ETV Bharat / city

Ahmedabad Jagannath Rathyatra : ફક્ત 3:30 કલાકમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન

author img

By

Published : Jul 12, 2021, 1:18 PM IST

જગન્નાથ રથયાત્રા
જગન્નાથ રથયાત્રા

આજે અષાઢી બીજ નિમિત્તે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની (Ahmedabad Jagannath Rathyatra) 144મી રથયાત્રા યોજાઈ હતી. કોરોનાને કારણે ભારે અસમંજસ બાદ આ વર્ષે રથયાત્રાને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે શહેરભરમાં કરફ્યૂ અને ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે જગતના નાથ નગરચર્યાએ નિકળ્યા હતા. સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરવામાં આવી હતી. જ્યારબાદ સવારે 7 કલાકે મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પહિન્દવિધિ કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

  • અમદાવાદની ઐતિહાસિક 144 મી રથયાત્રા
  • 3:30 કલાકમાં રથયાત્રા પૂર્ણ
  • 23 હજાર પોલીસ બંદોબસ્તમાં ત્વરિત ગતિએ રથયાત્રા પૂર્ણ


અમદાવાદ : શહેરમાં જગન્નાથ મંદિરની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા (Rathyatra)આ વર્ષે ઐતિહાસિક બની રહી છે. જોકે 144 મી રથયાત્રા વર્ષમાં પ્રથમ વખત કરફ્યૂ વચ્ચે નીકળી છે. આ પહેલા રથયાત્રાના કારણે કરફ્યૂ પડ્યો હોય તેવું સાંભળવા મળ્યું હતું.કોરોનાને કારણે એક વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી. ત્યારે લોકોમાં કોરોના અંગે જાગૃતિ પ્રસરે તે માટે રથ પર માસ્ક બાંધવામાં આવ્યો હતો.


સૌથી ટૂંકી રથયાત્રા

આ રથયાત્રામાં 23 હજાર પોલીસ જવાનો અને મંદિર તંત્ર સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પોલીસ જવાનોએ રથની ફરતે થ્રિ લેયર સુરક્ષા રાખી હતી. સવારે 7:15 કલાકે મંદિરની બહાર નીકળેલા રથ 10:50 કલાકે નિજ મંદિર પરત ફર્યા હતા.કેન્દ્ર તથા રાજ્યના ગૃહ મંત્રાલયના નજર હેઠળ આ રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી.રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા રથયાત્રાની શરૂઆતથી અંત સુધી રથયાત્રાની સાથે જ ઉપસ્થિત હતા. ગૃહરાજ્ય પ્રધાન, મંદિરના મહંત દિલીપદાસજી અને શહેર પોલીસ કમિશ્નરે પ્રજાને સાથ સહકાર આપવા આભાર માન્યો હતો.

આ પણ વાંચો : Exclusive: કરફ્યૂ વચ્ચે રથયાત્રા પૂર્ણ, અમદાવાદ પોલીસ કમિશ્નરે જનતાનો આભાર માન્યો


એક પણ વ્યક્તિ રોડ પર જોવા મળ્યો ન હતો

રથયાત્રામાં લાખો લોકો અમદાવાદના દર્શન કરવા ઉમટી પડતા હોય છે. જોકે આ વખતે કરફ્યૂ વચ્ચે રથયાત્રા કાઢવામાં આવી હતી જેથી પોલીસ સિવાય એક પણ નાગરિક રસ્તા ઉપર જોવા મળ્યો ન હતો. આ ખરેખર એક અભૂતપૂર્વ ઘટના હતી.

આ પણ વાંચો : સૌ નગરજનો કોરોના ગાઈડલાઈન પાળે, ઘરે રહીને રથયાત્રા નિહાળે : પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદ પોલીસ કમિશ્નરે જનતાનો આભાર માન્યો હતો

અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે(Sanjay Shrivastava) ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી રથયાત્રા વહેલી પૂર્ણ કરવા બાબતે સરકાર અને અમદાવાદ પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આયોજન રૂપે આજે તમામ રથયાત્રાનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. જ્યારે આ બાબતે અમદાવાદના નગરજનોએ પૂર્ણ સહકાર પોલીસને આપ્યો હતો. તેમણે ETV Bharatના માધ્યમથી અમદાવાદીઓનો આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.