ETV Bharat / city

Ahmedabad Gheekanta Court: ઘી કાંટા કોર્ટમાં ચોરીનો આરોપી પોલીસકર્મીને ધક્કો મારીને ફરાર

author img

By

Published : Mar 25, 2022, 7:24 PM IST

અમદાવાદની ઘી કાંટા કોર્ટ (Ahmedabad Gheekanta Court)માં પોલીસના જાપ્તામાંથી ચોરીનો આરોપી ફરાર થઈ ગયો છે. 2 પોલીસકર્મીમાંથી એક પોલીસકર્મી જેલ વોરંટ લેવા માટે ગયો હતો તે તકનો લાભ લઈને આરોપી પોલીસકર્મીને ધક્કો મારીને ફરાર થઈ ગયો હતો.

Ahmedabad Gheekanta Court: ઘી કાંટા કોર્ટમાં ચોરીનો આરોપી પોલીસકર્મીને ધક્કો મારીને ફરાર
Ahmedabad Gheekanta Court: ઘી કાંટા કોર્ટમાં ચોરીનો આરોપી પોલીસકર્મીને ધક્કો મારીને ફરાર

અમદાવાદ: નારોલ પોલીસ (Narol Police Ahmedabad)ની કસ્ટડીમાંથી ફરાર થયેલો આરોપી હજૂ હાલ ઝડપાયો છે, તેવામાં ઘી કાંટા કોર્ટ (Ahmedabad Gheekanta Court)માં પોલીસનાં જાપ્તામાંથી ચોરીનો આરોપી ફરાર થયો હોવાની ઘટના (Theft In Ahmedabad) બની છે. પોલીસકર્મીને ધક્કો મારીને આરોપી ફરાર થઈ જતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તસવીરમાં દેખાતા આ આરોપીનું નામ છે હરીશ પરમાર છે. આ આરોપીની સાથે ચિરાગ સોની અમદાવાદના (Crime In Ahmedabad) નરોડા, કૃષ્ણનગર અને રામોલ સહિતનાં પોલીસ સ્ટેશનમાં ચોરીનાં ગુનામાં સામેલ હતો અને જેલમાં બંધ હતો.

પોલીસનાં જાપ્તામાંથી ચોરીનો આરોપી ફરાર થયો.

આ પણ વાંચો: Crime In Ahmedabad: નિકોલમાં સગીરા સાથે અપહરણ બાદ દુષ્કર્મ, માથાભારે આરોપી સામે ફરિયાદ

એક પોલીસકર્મી જેલ વોરંટ લેવા ગયો હતો એ તકનો લાભ લીધો- કૃષ્ણનગર પોલીસ સ્ટેશન (krishnanagar police station)માં નોંધાયેલી ચોરીની ફરિયાદ (Complaints of theft In Ahmedabad)મામલે તેની કૃષ્ણનગર પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. 2 પોલીસકર્મીમાંથી એક પોલીસકર્મી જેલ વોરંટ લેવા માટે ગયા હતા તે તકનો લાભ લઈને હરીશ પરમાર પોલીસકર્મીને ધક્કો મારીને ફરાર થઈ ગયો હતો. મહત્વનું છે કે, આરોપી ફરાર થતા પોલીસે આ મામલે આસપાસ તેની શોધખોળ કરી હતી.

આ પણ વાંચો: Online Fraud Ahmedabad: ઓનલાઇન છેતરપિંડી કરનારાં 2 આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયાં

CCTV ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી- આરોપી મળી ન આવતા આ મામલે કારંજ પોલીસ સ્ટેશન (karanj police station)માં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ તો પોલીસે આ મામલે આરોપીને પકડવા માટે આસપાસના CCTV ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે. તેવામાં આરોપી ખરેખર ફરાર થયો છે કે તેના ફરાર થવામાં કોઈ પોલીસકર્મીની સંડોવણી છે તે દિશામાં કારંજ પોલીસે તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.