ETV Bharat / city

આ એરિયામાં છે મેટ્રોની ટનલ, કયા ક્યા સ્ટેશન આવશે તે જાણો

author img

By

Published : Sep 30, 2022, 9:29 PM IST

આ એરિયામાં છે મેટ્રોની ટનલ, કયા ક્યા સ્ટેશન આવશે તે જાણો
આ એરિયામાં છે મેટ્રોની ટનલ, કયા ક્યા સ્ટેશન આવશે તે જાણો

પીએમ મોદી દ્વારા અમદાવાદમાં મેટ્રો ટ્રેન ( Ahmedabad Metro ) ની ફેઝ વનની કામગીરી પૂર્ણ (Vastral to Thalatej Phase One Completed ) થતા લીલીઝંડી આપવામાં આવી છે. એપીએમસીથી મોટેરા અને વસ્ત્રાલથી થલતેજ સુધી મેટ્રો ટ્રેન ( Vastral to Thalatej Phase One Completed ) રુટમાં વચ્ચે શાહપુરથી શરુ થઇ કાંકરિયા પૂર્વ સુધીમાં કુલ 6.6 કિલોમીટર ટનલ ( Ahmedabad Metro Tunnel ) છે જેમાં 4 સ્ટેશન આવે છે.

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જ્યારે આ બીજા દિવસે અમદાવાદ અને શહેરીજનોને નવરાત્રીની ભેટ આપી છે. દેશની પ્રથમ સ્વદેશી ટ્રેન વંદે ભારતને ગાંધીનગરથી મુંબઈ સુધી ટ્રેનને ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી લીલીઝડી પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે મેટ્રોને કાલુપુર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું હતું. મેટ્રો રુટ ( Ahmedabad Metro ) માં શાહપુરથી શરુ થઇ કાંકરિયા પૂર્વ સુધીમા્ં કુલ 6.6 કિલોમીટર ટનલ ( Ahmedabad Metro Tunnel )છે જેમાં 4 સ્ટેશન આવે છે.

અમદાવાદ મેટ્રોમાં કુલ 17 સ્ટેશન

થલતેજથી વસ્ત્રાલ 32 કિમિ રૂટ અમદાવાદમાં મેટ્રોનો સૌથી લાંબો રૂટ થલતેજથી વસ્ત્રાલ ( Vastral to Thalatej Phase One Completed ) સુધીનો 32 કિ.મી લાંબો રૂપ છે જેની અંદર 6.6 કિલોમીટર અન્ડર ગ્રાઉન્ડમાં ચાર સ્ટેશન બનાવવામાં આવ્યા છે. જેમાં કુલ 17 સ્ટેશન આવેલા છે જેમાં ટનલની અંદર અંડર સ્ટેશનની વાત કરવામાં આવે તો કાલુપુર, શાહપુર, ઘીકાટા જેવા સ્ટેશનમાં બનાવવામાં આવ્યા છે. થલતેજથી વસ્ત્રાલ સુધીના સ્ટેશનની વાત કરવામાં આવે તો થલતેજ, દુરદર્શન કેન્દ્ર, ગુરુકુળ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, સ્ટેડિયમ ,જૂની હાઇકોર્ટ, શાહપુર, ઘીકાટા ,કાલુપુર રેલ્વે સ્ટેશન,કાંકરિયા પૂર્વ,એપરલ પાર્ક, અમરાઈવાડી,રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોસ રોડ અને વસ્ત્રાલ ગામ આમ કુલ 17 સ્ટેશન આવેલા છે.

APMC થી મોટેરા 17 કિમિ રૂટ અમદાવાદની ઉત્તરથી દક્ષિણમાં જોડતા એપીએમસી થી મોટેરા સુધી 17 કિલો કિ.મી રૂટ તૈયાર કરવામાં આવે છે જેમાં 15 જેટલા સ્ટેશન બનાવવામાં આવ્યા છે. મેટ્રો સ્ટેશનની વાત કરવામાં આવે તો જીવરાજ પાર્ક, રાજીવનગરઝ શ્રેયસ, પાલડી,ગાંધીગ્રામ, જૂની હાઇકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, સાબરમતી રેલવે સ્ટેશન અને મોટેરા આટલા સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે.

વધુમાં વધુ 25 રૂપિયા ટીકીટ ટિકિટની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછું 5 રૂપિયા અને વધુમાં વધુ 25 રૂપિયા ટિકિટ દર રાખવામાં આવે છે જેમાં પ્રથમ 2.5 કિમી 5 રૂપિયા, 2.5 કિમી થી 7.5 કિમી સુધી 10 રૂપિયા, 12.5 કિમી થી 17.5 કિમી 20 રૂપિયા, 17.5 કિમી થી 22.5 કિમી સુધી 25 રૂપિયા ટિકિટ દર રાખવામાં આવે છે. દિવ્યાંગો માટે રેમ્પ અને વિલચેરની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. ઓછી ઊંચાઈવાળા લોકો માટે ટિકિટ કાઉન્ટર લીફ્ટમાં બ્રેલ કોલ બટન અને હેન્ડલ તેમજ રેસ્ટરૂમની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

દર 30 મિનિટ મળશે મેટ્રો મેટ્રોની મુસાફરી કરવા માટે સમયની વાત કરવામાં આવે તો 30 મિનિટે મેટ્રો મળી રહેશે. એક સ્ટેશનથી બીજા સ્ટેશને જવા માટે માત્ર બે થી ત્રણ મિનિટનો સમયગાળો લાગે છે. દરેક મેટ્રોમાં ત્રણ કોચ હશે, એક કોચની અંદર અંદાજિત 300 જેટલા લોકો મુસાફરી કરી શકે છે. સાથે સાથે 40 થી 50 જેટલા લોકો એક કોચની અંદર ઉભા રહીને પણ મુસાફરી કરી શકે છે. સવારે પ્રથમ મેટ્રો ટ્રેન સવારે 9:00 વાગે પ્રથમ મેટ્રો ટ્રેન મળશે જ્યારે રાત્રે 8:00 વાગે અંતિમ મેટ્રો ટ્રેન મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.