ETV Bharat / city

ATS અને ICGની છેલ્લા વર્ષમાં 6 વખત સંયુક્ત ઓપરેશન કરી ડ્રગ્સનો જથ્થો પકડવા માટે પાકિસ્તાનીઓને કર્યા નાકામ

author img

By

Published : Oct 8, 2022, 5:39 PM IST

Updated : Oct 8, 2022, 6:05 PM IST

ATS અને ICGની છેલ્લા વર્ષમાં 6 વખત સંયુક્ત ઓપરેશન કરી ડ્રગ્સનો જથ્થો પકડવા માટે પાકિસ્તાનીઓને કર્યા નાકામ
ATS અને ICGની છેલ્લા વર્ષમાં 6 વખત સંયુક્ત ઓપરેશન કરી ડ્રગ્સનો જથ્થો પકડવા માટે પાકિસ્તાનીઓને કર્યા નાકામ

ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનની મદદથી ફરી એક વખત કચ્છના દરિયા કિનારેથી 50 કિલો ડ્રગ્સ પકડી (ATS and ICG conducted joint operations) પાડ્યું છે. ATS અને ICGએ સંયુક્ત ઓપરેશન છેલ્લા એક વર્ષમાં 6 વખત આવી કાર્યવાહીને અંજામ આપ્યો છે. આ સાથે બોટને વધુ તપાસ માટે જખૌ ખાતે લઈ જવામાં આવી છે.

અમદાવાદ ગુજરાતમાં ATSની સાથે ઈન્ડિયન કોસ્ટગાર્ડે (ATS and Indian Coast Guard) એક સંયુક્ત ઓપરેશનમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લઈ જઈ રહેલા પાકિસ્તાની દાણચોરોની ગેંગને (Pakistani smugglers gang) પકડી છે. આ દાણચોરો અલ સાકાર નામની બોટથી ભારતમાં ડ્રગ્સ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી 50 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 350 કરોડ જણાવવામાં આવી રહી છે. બોટમાં કુલ 6 ક્રૂ મેમ્બર હતા. પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (Transnational Maritime Boundary Line)નજીક કરવામાં આવી છે.

સંયુક્ત ઓપરેશનનું આયોજન કરીને બંને સંસ્થાઓના કર્મચારીઓએ કાર્યવાહી કરી તેમને પકડી પાડ્યા હતા.

અલ સાકાર નામની બોટ ગુજરાત ATSના નાયબ પોલીસ અધિક્ષક (Deputy Superintendent of Police Gujarat ATS) કે.કે પટેલને બાતમી મળી હતી કે, પાકિસ્તાન સ્થિત મોહમ્મદ કાદર બલોચીસ્તાન વાળો નામનો ડ્રગ્સ માફિયા કરાંચી પાકિસ્તાનનો (Drugs Mafia Karachi Pakistan) રહેવાસી ઈબ્રાહીમ હૈદરી બંદરથી અલ સાકાર નામની બોટ જેનો ટંડેલ અલી મોહમ્મદ છે. જે તેમાં હેરોઈન ભરીને ગુજરાતના જખૌ દરિયા કિનારા મારફતે ગુજરાતમાંથી ઉતારી પંજાબ તથા ઉત્તર ભારત મોકલવાનો હતો.

6 પાકિસ્તાની લોકોની ધરપકડ

  1. ઈબ્રાહીમ યુસુફ
  2. શેર મહમ્મદ
  3. ઝાહીદ અબ્દુલ્લા
  4. મોતીય ઈદ્રિસ
  5. મમતાજ હારૂન
  6. અલી મોહમ્મદ

ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાકિનારે ઉતાર્યો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ હેરોઈનનો જથ્થો પાકિસ્તાન સ્થિત ડ્રગ માફિયાઓ મોહમ્મદ કાદરે મોકલાવ્યો હતો. તે આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાકિનારે ઉતારી પંજાબ તથા ઉત્તર ભારતમાં પહોંચાડવાનો હતો. આ નાર્કોટિક્સ ડ્રગ કોર્ટેલમાં કઈ કઈ વ્યક્તિઓ સામેલ છે, તથા નાણાકીય કડીઓ શોધી કાઢવા અંગે સઘન તપાસ હાથ ધરી છે.

ગુજરાતના DGP (Director General of Police Gujarat) આશિષ ભાટિયાએ જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી એક બોટમાં ડ્રગ્સનો જંગી જથ્થો ભારતમાં લાવવામાં આવી રહ્યો છે. આ અંગે સંયુક્ત ઓપરેશનનું (Joint operation of ATS and ICG) આયોજન કરીને બન્ને સંસ્થાઓના કર્મચારીઓએ કાર્યવાહી કરી તેમને પકડી પાડ્યા હતા. બોટને વધુ તપાસ માટે જખૌ ખાતે લઈ જવામાં આવી છે. આ બોટને અરબી સમુદ્ર થઈને ભારત લાવવામાં આવી રહી હતી. આપને જણાવી દઈએ કે, ATS અને ICGએ (ATS and ICG conducted joint operations) છેલ્લા એક વર્ષમાં 6 વખત આવી કાર્યવાહીને અંજામ આપ્યો છે.-આશિષ ભાટિયા

Last Updated :Oct 8, 2022, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.