ETV Bharat / city

અરવિંદ કેજરીવાલ અમદાવાદની ધરતી પર આવતા વેંત જ ભાજપ પર વરસી પડ્યા

author img

By

Published : Sep 12, 2022, 10:46 AM IST

અરવિંદ કેજરીવાલ અમદાવાદની ધરતી પર આવતા વેંત જ ભાજપ પર વરસી પડ્યા
અરવિંદ કેજરીવાલ અમદાવાદની ધરતી પર આવતા વેંત જ ભાજપ પર વરસી પડ્યા

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અત્યારે ગુજરાતના પ્રવાસે છે. તેમણે અમદાવાદ આવતા વેંત જ એરપોર્ટ પર ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ તેમણે ડ્રગ્સ મામલે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. arvind kejriwal gujarat visit, ahmedabad airport.

અમદાવાદ દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અત્યારે ગુજરાત પ્રવાસે (arvind kejriwal gujarat visit) છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport) પર આવતા વેંત જ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ તેમણે ડ્રગ્સ (drugs seized in gujarat) મામલે ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. તો આજે કેજરીવાલ રિક્ષાચાલકો, વેપારીઓ અને વકીલો સાથે સંવાદ કરશે. સાથે જ ગુજરાતને મહત્વપૂર્ણ ગેરન્ટી પણ (arvind kejriwal guarantee ) આપશે. આ ઉપરાત તેઓ સરકારે કર્મચારીઓને પણ મહત્વની ગેરન્ટી આપે તેવી શક્યતા છે.

ડ્રગ્સ મામલે કર્યા આક્ષેપ

ડ્રગ્સ મામલે કર્યા આક્ષેપ AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે (arvind kejriwal gujarat visit) ડ્રગ્સ મામલે જણાવ્યું હતું કે, ગુજરાત તંત્રની મિલીભગત અને મિત્રોને ફાયદો પહોંચાડવા યુવાધનને દાવ પર લગાવવામાં આવ્યું છે. ગુજરાતના એક ચોક્કસ પોર્ટ પર હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવે છે અને ગુજરાતમાંથી પંજાબ અને દેશની વિવિધ જગ્યાઓ પર જાય છે. ગુજરાત એ ડ્રગ્સનું હબ (drugs seized in gujarat) બની ચૂક્યું છે. આટલું ડ્રગ્સ પકડાય છે તેનો અર્થ કે, આવતું કેટલા મોટા પ્રમાણમાં હશે, તંત્ર અને સરકારની મિલીભગતથી જ આ શક્ય બની શકે કે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવે છે.

ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું તેમણે આક્ષેપ કર્યો હતો કે, કરોડોનું ડ્રગ્સ પકડાય છે. તેનો સીધો જ અર્થ છે કે, અબજોનું ડ્રગ્સ આવી રહ્યું છે ને આ ડ્રગ્સ (drugs seized in gujarat) આરામથી અહીંથી પસાર થાય છે. ત્યારે જ કોઈ વ્યક્તિ વારંવાર મોકલે છે. કોઈ વ્યક્તિ વારંવાર એક જ પોર્ટ પર ડ્રગ્સ શા માટે મોકલાવે. ગુજરાત હાલ ડ્રગ્સનું હબ બની ચૂક્યું છે. અહીંથી જ પંજાબથી માંડીને સમગ્ર દેશમાં ડ્રગ્સ જાય છે. કરોડોનું પકડાયું તો જે પસાર થઇ ગયું તે કેટલાનું હશે?

ડ્રગ્સ મામલે કર્યા સવાલો તેમણે વધુમાં કહ્યું હતું કે, ડ્રગ્સ મોટા પ્રમાણમાં (drugs seized in gujarat) આવે છે, જેને અટકાવવામાં તંત્ર નિષ્ફળ છે અથવા તો તેની મિલીભગત છે. જોકે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવે તો ભ્રષ્ટાચારમુક્ત શાસન આવશે, જેની ગેરેન્ટી આપવા આવે છે. સાથે જ ગુજરાતમાં જેટલો પણ ભ્રષ્ટાચાર થયો અને પેપરો ફૂટ્યા છે. તે તમામની અમે તપાસ કરાવીશું. કોઈ પણ ધારાસભ્ય, પ્રધાન, મુખ્યપ્રધાન તમામના ભ્રષ્ટાચારની તપાસ થશે. અમારી સરકારમાં કોઈ ભ્રષ્ટાચાર કરતા ઝડપાશે તો તેને તમામ પદો પરથી દૂર કરવામાં આવશે. કોઈ ભ્રષ્ટાચારને સહન કરવામાં નહીં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.