ETV Bharat / city

Arjun Modhwadia Cavilling BJP : માહિતીખાતાની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે કહ્યું, ભાજપ અને ભ્રષ્ટાચાર બન્નેનો ભાઈબહેન જેવો સંબંધ

author img

By

Published : Dec 22, 2021, 8:42 PM IST

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ માહિતી ખાતાની ભરતીમાં થયેલી ગેરરીતિ મુદ્દે તેમણે સરકાર પર આરોપ (Arjun Modhwadia Cavilling BJP) લગાવ્યો કે આ નવું ભરતી કૌભાંડ કમલમ પ્રેરિત છે. તેમણે ભાજપ અને ભ્રષ્ટાચાર બન્નેનો ભાઈબહેન જેવો સંબંધ ગણાવ્યો હતો.

Arjun Modhwadia Cavilling BJP : માહિતીખાતાની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે કહ્યું, ભાજપ અને ભ્રષ્ટાચાર બન્નેનો ભાઈબહેન જેવો સંબંધ
Arjun Modhwadia Cavilling BJP : માહિતીખાતાની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે કહ્યું, ભાજપ અને ભ્રષ્ટાચાર બન્નેનો ભાઈબહેન જેવો સંબંધ

અમદાવાદઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા ભાજપ અને ભ્રષ્ટાચાર વિશે અન્વેષ્ણ કરતાં (Arjun Modhwadia Cavilling BJP) જણાવ્યું કે આખા દેશમાં ક્લાસ 1 અને ક્લાસ 2ની ભરતી કરવાની હોય તો ભારતના અને આપણા રાજ્યોના કાનૂન મુજબ ભારત સરકાર યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન મારફતે ભરતી કરે છે. રાજ્યો હોય તો રાજ્યોના પબ્લિક સર્વિસ કમિશન મારફતે ભરતી કરવાની હોય છે. અત્યાર સુધી આ પ્રક્રિયા જળવાઈ છે અને કાયદા મૂજબ ક્લાસ 1-2ની ભરતી (Gujarat Government Class 1 and 2 Recruitments ) પબ્લિક સર્વિસ કમિશન મારફતે જ કરાવવામાં આવે છે. બાકીની રીતે કાયદો સુધાર્યા વગર આવી ભરતી કરવામાં આવે તો ભરતી સંપૂર્ણપણે ગેરકાયદે ઠરે છે.

રાજ્ય સરકારની ગોબાચારી છેઃ મોઢવાડિયા

મોઢવાડિયાએ છેલ્લા વર્ષોમાં ગુજરાતની ભાજપ સરકારે કમલમ્ ગુજરાત સરકારના માહિતી અધિકારી વર્ગ -1 , 2 અને 3ના કમલમ્ સંચાલિત 10મા ભરતી કૌભાંડની માહિતી આપતાં (Arjun Modhwadia Cavilling BJP) જણાવ્યું હતું કે , ગુજરાત સરકારના મુખ્યપ્રધાન કાર્યાલય હેઠળના માહિતી અને પ્રસારણ વિભાગની માહિતી અધિકારી વર્ગ 1ની 8 જગ્યા તથા વર્ગ -2ની 15 જગ્યા સહિતની 23 જગ્યાઓની ભરતી કરવાની હતી. કાયદા મુજબ વર્ગ -2 કે (Gujarat Government Class 1 and 2 Recruitments ) તેથી ઉપરના સંવર્ગ જગ્યાઓની ભરતી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન મારફતે જ કરવાની હોય છે. ભરતીમાં માત્ર ગોબાચારી કરવાના ઈરાદાથી રાજ્ય સરકારે પોતે જ એક સમિતિ બનાવીને ભરતી કરવાનો ઠરાવ કરેલો હતો. તે સંદર્ભે વર્ગ -1 તથા વર્ગ -2 ના રાજ્ય માહિતી અધિકારીઓની ભરતી કરવા માટે જાહેરાત આપીને આવેદનપત્રો મંગાવ્યા હતાં.

આ પણ વાંચોઃ Gujarat High Court Stay on Recruitment : માહિતી વિભાગના વર્ગ-1 અને 2ની ભરતી ઉપર હાઇકોર્ટનો સ્ટે

માર્કીંગ સ્કીમ શું હતી ? કેવી રીતે અને કોણે માકર્સ આપવાના છે તે બાબતે આજ દિવસ સુધી સૌ અંધારામાં છે. - અર્જુન મોઢવાડિયા

