ETV Bharat / city

AMC સ્માર્ટ સિટિનો દાવો કરે છે પણ હાથીજણમાં પ્રાથમિક સુવિધા જ નથી

author img

By

Published : Oct 27, 2020, 7:52 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદને સ્માર્ટ સિટિ બનાવવાના દાવા થઈ રહ્યા છે, પરંતુ આ દાવા પોકળ સાબિત થયા છે. કારણ કે, હાથીજણના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે અહીં તો અમે હજી પ્રાથમિક સુવિધાથી વંચિત છીએ. એટલે સ્થાનિકોએ એએમસીની વોર્ડ ઓફિસનો ઘેરાવ કર્યો હતો.

AMC સ્માર્ટ સિટીનો દાવો કરે છે પણ હાથીજણમાં પ્રાથમિક સુવિધા જ નથી
AMC સ્માર્ટ સિટીનો દાવો કરે છે પણ હાથીજણમાં પ્રાથમિક સુવિધા જ નથી

  • સ્માર્ટ સિટીના દાવાઓની વચ્ચે હાથીજણમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ
  • ગટર, રોડ-રસ્તા, ચોખ્ખુ પીવાનું પાણી વગેરે જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ
  • સ્થાનિકોએ બેનરો સાથે એએમસીની વોર્ડ ઓફિસનો ઘેરાવ કર્યો હતો

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરને સ્માર્ટ સિટિ બનાવવાના દાવા કરવામાં આવે છે, પરંતુ આ દાવા પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના છેવાળે આવેલા હાથીજણ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી રોડ પાણી ગટર જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ત્યારે આજે સ્થાનિકોએ વોર્ડ ઓફિસનો ઘેરાવ કર્યો હતો.

AMC સ્માર્ટ સિટીનો દાવો કરે છે પણ હાથીજણમાં પ્રાથમિક સુવિધા જ નથી
AMC સ્માર્ટ સિટીનો દાવો કરે છે પણ હાથીજણમાં પ્રાથમિક સુવિધા જ નથી

રાધેશ્યામ હાઉસિંગ સોસાયટી વિસ્તારના લોકોને સૌથી વધુ મુશ્કેલી
હાથીજણ વિસ્તારમાં આવેલી રાધેશ્યામ હાઉસિંગ સોસાયટીના લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે. આ સોસાયટી બન્યાને 10 વર્ષ જેટલો સમય બની ગયો છે તેમ છતાં આ સોસાયટીના સ્થાનિકો પાણી રોડ રસ્તા અને ગટર જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. છેવટે આજે કંટાળીને સ્થાનિકોએ હાથમાં બેનરો સાથે એએમસીની વોર્ડ ઓફિસનો ઘેરાવ કર્યો હતો.

AMC સ્માર્ટ સિટીનો દાવો કરે છે પણ હાથીજણમાં પ્રાથમિક સુવિધા જ નથી
AMC સ્માર્ટ સિટીનો દાવો કરે છે પણ હાથીજણમાં પ્રાથમિક સુવિધા જ નથી
અનેક વાર રજૂઆત પણ કોઈ નિરાકરણ નહીંસ્થાનિકો દ્વારા સોસાયટીમાં નર્મદાનું પાણી, સોસાયટીમાં રોડ-રસ્તા, ગટર સુવિધા, સ્ટ્રિટ લાઈટ, જર્જરિત પાણીની ટાંકી મરામત કરવામાં આવે તે અંગે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ જાણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.