ETV Bharat / city

અમદાવાદ પર રાજકીય રંગ! શહેરમાં જ્યાં નજર પડે ત્યાં ચિત્રો જ ચિત્રો

author img

By

Published : Jul 21, 2022, 7:09 PM IST

અમદાવાદ શહેરને સ્માર્ટ(Ahmedabad Smart City) સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. દેશનું પ્રથમ હેરિટેજ(Country first heritage City) શહેર છે. પરંતુ હાલમાં હેરિટેજ સીટી નહીં પરંતુ રાજકીય પાર્ટીના ચિત્રોનું શહેર બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

સ્માર્ટ સિટી અમદાવાદ જ્યાં નજર પડે ત્યાં રાજકીય ચિત્રો સાથે કેવું લાગે છે?
સ્માર્ટ સિટી અમદાવાદ જ્યાં નજર પડે ત્યાં રાજકીય ચિત્રો સાથે કેવું લાગે છે?

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષે ડીસેમ્બરમાં યોજાવા જઇ રહી છે. આ વખતનો ચૂંટણી જંગ ત્રિપાંખિયો થશે. આમ આદમી પાર્ટીએ 182 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગી ખેલાશે. આ દરેક રાજકીય પાર્ટીએ તૈયારી શરૂ દીધી છે. રાજકીય પક્ષો અમદાવાદ શહેરના જાહેર રસ્તા(Public roads of Ahmedabad city) કે દીવાલો પર હેરિટેજના ચિત્રો નહીં, પરંતુ રાજકીય પાર્ટીના ચિહ્નોની જાહેરાતથી ચિતરામણથી ઢંકાઈ ગયું છે. માત્ર અમદાવાદ જ નહીં પણ ગુજરાતના મોટાભાગના શહેરની આવી જ હાલત જોવા મળી રહી છે.

અમદાવાદ શહેરના જાહેર રસ્તા કે દીવાલો પર હેરિટેજના ચિત્રો નહીં પરંતુ રાજકીય પાર્ટીના ચિહ્નનોની જાહેરાતથી ચિતરામણથી ઢંકાઈ ગયું છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં રચાયો ઈતિહાસ, યુવાનોએ સંભાળી ગૃહની કાર્યવાહી

જ્યા નજર પડે ત્યાં રાજકીય ચિત્રો - અમદાવાદ શહેરમાં જાહેર ઇમારતની દીવાલ, ખાનગી દીવાલ, મેટ્રો સ્ટેશનના પિલર, ઓવરબ્રિજની દીવાલ, અંડરબ્રિજ દીવાલ પર કમળ, પંજો કે ઝાડુ દોરેલા જોવા મળી આવે છે. માત્ર અમદાવાદ જ નહીં રાજ્યના અનેક શહેરમાં આ પ્રકારની હાલત જોવા મળી આવે છે. આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને અનુલક્ષીને તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ આ જાહેર મિલકત પર આ ચિતરામણ કરવું કેટલું યોગ્ય એ સૌથી મોટો સવાલ છે.

દરેક રાજકીય પાર્ટીએ તૈયારી શરૂ દીધી છે.
દરેક રાજકીય પાર્ટીએ તૈયારી શરૂ દીધી છે.

આ પણ વાંચો: કેજરીવાલે મોટી જાહેરાત કરતા એવું કેમ કહ્યું - તમે માત્ર કેરી ખાઓ

શુ કોઈ કાર્યવાહી કરવામાં આવશે? - શહેરની જાહેર મિલકત પર જ્યારે કોઈ ખાનગી કંપની કોઈપણ પ્રકારની મંજૂરી વિના જાહેરાત બોર્ડ(Advertising board without approval) લગાવે છે, ત્યારે નગરપાલિકા કે મહાનગરપાલિકા દ્વારા તેમના પર કાર્યવાહી કરવામાં આવે છે. તેમને દંડ પણ ફટકારવામાં આવે છે તો સવાલ એ છે કે આ રાજકીય પાર્ટી પર કેમ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, આવો સવાલ દરેક ગુજરાતીને થતો હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.