ETV Bharat / city

5 મહિનાની બાળકીની માંદગી માટે આર્થિક સહાયની અપીલ: એક ઇન્જેકશન માટે 16 કરોડની જરૂર

author img

By

Published : Mar 13, 2021, 8:21 AM IST

મહિસાગર જિલ્લામાં આવેલા કાનેસર ગામના મધ્યમ વર્ગીય રાજદીપસિંહ સુરેન્દ્રસિંહની બાળકીને ગંભીર બીમારી છે. બાળકીની ઉંમર માત્ર 5 મહિનાની છે. જેની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે. જેના માટે કેટલાક સામાજિક કાર્યકરો દ્વારા મોટેરા સ્ટેડિયમ બહાર સહાય કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

5 મહિનાની બાળકીની માંદગી માટે આર્થિક સહાયની અપીલ
5 મહિનાની બાળકીની માંદગી માટે આર્થિક સહાયની અપીલ

  • મોટેરા સ્ટેડિયમમાં લોકોના ઉત્સાહ વચ્ચે મદદની પોકાર
  • સારવાર માટે 16 કરોડનું ઇન્જેકશન આપવું જરૂરી છે
  • મોટેરા સ્ટેડિયમની બહાર સામાજિક કાર્યકરોએ સહાય આપવા કરી અપીલ

અમદાવાદ: અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમની બહાર આજે લોકોના ઉત્સાહની વચ્ચે મદદની પોકાર પણ સંભળાય હતી. જેમાં વાત એમ છે કે, મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારના મોભી રાજદીપસિંહ નરેન્દ્રસિંહના બાળકને મોટી બીમારી આવી પડે છે. ફૂલ જેવા બાળકની ઉંમર માત્ર 5 મહિનાની છે. તેમની સારવાર માટે માત્ર 1 વર્ષનો સમય છે. જેમાં બાળકને 16 કરોડનું ઇન્જેકશન આપવું જરૂરી છે. જે પણ વિદેશથી મંગાવવુ પડે એમ છે. આ ઇન્જેક્શન અમેરિકામાં બનાવવામાં આવે છે.

5 મહિનાની બાળકીની માંદગી માટે આર્થિક સહાયની અપીલ

આ પણ વાંચો: અરમેનિયામાં ગયેલી ડીસાની યુવતીને જીવલેણ બીમારી થતા સરકાર પાસે માગી મદદની ગુહાર

મોટેરા સ્ટેડિયમની બહાર કેટલાક કાર્યકરો દ્વારા પોસ્ટર સાથે મદદની અપીલ કરવામાં આવી હતી. સ્પાઇડર મસ્ક્યુલર એટરોપી ટાઈપ-1 નામની બીમારીથી પીડાતા ધૈર્યરાજને સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે. અત્યાર સુધીમાં વિવિધ લોકો પાસેથી મદદ આવતા અંદાજે 4 કરોડ રૂપિયા એકત્રિત થયા છે. બાળકને સારવાર માટે એક વર્ષનો સમયગાળો છે. જેમાં તેમણે 16 કરોડનું ઇન્જેકશન આપવું જરૂરી છે. આ ઇન્જેક્શન અમેરિકાથી મંગાવવામાં આવશે. રાજદીપસિંહના ઘરે બાળકનો જન્મ થતા જ બાળકને ગંભીર બિમારી હોવાનું સામે આવ્યું હતું. પરિવારના લોકોએ બાળકને હોસ્પિટલમાં ડૉક્ટર પાસે તપાસ કરાવતા જાણવા મળ્યું કે, બાળકને ગંભીર બીમારી છે. જેને કહેવા જઈએ તો, કરોડરજ્જુની સ્નાયુબદ્ધ ઍટ્રોફી ફેક્ટશીટ કહેવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.