ETV Bharat / city

Ahmedabad Jagannath Rathyatra: ભગવાન જગન્નાથજીએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો

author img

By

Published : Jul 13, 2021, 4:14 PM IST

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (144th Rathyatra of Lord Jagannathji) વિધિવત્ રીતે સંપન્ન થઈ છે. અષાઢી બીજના દિવસે ભગવાન પહેલી વખત ભક્તો વગર નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારબાદ ભગવાન રાતવાસો નીજ મંદિરે રથમાં જ કરતા હોય છે. તો અષાઢી ત્રીજના દિવસે ભગવાનની નજર ઉતારી તેમનું ગર્ભગૃહમાં ફરી સ્થાપન કરવામાં આવે છે. ત્યારે આજે આ સમગ્ર વિધિમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા (State Home Minister Pradipsinh Jadeja) પણ ઉપસ્થિત રહ્યા હતા.

Ahmedabad Jagannath Rathyatra: ભગવાન જગન્નાથજીએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો
Ahmedabad Jagannath Rathyatra: ભગવાન જગન્નાથજીએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો

  • ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (144th Rathyatra of Lord Jagannathji) વિધિવત રીતે સંપન્ન
  • આજે ભગવાનની નજર ઉતારી તેમનું ગર્ભગૃહમાં પુનઃસ્થાપન કરાયું
  • ભગવાન બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્ર સાથે કરશે ગર્ભગૃહમાં પ્રવેશ
  • ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલા ભગવાનની નજર ઉતારવાની વિધિ કરાઈ
  • આજે સમગ્ર વિધિ દરમિયાન ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત

અમદાવાદઃ શહેરમાં સોમવારે એટલે કે અષાઢી બીજના દિવસે શાંતિપૂર્ણ રીતે અને ભક્તોની ગેરહાજરીમાં ભગવાન જગન્નાથજીની 144મી ઐતિહાસિક રથયાત્રા (144th Rathyatra of Lord Jagannathji) યોજાઈ હતી. ત્યારે આજે અષાઢી ત્રીજના દિવસે રથયાત્રા વિધિવત રીતે સંપન્ન થઈ છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યા બાદ રાતવાસો નીજ મંદિરે રથમાં જ કરતા હોય છે ત્યારે અષાઢી ત્રીજે ભગવાનની નજર ઉતારી તેમનું ગર્ભગૃહમાં પુનઃ સ્થાપન કરવામાં આવે છે. આજે આ વિધિ પૂર્ણ થઈ છે, જેમાં ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા વિધિવત રીતે સંપન્ન

આ પણ વાંચો- ભગવાન જગન્નાથની 144મી રથયાત્રામાં પરંપરાગત મામેરું ભરાયું

ગર્ભગૃહમાં પ્રવેશ્યા બાદ ભગવાન જગન્નાથની મહાઆરતી કરાઈ

જગતના નાથ એવા ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (144th Rathyatra of Lord Jagannathji) કોરોનાના નિયમો આધીન અષાઢી બીજને દિવસે યોજાઈ હતી. આ વખતે ઈતિહાસમાં પહેલી વખત માત્ર 4 કલાકમાં જ રથયાત્રા નીજ મંદિરે પરત ફરી હતી. તો બીજા દિવસે ભગવાન જગન્નાથજી, સુભદ્રા, તેમ જ બલભદ્રની નજર ઉતારી ગર્ભગૃહમાં પ્રવેશ કરવામાં આવે છે ત્યારે ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા ત્રણેય રથમાં બિરાજમાન ભગવાનની નજર ઉતારવાની અને આરતી ઉતારવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જ્યારે પરંપરાગત રીતે વૈદિક સૂત્રો મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવી હતી.
આ પણ વાંચો- Ahmedabad Jagannath Rathyatra : ફક્ત 3:30 કલાકમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન

શહેરીજનોમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના જોવા મળીઃ મહંત દિલીપદાસજી

ભગવાન જગન્નાથ એક વર્ષ માટે ગર્ભગૃહમાં રહેશે. આ અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી (Mahant Dilipdasji of Jagannath Temple)એ જણાવ્યું કે, આ વખતની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ એ માટે હું ભક્તો અને પોલીસનો આભાર માનું છું. તેમ જ વસુધૈવ કુટુંબકમની ભાવના નગરજનોની જોવા મળી હતી. જ્યારે શાંતિપૂર્ણ રીતે ભગવાનની તમામ પરંપરાગત વિધિ પૂર્ણ થતાં રાહતનો શ્વાસ લીધો હતો.

જય જગન્નાથના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું
ભગવાન જગન્નાથજીની ગર્ભગૃહ પૂજામાં જય જગન્નાથના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું. એક અલગ જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ત્યારે રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા રથયાત્રાની સમગ્ર તૈયારીઓથી લઈને ગર્ભગૃહ સુધીની પૂજા અર્ચનાવિધિઓ સુધી સતત ધ્યાન રાખવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.