ETV Bharat / city

અમિત શાહનો આ રીતનો ફોટો શેર કરનાર ફિલ્મનિર્માતાની ફરી થશે ધરપકડ!

author img

By

Published : Jul 9, 2022, 1:16 PM IST

Updated : Jul 9, 2022, 1:58 PM IST

ફિલ્મનિર્માતા અવિનાશ દાસની ધરપકડ કરવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ થયું મુંબઈ રવાના
ફિલ્મનિર્માતા અવિનાશ દાસની ધરપકડ કરવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ થયું મુંબઈ રવાના

વિવાદાસ્પદ મુંબઈના ફિલ્મનિર્માતા અવિનાશ દાસની ધરપકડ કરવા (Avinash Das Social Media Post) માટે થઈ આજે વહેલી સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટિમ મુંબઈ રવાના થઈ છે. સૂત્રો તરફથી (Pooja singhal money laundering) મળતી માહિતી પ્રમાણે અવિનાશ દાસની કોઈપણ સમયે મુંબઈથી ધરપકડ કરવામાં (Avinash Das can be arrested from Mumbai) આવી શકે છે.

અમદાવાદ: પ્રખ્યાત ફિલ્મનિર્માતા અવિનાશ દાસ વિરુદ્ધ ગત મે મહિનામાં અમદાવાદ ખાતે એક કેસ નોંધાયો હતો, જેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની એક ટીમ તેમની ધરપકડ કરવા મુંબઈ જવા માટે રવાના થઈ છે. આ કેસમાં અવિનાશ દાસ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપમાં પકડાયેલ ઝારખંડ કેડરના IAS અધિકારી પૂજા સિંઘલની ગૃહપ્રધાન અમિત શાહ સાથેની જૂની તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગૃહપ્રધાનની છબી ખરડવાનો આરોપ લાગ્યો (Avinash das amit shah post) હતો.

રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ: આ અગાઉ પણ દાસ ઉપર રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પણ દાખલ થયેલો હતો, જે આજે પણ કેસ તેમના પર ચાલી રહ્યો છે. તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટ પર તિરંગો પહેરેલી એક મહિલાની તસ્વીર પોસ્ટ કરી હતી. આ આરોપો હેઠળ વધુમાં વધુ ત્રણ વર્ષ જેલની સજા થઈ શકે છે. અવિનાશ દાસ વિરુદ્ધ આ કેસ 14 મેના રોજ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાસ વિરુદ્ધ IPCની કલમ 469 અને IT એક્ટની કલમ 67 સાથે રાષ્ટ્રીય પ્રતીકોના સન્માન સબંધિત કલમ હેઠળ કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: Khavda Solar wind park : આ પાર્ક માટે નક્કી થઇ વીજ ક્ષમતા, DPR તૈયાર

ગુજરાત હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી: કેસ દાખલ થયા બાદ અવિનાશ દાસે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે (controversial filmmaker Avinash Das) અરજી દાખલ કરી હતી. જોકે કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી, જે બાદ તેમને ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ ગુજરાત હાઇકોર્ટે (Avinash Das can be arrested from Mumbai) પણ અવિનાશ દાસની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. તે સમયે અરજી ફગાવતા ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, અવિનાશ દાસે રાષ્ટ્રીય સન્માન અધિનિયમના પ્રાવધાનોનું ઉલ્લંઘન કરતા એક તસ્વીર પ્રસારિત કરી હતી, જેમાં એક વ્યક્તિને તિરંગાથી બનાવવામાં આવેલ કપડાંમાં દર્શાવવામાં આવ્યો હતો. ખંડપીઠે કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે અરજદારે રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કર્યું છે અને જેથી કોર્ટ રાહત આપવામાં સતર્કતા દાખવશે.

આ પણ વાંચો: Voter Aadhar number link : 4 સપ્ટેમ્બર 2022 કેલેન્ડરમાં નોંધી લો આ તારીખ, શરુ થશે ઝૂંબેશ

રાષ્ટ્રીય ધ્વજનું અપમાન એ ભૂલ ન હોઈ શકે: તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે સમયે અવિનાશ દાસે કોર્ટને કહ્યું હતું કે, તેઓ તેમની ભૂલ માટે બિનશરતી માફી માંગવા માટે તૈયાર છે અને કહ્યું હતું કે, તેમની સોશિયલ મીડિયા પોસ્ટ માત્ર એક ભૂલ હતી અને તેમનો ઈરાદો અપમાન કરવાનો ન હતો. જોકે કોર્ટે નોંધ્યું હતું કે, રાષ્ટ્રીય ધ્વજનું અપમાન એ ભૂલ ન હોઈ શકે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ સિવાય બોમ્બે હાઇકોર્ટ પણ અવિનાશ દાસના ટ્રાન્ઝિસ્ટ બેલ રદ કરી દીધા હતા. જો કે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની એક ટિમ મુંબઈ જવા રવાના થઈ છે, જેથી હવે દાસની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

Last Updated :Jul 9, 2022, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.