Backlog in Gujarat's Consumer Court: રાજ્યની ગ્રાહક કોર્ટમાં 1990થી 2021 સુધી કુલ 34178 કેસ પેન્ડિંગ

author img

By

Published : Nov 27, 2021, 9:04 PM IST

Backlog in Gujarat's Consumer Court: રાજ્યની ગ્રાહક કોર્ટમાં 1990થી 2021 સુધી કુલ 34178 કેસ પેન્ડિંગ

કોઈપણ વ્યવસ્થાના સુશાસન માટે ન્યાયાલય ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એવામાં ન્યાયાલય તરફથી ઝડપી ન્યાય પણ ઇચ્છનીય છે. બજારના વધતા જતા કદ સાથે ગ્રાહકો સાથે થતી છેતરપિંડી (Consumer fraud in Gujarat)નું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ છેતરપિંડીનું પ્રમાણ વધતા, ગ્રાહક કોર્ટમાં કેસોની સંખ્યા પણ વધી રહી છે, સામાન્ય રીતે ગ્રાહક કોર્ટમાં આવતા કેસોનો નિકાલ 120 દિવસમાં થવો જોઈએ, પરંતુ સામા પક્ષના વકીલો તરફથી કોર્ટમાં જવાબ રજૂ કરવામાં વિલંબ અને અન્ય પણ કેટલાંક કારણોસર કેસનો નિકાલ નિયત સમયમાં થઈ શકતો નથી અને કોર્ટમાં બેકલોગ વધે છે. હાલ ગુજરાત રાજ્યમાં કુલ 34,178 કેસ પેન્ડિંગ (Backlog in Gujarat's Consumer Court) પડ્યા છે.

  • ગ્રાહક કોર્ટમાં કેમ વધી રહ્યો છે બેકલોગ
  • ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતાં મનપામાં બેકલોગ વધુ
  • સામા પક્ષ તરફથી ગ્રાહક કોર્ટમાં જવાબ રજૂ ન કરાતા વિલંબ

અમદાવાદ: રાજ્યોની મુખ્ય ચાર મહાનગરપાલિકાઓ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની વાત કરીએ તો અન્ય જિલ્લાઓની બેકલોગ (Backlog in Gujarat's Consumer Court) સામે ઘણો વધુ છે. માત્ર અમદાવાદમાં જ 8247 કેસો પેન્ડિંગ છે. સુરતમાં 4945, વડોદરામાં 5425 અને રાજકોટમાં 1350 કેસ પેન્ડિંગ છે.

Backlog in Gujarat's Consumer Court: રાજ્યની ગ્રાહક કોર્ટમાં 1990થી 2021 સુધી કુલ 34178 કેસ પેન્ડિંગ

શું કહે છે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિનાં પ્રમુખ મુકેશ પરીખ?

વર્ષ 1990થી આજદિન સુધી ગુજરાતમાં જુદા જુદા જિલ્લામાં આવેલી ગ્રાહક કોર્ટમાં કુલ 2,71,931 અરજીઓ આવી છે. જેમાંથી કુલ 34,178 કેસ પેન્ડિંગ પડ્યા છે. ગ્રાહક કોર્ટમાં કેસ પેન્ડિંગનું મુખ્ય કારણ શું છે તે જાણવા માટે ETV BHARATની ટીમ અમદાવાદના ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખ પાસે પહોંચી હતી. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ગ્રાહક જ્યારે કોર્ટમાં ફરિયાદ કરે છે ત્યારે સામા પક્ષ તરફથી કોર્ટમાં જવાબ રજૂ કરવામાં બિન જરૂરી વિલંબ કરવામાં આવે છે. જેના કારણે કેસોની સુનાવણી નિયત સમયમર્યાદામાં થઈ શકતી નથી.

ગ્રાહક તકરાર કમિશનમાં ખાલી પડેલી જગ્યાઓ પણ વિલંબનું કારણ

મુકેશ પરીખે ETV BHARATને જણાવ્યું હતું કે, રાજ્યના 38 શહેર જિલ્લા ગ્રાહક તકરાર કમિશન (District Consumer Disputes Commission)માં આજની તારીખે 18 ગ્રાહક કમિશન પ્રમુખની જગ્યા ખાલી છે. અમદાવાદ જેવા શહેરમાં પણ ગ્રાહક કમિશન પ્રમુખની જગ્યા ખાલી પડી છે. ગાંધીનગરમાં પણ આ જ સ્થિતિ છે, પરિણામે એક જિલ્લા કે શહેરના પ્રમુખ બીજા જિલ્લા કે શહેરના ચાર્જ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. આ સ્થિતિના કારણે કામનો બોજો વધે છે. ગ્રાહકો જે ફરિયાદ લઈને આવે છે તેનો નિકાલ કરવામાં વિલંબ થાય છે. ૭૫ જેટલી જગ્યાઓ કે જે મહેકમ મંજૂર કરવામાં આવી છે તે પણ હજી સુધી નિમણૂક કરાઈ નથી.

આ પણ વાંચો: દવાની આડઅસર છતાં તબીબે ડોઝ બંધ ન કરતા દર્દીનું મોત, ગ્રાહક કોર્ટે સ્પષ્ટ દિશામાં નિર્દેશ કર્યો જાહેર

આ પણ વાંચો: કોરોના: ઇન્સ્યોરન્સ કંપનીની દાદાગીરી, ગ્રાહકની ફરિયાદ બાદ કોર્ટે 9 ટકાના વ્યાજ સાથે પૈસા ચૂકવવા કહ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.