષની અંદર અંદાજે સરકારી નોકરીઓ માટેના 30થી વધુ પેપર ફૂટ્યાની ઘટનાઓ (Paper Leak for Government Jobs) સામે આવી હતી. પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિકના પેપર ફૂટવાની ઘટનાઓ (Paper leak of primary and higher secondary) પણ સામે આવી હતી. ત્યારે વધુ એક વાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.COM અને BBAના પેપર ફૂટતા (BCOM and BBA paper Leak in Saurashtra University) આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર (Aam Aadmi Party attacked the BJP government) કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.COM અને BBAના પેપર ફૂટતા આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે.

ભાજપને સરકાર ચલાવતા આવડતું નથી આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી (National Joint Secretary of Aam Aadmi Party ) ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં સરકારી પરીક્ષાના પેપરો ફૂટવાનો યથાવત છે. પહેલા માત્ર સરકારી ભરતીઓના જ પેપર ફૂટતા હતા. હવે શાળા અને કોલેજોના પણ પેપર ફૂટી રહ્યા છે. ભાજપ સરકારને શાસનમાં યુવાનોને રોજગાર આપી શકતી નથી. યુવાનોની સાથે હવે વિદ્યાર્થીઓ પણ પેપર ફૂટવાની ઘટનાઓથી પરેશાન (Students disturbed by paper Leak) છે. આથી સાબિત થાય છે કે ભાજપ સરકાર સરકારી પરીક્ષા લેવામાં સદંતર નિષ્ફળ રહી છે.

પેપર ફોડનાર અધિકારી કાર્યવાહી નહીં વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં આટલા બધા પેપર ફૂટ્યા છે. તેટલા ગુજરાતમાં ફટાકડા પણ નહીં ફૂટતા હોય ભાજપ સરકાર અત્યાર સુધી આટલા બધા પેપર ફૂટવા છતાં એક પણ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી નથી. દેશના ગૃહ પ્રધાન અમિષા પણ ગુજરાત પ્રવાસે છે. આવનાર સમયમાં નરેન્દ્ર મોદી પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પેપર ફૂટવાની ઘટનાઓ પર તેમને પણ જવાબ આપવો જોઈએ.

શિક્ષણ પ્રધાન રાજીનામુ આપે શિક્ષણ પ્રધાન પણ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આજ ગુજરાતના લાખો યુવાનો તેમજ તેમના મા બાપ સહકારી નોકરીની રાહ જોઈને બેઠા છે. 2022માં પણ જો ભાજપની સરકાર આવી તો ફરીથી પેપર ફૂટશે. કારણ કે ભાજપના એક પણ નેતાની તાકાત નથી કે તે સરકારી પરીક્ષાનું પેપર સારી રીતે લઈ શકે. જો શિક્ષણપ્રધાન પણ શાળાને કોલેજોના પેપર વ્યવસ્થિત લઈ શકતા ન હોય તો તેમને પણ રાજીનામું આપી દેવું જોઈએ. દિલ્હીમાં પણ પહેલા પેપર ફૂટતા હતા, પરંતુ છેલ્લા સાત વર્ષમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાથી એક પણ પેપર ફૂટ્યું નથી. તેથી આવનાર સમયમાં ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારબાદ આ પણ પેપર ફૂટવાનો સિલસિલો બંધ થશે.

મલાઈ ખાવી હોય તો અન્ય પાર્ટીમાં જોડાવો અલ્પેશ કથીરિયા તેમજ પાટીદાર આગેવાનો આમ આદમી પાર્ટી જોડાવા મુદ્દે કહ્યું હતું કે, અલ્પેશ કથીરિયા અને પાટીદાર આગેવાનોને ખબર છે કે પાટીદાર આંદોલન વખતે જે પાટીદારો મૃત્યુ પામ્યા હતા. તેમને શહીદોનો દરજ્જો આપ્યો નથી. તેમના પરિવાર સાથે પણ મુલાકાત કરી નથી. પહેલા પણ કેટલાક પાટીદારો ભાજપના ડરથી ભાજપમાં જોડાઈ ગયા છે. અલ્પેશ કથીરિયા કે અન્ય પણ પાટીદાર યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવું હોય તો જોડાઈ શકે છે પણ આમ આદમીની પાર્ટીમાં કોઈ પદ કે મલાઈ માટે નહીં, પરંતુ સેવા માટે જોડાવું પડશે. જો મલાઈ ખાવી હોય તો અન્ય પાર્ટીમાં જોડાઈ શકાય છે. જો ગુજરાતમાં આમ સરકાર બનશે તો ખેડૂત, માલધારી સમાજ, પોલીસ, ક્ષત્રિય સમાજ, કરણી સમાજ, રાજપૂત સમાજ કે પાટીદાર સમાજ પર જે પણ પ્રકારના ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે તે પરત લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.