ETV Bharat / city

કસ્ટોડિયલ ડેથ કેસમાં મૃતકની પત્નીને 27 વર્ષે મળ્યો ન્યાય, 3 IAF અધિકારીઓને આજીવન કેદ

author img

By

Published : May 13, 2022, 1:31 PM IST

Updated : May 13, 2022, 2:25 PM IST

કસ્ટોડિયલ ડેથ કેસમાં મૃતકની પત્નીને 27 વર્ષે મળ્યો ન્યાય
કસ્ટોડિયલ ડેથ કેસમાં મૃતકની પત્નીને 27 વર્ષે મળ્યો ન્યાય

અમદાવાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે (Ahmedabad Special CBI Court) ભારતીય વાયુસેનાના ત્રણ અધિકારીઓને આજીવન કેદની સજા ફટકારી છે. સ્ટોડિયલ ડેથ મામલે (Cook Custodial Death 1995 Case) આ અધિકારીઓ દોષી સાબિત થયા હતા.

અમદાવાદઃ શહેરની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે રસોઈયાના કસ્ટોડિયલ ડેથ મામલામાં (Cook Custodial Death 1995 Case) ભારતીય વાયુસેનાના ત્રણ અધિકારીઓને આજીવન કેદની સજા ફટકારી છે. સ્પેશિયલ CBI કોર્ટે (Ahmedabad Special CBI Court) નિવૃત્ત ગૃપ કેપ્ટન અનુપ સુદ, નિવૃત્ત સાર્જન્ટ અનિલ કે. એન. અને સાર્જન્ટ મહેન્દ્રસિંહ શેરાવતને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા આપી છે. જોકે, ભારતીય વાયુસેનાના અધિકારીઓને કોર્ટે (Ahmedabad Special CBI Court) આજીવન કેદની સજા ફટકારી હોય તેવો કદાચ આ પહેલો કિસ્સો હોઈ શકે છે.

વર્ષ 1995નો કેેસ - આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો વર્ષ 1995માં રસોઈયા (રસોઈ બનાવનારા) ગિરજા રાવત ઉપર ભારતીય વાયુસેનાએ (IAF) CDS મેસમાંથી દારૂની 94 બોટલ ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ આ અંગે વાયુસેનાએ જામનગર શહેર પોલીસમાં (Jamnagar City Police) ફરિયાદ પણ નોંધાવી હતી. એટલું જ નહીં જામનગર એરફોર્સ સ્ટેશનના (Jamnagar Air Force Station) એર કોમોડોરે આ મામલે આંતરિક તપાસનો આદેશ પણ આપ્યો હતો.

IAF અધિકારીઓએ જાતે રસોઈયાના ઘરની કરી હતી તપાસ - જોકે, આ સમગ્ર મામલે ભારતીય વાયુસેનાના (IAF Officerrs search at Rawat's House) 12 અધિકારીઓએ જામનગરમાં આવેલા એરફોર્સ-1ના સિવિલિયન ક્વાર્ટરમાં રસોઈયા ગિરજા રાવતના ઘરની તપાસ કરી હતી. સાથે જ તેની અટકાયત પણ કરી હતી.

આ પણ વાંચો- Reaction of Ayesha Father : આઇશાના પિતાએ જમાઇને થયેલી સજા વિશે શું આપી પ્રતિક્રિયા જાણો

પોસ્ટમોર્ટમ રિપોર્ટે IAF અધિકારીઓની ખોલી પોલ - જોકે, આ બાબતે પૂછપરછ કરવા માટે રસોઈયા ગિરજા રાવતને મુખ્ય ગાર્ડરૂમમાં લઈ જવાયા હતા, પરંતુ બીજા દિવસે સવારે તે ગંભીર હાલતમાં મળી આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરતા રિપોર્ટમાં તેમને આંતરિક અને બાહ્ય ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો- માતા-પિતાની અનોખી માગ : માતા-પિતાએ એવી તો શું કરી માગ કે, પુત્ર અને પુત્ર-વધૂએ નકારી

મૃતકના પત્નીએ IAF અધિકારીઓ સામે નોંધાવી હતી FIR - આ અંગે રસોઈયા ગિરજા રાવતના પત્ની શકુંતલા દેવીએ IAF અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ (FIR against IAF Officers) નોંધાવી હતી. સાથે જ તેમણે આ અધિકારીઓ ઉપર તેમના પતિની હત્યાનો આરોપ લગાવ્યો હતો. તો આ મામલે તપાસ કરતા 7 અધિકારીઓ સામે હત્યા અને ગુનાહિત ષડયંત્ર સહિતના આરોપ સાથેની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

મૃતકના પત્નીએ ખખડાવ્યો હતો ગુજરાત હાઈકોર્ટનો દરવાજો - આ મામલે અન્ય કોઈ કાર્યવાહી (Cook Custodial Death 1995 Case) આગળ ન વધતાં મૃતક ગિરજા રાવતનાં પત્ની શકુંતલા દેવીએ ગુજરાત હાઈકોર્ટના શરણે ગયા હતા. અહીં તેમણે તપાસ ટ્રાન્સફર કરવા માટેની અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે પણ તેમની અરજીને ધ્યાનમાં રાખીને આ સમગ્ર કેસની તપાસ CBIને સોંપી હતી. ત્યારબાદ CBIએ 8 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. સાથે જ કોર્ટે (Ahmedabad Special CBI Court) મૃતક ગિરજા રાવતના પત્ની શકુંતલા દેવીને વળતર ચૂકવવા માટે ડિસ્ટ્રિક્ટ લિગલ સર્વિસ ઑથોરિટી (DLSA)ને આદેશ આપ્યો છે.

Last Updated :May 13, 2022, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.