ETV Bharat / city

અમદાવાદમાં કોરોના વોરિયર્સ આવ્યા ડૉક્ટર્સની મદદે

author img

By

Published : Apr 24, 2020, 4:44 PM IST

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ કાળો કહેર મચાવ્યો છે, ત્યારે કોરોનાની બીમારીથી જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહેલા દર્દીઓની સારવાર માટે સતત પોતાના જીવના જોખમની પરવાહ કર્યા વગર ડોક્ટર તેમજ પેરામેડિકલ સ્ટાફ દિવસ-રાત એક કરી વધુમાં વધુ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ઝઝૂમી રહ્યા છે. મુસીબતની આવી ઘડીમાં અનેક સામાજિક સંસ્થાઓ તેમજ એનજીઓ અને જાહેર જનતા દ્વારા મદદનો પ્રવાહ પણ અવિરત પણે મળી રહ્યો છે.

અમદાવાદ કોરોના વોરિયર્સ આવ્યું ડૉક્ટર્સની મદદે
અમદાવાદ કોરોના વોરિયર્સ આવ્યું ડૉક્ટર્સની મદદે

અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ કાળો કહેર મચાવ્યો છે, ત્યારે કોરોનાની બીમારીથી જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહેલા દર્દીઓની સારવાર માટે સતત પોતાના જીવના જોખમની પરવાહ કર્યા વગર ડોક્ટર તેમજ પેરામેડિકલ સ્ટાફ દિવસ-રાત એક કરી વધુમાં વધુ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ઝઝૂમી રહ્યા છે. મુસીબતની આવી ઘડીમાં અનેક સામાજિક સંસ્થાઓ તેમજ એનજીઓ અને જાહેર જનતા દ્વારા મદદનો પ્રવાહ પણ અવિરત પણે મળી રહ્યો છે.

અમદાવાદ કોરોના વોરિયર્સ આવ્યું ડૉક્ટર્સની મદદે
અમદાવાદ કોરોના વોરિયર્સ આવ્યું ડૉક્ટર્સની મદદે

અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા 10 હજાર N95 માસ્ક અને 500 PPE કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોનાના હાહાકારમાં ડોકટર્સ મધદરિયે હોય તેવી હાલત હતી. અપૂરતા N95 માસ્ક અને PPE કિટના અભાવના અનેક પ્રશ્નો બાદ પણ આપણા કોરોના વોરિયર્સ ડોકટર્સ દિવસ રાત કામ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા શહેરની અસારવા સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ અને વીએસ હોસ્પિટલ સહિત જીસીએસ હોસ્પિટલમાં ડૉક્ટર્સની સાથે ખભેથી ખભો મિલાવી કોરોના સામેની લડતમાં મેડિકલ એસોસિએશન દ્વારા 10,000 N95 માસ્ક અને PPE કિટનું વિતરણ કરી અનોખી સેવા કરી છે. આજે ખરા અર્થે ડોકોટર્સની મદદે મેડિકલ એસોસિએશન મદદ કરી સમાજ માટે ઉમદા કામગીરી કરી છે.

અમદાવાદ કોરોના વોરિયર્સ આવ્યું ડૉક્ટર્સની મદદે
અમદાવાદ કોરોના વોરિયર્સ આવ્યું ડૉક્ટર્સની મદદે

હાલમાં જે કોરોના દર્દીઓની સારવાર કરતા ડોક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ માટે પણ માસ્ક તેમજ PPE કીટ દ્વારા કરવામાં આવતી સેફટી ખૂબ જ જરૂરી છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા લેવામાં આવેલા માસ્ક તેમજ PPE કીટ વિતરણ કરવામાં આવ્યું, તે ખુબ જ સરાહનીય નિર્ણય ગણવામાં આવે છે. કારણકે કોરોના પેશન્ટ દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર અને મેડિકલ સ્ટાફની safety ખૂબ જ મહત્વની બાબત ગણી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.