મોઢવાડિયાએ વધુ એક અન્વેષણમાં (Arjun Modhwadia Cavilling BJP) જણાવ્યું કે જર્નાલિઝમમાં માસ્ટર ડીગ્રી ધરાવતા 1200 ઉમેદવારોએ અરજી કરી હતી. રાજ્ય સરકારે આ ઉમેદવારોની પરીક્ષા લેવા માટે બહારની એજન્સીને કામ સોંપ્યું હતું આ પરીક્ષાઓમાં 490 ઉમેદવારો પાસ થયા હતા.. તે પૈકી 138 ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કરીને 108 ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે આ ઈન્ટરવ્યુમાં રાજ્ય સરકારના માહિતી વિભાગના એક્ષટેન્સન હેઠળના ત્રણ નિવૃત્ત અધિકારીઓને બેસાડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત એક બહારના નિષ્ણાતે તો પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી માહિતી અધિકારીના ઈન્ટરવ્યુ વખતે કેવી તૈયારી કરવી તે બાબતની ટીપ્સ આપીને પોતે ઈન્ટરવ્યુમાં બેસવાના છે તેવી જાહેરાત કરી દીધી હતી.. આ ઈન્ટરવ્યુ કમિટીનું પાંચનું કોરમ હોવા છતાં અલગ - અલગ દિવસોમાં અલગ - અલગ સંખ્યામાં નિષ્ણાત સભ્યોએ ઈન્ટરવ્યુ લીધા હતા. જો.કે સમિતિના અધ્યક્ષ હાજર રહ્યા ન હોતા ત્યારે માર્કીંગ સ્કીમ શું હતી ? અને કેવી રીતે અને કોણે માકર્સ આપવાના છે તે બાબતે આજ દિવસ સુધી સૌ અંધારામાં છે. કમિટીના તમામ સભ્યોએ તમામ ઉમેદવારોને સમાન ધોરણોથી પ્રશ્નોત્તરી કરવી જોઈએ તેને બદલે અલગ - અલગ સભ્યોએ અલગ - અલગ રીતે આ પ્રક્રિયા કરી છે.

કમલમના મળતીયાઓને ગોઠવવા કાનુન વિરોધી આ ભ્રષ્ટાચારી તરીકો અપનાવ્યો - કોંગ્રેસ

નિષ્ણાતોની કમિટીમાં સરકારમાં નિવૃત્તિ પછી એક્સટેન્શન ઉપર રહેલા માનીતા ત્રણ અધિકારીઓએ કમલના ઈશારે આખો ખેલ પાડયો છે. માહિતી વિભાગનો કબજો આ ત્રણ નિવૃત્ત કર્મચારીઓ પાસે છે અને આ ત્રણેય અધિકારીઓએ કમલમના મળતીયાઓને ગોઠવવા કાનુન વિરોધી આ ભ્રષ્ટાચારી તરીકો અપનાવ્યો એક ઉમેદવાર જેઓ વર્ગ - 2ના અધિકારી તરીકે માહિતી અધિકારી તરીકે સેવા આપે છે તેઓ ખાતાકીય પરીક્ષા આપીને વર્ગ -1 માં પ્રમોશન મેળવવા બે વખત પરીક્ષામાં નિષ્ફળ ગયા હતા. પરંતુ આ જ અધિકારી સીધી ભરતીની પ્રક્રિયામાં વર્ગ -1 માં પ્રથમ ત્રણમાં સ્થાન મેળવેલ છે. બાકીના વર્ગ - 2ના બે અધિકારીઓએ પણ 1થી 10માં સ્થાન (Arjun Modhwadia Cavilling BJP) મેળવ્યું છે. માહિતી અધિકારી વર્ગ -3 ની 77 જગ્યાની ભરતી માટે જર્નાલિઝમમાં ડીપ્લોમા કોર્સ કરેલો હોવાની લાયકાત જરૂરી હતી. આ ભરતી પ્રક્રિયામાં 8 હજાર ઉમેદવારોએ અરજી કરી હતી. પસંદગી માટે ભરતી પ્રક્રિયાની પરીક્ષા લેવાની જવાબદારી બહારની એજન્સીને આપી હતી. આ પરીક્ષામાં 1,190 ઉમેદવારો ઉત્તીર્ણ જાહેર થયા હતા અને તેઓના પ્રમાણપત્રોની ચકાસણી થઈ હતી. આ ભરતી પ્રક્રિયા હજી સુધી પૂર્ણ થઈ નથી. દરમ્યાનમાં વર્ગ -2 ના અધિકારીઓની (Gujarat Government Class 1 and 2 Recruitments ) ભરતી પ્રક્રિયા ઉપર નામદાર હાઈકોર્ટે સ્ટે આપેલો છે.

આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak 2021 : સાબરકાંઠા પોલીસે વધુ 4ની અટકાયત સાથે 20 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો

નિષ્ણાતોની નિમણુકમાં લાગવગશાહી કેમ કરવામાં આવી ?

ગુજરાત સરકારની ખાતાકીય અને ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) મારફત થતી પસંદગી પ્રક્રિયામાં ગોબાચારી થાય જ છે, પરંતુ વર્ગ -1 અને 2 ની પરીક્ષાઓ (Gujarat Government Class 1 and 2 Recruitments) તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન મારફત કરાવવાની કાનુની જોગવાઈ હોવા છતાં કયા કારણોસર આ પરીક્ષાઓ ખાતાકીય રીતે બહારની એજન્સીને કામ સોંપવાનું કારણ શું હતું ? પરીક્ષાઓ પૂર્ણ થયા પછી નિષ્ણાતોની નિમણુંકમાં લાગવગશાહી કેમ કરવામાં આવી ? મહિલાઓ અને એસસી / એસટી / ઓબીસી / ઈબીસી અનામતના ધોરણો કેમ ન જળવાયા ? આ બાબતે રાજ્ય સરકાર જવાબ આપે અને કૌભાંડીઓની ધરપકડ કરીને આ પરીક્ષાઓ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન મારફત લેવાની (Arjun Modhwadia Cavilling BJP) અર્જુન મોઢવાડિયાએ માગણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.