ETV Bharat / city

અમદાવાદમાં BRTS અકસ્માત મામલે ડ્રાઈવરને બરતરફ કરાયો

author img

By

Published : Nov 21, 2019, 8:37 PM IST

brts

અમદાવાદ: શહેરમાં BRST અકસ્માતને લઇને થયેલા અકસ્માતમાં સ્ટેન્ડિંગ કમિટીએ નિવેદન આપ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જાણકારી આપી કે, કોન્ટ્રાક્ટરને શો-કોઝ નોટિસ પાઠવી અકસ્માત સર્જનાર ડ્રાઈવરને બરતરફ કરવામાં આવ્યો છે.

કોર્પોરેશનના BRTSમાં 4 કોર્પોરેટર બસો દોડાવે છે. જેમાં ગુરૂવારનો અકસ્માત ચાર્ટર્ડ અને ટ્રાવેલ ટાઈમના કોન્ટ્રેક્ટરના બસ ડ્રાઈવર દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઇને કોન્ટ્રાક્ટરને શો-કોઝ નોટિસ પાઠવી ડ્રાઈવરને બરતરફ કરવામાં આવ્યો છે.

અકસ્માતમાં ઘટનાસ્થળ પર લાગેલા CCTVમાં પણ સવાલ ઉભો થયો છે. કારણ કે, કોર્પોરેશને 16 કેમેરા લગાવ્યા છતાં સ્પષ્ટ CCTV જાહેર કરવામાં આવ્યા નથી. આંકડાઓની વાત કરવામાં આવે તો વર્ષ 2016માં 4 લોકોના મોત થયા હતા. 2017માં 5ના મોત થયા હતા. 2018માં 4 અને 2019માં 9 મળી કુલ ચાર વર્ષના ગાળામાં BRTSના કારણે 22 માસુમોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માતના આંકડા જોતા અવું લાગી રહ્યું છે કે, ખોટ ખાઈ રહેલી BRST અને AMTS માત્ર લોકોના જીવ લેવા દોડાવવામાં આવે છે.

અમદાવાદમાં BRTS અકસ્માત મામલે ડ્રાઈવરને બરતરફ કરાયો

અકસ્માત સર્જાવા પાછળના મુખ્ય કારણોમાં ટ્રાફિક સાઇનનો અભાવ અને પ્રતિબંધિત હોવા છતાં લોકો BRTS કોરિડોરમાં પોતાના વાહનો ચલાવતા હોવાનું લાગી રહ્યું છે. BRTSના પ્લાનિંગ મુજબ વિવિધ સ્થળે ટ્રાફિક સાઇન અને તેની નીચે મુકેલા રોડસાઈડ વધારે બહાર નીકળે છે, ઉપરાંત લોકો રોડ ક્રોસ કરવા માટે સીધા જ BRTSના રૂટમાં જતા રહે છે. જેને કારણે અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.

Intro:અમદાવાદઃ

બાઇટ: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન(અમુલ ભટ્ટ)

કોર્પોરેશનના બીઆરટીએસ કોરિડોરમાં કુલ ૨૦૦ ૨૦૦ દોડે છે જેનો કોન્ટ્રાક્ટ ચાર્ટર્ડ અને ટ્રાવેલ ટીમને આપવામાં આવ્યો છે ટ્રાવેલ્સ ટાઈમ ના બસચાલક ના ડ્રાઈવર દ્વારા જ અકસ્માત સર્જવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટરને શો-કોઝ નોટિસ આપી ડ્રાઈવરને બરતરફ કરવામાં આવ્યો છે પરંતુ અહીં ઘટનાસ્થળ પર લાગેલા સીસીટીવી થી પણ સવાલ ઉભો થયો છે 16 કેમેરા કોર્પોરેશનના લાગે ના હોવા છતાં તે કેમેરામાં સ્પષ્ટ સીસીટીવી જાહેર કરવામાં આવ્યા નથી આંકડાઓની વાત કરવામાં આવે તો વર્ષ 2016માં 4, 2017 માં 5, 2018 માં ચાર અને 2019 માં 9 એમ ચાર વર્ષમાં કુલ ૨૨ મોત બીઆરટીએસના કારણે થયા છે.

બીઆરટીએસ અને એએમટીએસ ખોટ ખાઈને માત્ર લોકોના જીવ લેવા દોડાવવામાં આવતી હોય તેવું આ અકસ્માત ના આંકડા પરથી લાગી રહ્યું છે કોન્ટ્રાકટરને નોટિસ આપવામાં આવી છે પરંતુ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું.


Body:આ અકસ્માત પાછળના મુખ્ય કારણો માં ટ્રાફિક સાઇન પૂરતા પ્રમાણમાં નથી પ્રતિબંધિત હોવા છતાં લોકો બીઆરટીએસ કોરિડોરમાં પોતાના વાહનો પુરપાટ ઝડપે ચલાવતા હોય છે બીઆરટીએસના પ્લાનિંગ મુજબ ઘણી જગ્યાએ ટ્રાફિક સાઇન અને તેની નીચે મુકેલા રોડસાઈડ વધારે બહાર નીકળે છે સાથે લોકો રોડ ક્રોસ કરવા માટે સીધા જ બીઆરટીએસના રૂપમાં જતા રહે છે આ બધા કારણોથી લાગી રહ્યું છે કે અકસ્માતોનું પ્રમાણ દિવસે ને દિવસે અમદાવાદમાં વધી રહ્યું છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.