ETV Bharat / city

હાર્દિક પટેલે કોંગ્રેસેની પોલ ખોલી, જીગ્નેશ મેવાણીએ શું આપ્યો જડબાતોડ જવાબ

author img

By

Published : May 20, 2022, 9:12 PM IST

હાર્દિક પટેલે કોંગ્રેસેની પોલ ખોલી, જીગ્નેશ મેવાણીએ શું આપ્યો જડબાતોડ જવાબ
હાર્દિક પટેલે કોંગ્રેસેની પોલ ખોલી, જીગ્નેશ મેવાણીએ શું આપ્યો જડબાતોડ જવાબ

હાર્દિક પટેલે કૉંગ્રેસ પક્ષમાં પોતાની નારાજગી બાદ પક્ષ રાજીનામું આપ્યું બાદ કૉંગ્રેસ પર પ્રહારો(Hardik Patel Statements about Congress) કર્યા હતા. જેના પર આજે(શુક્રવારે) જીગ્નેશ મેવાણીએ જડબાતોડ જવાબો(Jignesh Mevani Responses) આપ્યા હતા.

અમદાવાદ: હાર્દિક પટેલે કૉંગ્રેસ છોડ્યા બાદ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં પોતાને મળેલા પદને શોભાના ગાંઠિયા તેમજ રાહુલ ગાંધી ગુજરાતમાં આવે ત્યારે નેતા ચિકન અને સેન્ડવીચમાં વ્યસ્ત હોય તેવા આરોપોના આજે(શુક્રવારે) જવાબ આપ્યાં હતાં. આવો જાણીએ હાર્દિક પટેલના નિવેદન પર જીગ્નેશ મેવાણીએ જડબાતોડ જવાબો(Jignesh Mevani Responses) શું જવાબ આપ્યા છે.

હાર્દિક પટેલના નિવેદન પર જીગ્નેશ મેવાણીનો જવાબ - જીગ્નેશ મેવાણીએ હાર્દિક પટેલ રાજીનામું(Resigned from the Congress party) આપ્યા બાદ જે આરોપ મૂક્યા હતા. તેનો જવાબ(Hardik Patel Versus Jignesh Mevani) આપતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરમાં હાર્દિક પટેલને મોટું પદ(Gujarat Politics) આપવામાં આવ્યું હતું. તેને ચૂંટણી સ્ટાર(Election star of Gujarat) પ્રચાર તરીકે મોકલવામાં આવતો હતો. તે ચૂંટણી પ્રચાર માટે હેલિકોપ્ટર(Election campaign by helicopter) આપવામાં આવતું હતું. આટલું માન સન્માન અન્ય કોઈ યુવા નેતાને નહી મળ્યું હોય, જેટલું હાર્દિકને મળ્યું હતું.

આ પણ વાંચો: હાર્દિક પટેલ વર્સિસ નરેશ પટેલ : રાજકીય અને સામાજિક રીતે આ બેમાંથી કોનું વજન વધારે?

હાર્દિક પટેલના રાહુલ ગાંધીના ભોજન પર કરેલા પ્રહારના જવાબ આપતા જણાવ્યું હતું કે આ એ કૉંગ્રેસ પાર્ટી છે.જેને અંગ્રેજોની ગુલામીના સમયમાં ભારત છોડોનું નારા આપ્યો હતો અને રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને પોતાની સૌથી નજીક હતા. સૌથી વધુ પ્રેમ હાર્દિક આપવામાં આવ્યો છે. તેમ છતાં આવો ગંભીર આરોપ મૂકવામાં આવે તે ખોટું છે. રાહુલ ગાંધીજીએ તેને નાની ઉમરમાં મોટું પદ આપ્યું છે. હવે તે વ્યક્તિ ગાળો આપવી તે ખોટું છે.

આ પણ વાંચો: હાર્દિકનું 'નારાજીનામું' : કહ્યું - "દિલ્હીના નેતાઓને ચિકન સેન્ડવીચની પડી હોય છે"

કોંગ્રેસ પાર્ટીમાં દરેક જાતિને સાથે રાખવામાં આવે છે. દરેક જાતિના પ્રશ્નો અને તેમની સમસ્યા નિરાકરણ માટે લડવામાં આવે છે. જ્યારે ભાજપ સરકારે મારા ગુજરાત(Gujarat Assembly Election 2022) અને આસામમાં જે ખોટા આરોપ મૂકી જેલમાં ઘકેલાવામાં આવ્યો ત્યારે કૉંગ્રેસના નેતા અડધી રાતે મારા સમર્થનમાં આવ્યા હતા. ગુજરાતમાં અને આસામમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ઉના કાંડ હોય કે અન્ય સમાજના પ્રશ્નો લઈને કૉંગ્રેસ પક્ષ હંમેશા આગળ આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.