ETV Bharat / city

મનપાએ નવા 9 વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ યાદીમાં શામેલ કર્યા

author img

By

Published : Apr 24, 2021, 8:58 PM IST

Updated : Apr 24, 2021, 9:22 PM IST

અમદાવાદમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટની યાદી ઘટીને હવે 388 થઇ છે. છેલ્લા કેટલાક સમયથી આ યાદી સતત વધી રહી હતી. આજે મનપા એ જે નવી યાદી બહાર પાડી છે તેમાં પણ 9 વિસ્તારોને શામેલ કરવામાં આવ્યા છે. જે છેલ્લા કેટલાક સમયથી આવતી યાદીના આંકડાની સરખામણીએ ઓછા છે. આમ આ આંકડા અમદાવાદીઓ માટે સારા કહી શકાય.

માઈક્રો કન્ટેન્ટમેન્ટ
માઈક્રો કન્ટેન્ટમેન્ટ

  • મનપાની માઈક્રો કન્ટેન્ટમેન્ટની યાદીમાં ઘટાડો
  • નવા 9 વિસ્તારોને યાદીમાં શામેલ કરવામાં આવ્યા
  • જુના 28 વિસ્તારોને યાદીમાંથી બહાર કાઢવામાં આવ્યા

અમદાવાદ: જિલ્લાની મનપાએ જાહેર કરેલી યાદીમાં 28 વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટની યાદીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ યાદીમાંથી સૌથી વધુ બોપલની હોલ સોસાયટીના 300 ઘરોને માઈક્રો કન્ટેન્ટમેન્ટની યાદીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ 300 ઘરો મળીને 1,400 લોકોને કન્ટેન્ટમેન્ટ કરવામાં આવ્યા હતા. આમ ઉતર-પશ્ચિમ ઝોનમાંથી 9 અને પશ્ચિમ ઝોનમાંથી 6 વિસ્તારોને આ યાદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

આ પણ વાંચો: નર્મદાના રાજપીપળામાં મુખ્ય રસ્તો કન્ટેન્ટઝોનમાં બ્લોક થતા સ્થાનિકોને હાલાકી

નવી જાહેર કરાયેલી યાદીમાં 28 વિસ્તારો યાદીમાંથી બહાર

મનપાએ નવી યાદીમાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં 2, ઉતર-પશ્ચિમ વિસ્તારોમાં 3, દક્ષિણ, મધ્ય, પશ્ચિમ વિસ્તારમાં એક-એક વિસ્તાર આ યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે. જયારે ઉતર વિસ્તારમાં એક પણ વિસ્તારને યાદીમાં શામેલ કરવામાં આવ્યા નથી.

આ પણ વાંચો: અમદાવાદીઓ માટે સારા સમાચાર, શહેરમાં નવા એકપણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નહીં

  • ડિસેમ્બર 2020માં વધતા જતા કોરોનાના કેસની વચ્ચે અમદાવાદમાં પહેલી વખત એકપણ વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની શ્રેણીમાં મૂકવામાં આવ્યા નથી. રાજ્યમાં દિવાળી પછી કોરોનાને લઇને પરિસ્થિતિ બગડી હતી. ખાનગી અને સિવિલ હોસ્પિટલોમાં ખાલી બેડ 3 થી 11 ટકા વચ્ચે જ હતા પરંતુ હવે પરિસ્થિતિ સુધરતા બેડની સંખ્યામાં પણ વધારો થયો છે.
Last Updated : Apr 24, 2021, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.