અમદાવાદ: શહેરના એક વિસ્તારમાં રહેતી મહિલાએ સાયબર ક્રાઇમમાં (Cyber Crime Ahmedabad) ફરિયાદ આપી હતી. ઇન્સ્ટાગ્રામ પર એક શખ્સે ફેક એકાઉન્ટ બનાવી તેની રિક્વેસ્ટ મોકલી તેને જ મેસેજ કરી તેમની સાથે મિત્રતા કેળવી હતી. મિત્રતાના બહાને મહિલાના ન્યૂડ ફોટો મેળવી વાયરલ (nude photos viral on Instagram) કરવાની ધમકી આપતો હતો.
આ પણ વાંચો: જામનગરમાં ચાઈલ્ડ પોર્નગ્રાફીના ગુનામાં એક શખ્સની ધરપકડ
ઇન્સ્ટાગ્રામાં ફેક ID મારફતે મિત્રતા કેળવી
ફરિયાદના પગલે સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ એનાલિસિસ કરતા આ યુવક ઉંઝાનો બિપીનચંદ્ર મેવાડા (Cyber Crime Accused Ahmedabad) હોવાનું સામે આવ્યું હતું. તેની સાયબર ક્રાઇમ આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તેને આરોપીએ મહિલા સાથે ઇન્સ્ટાગ્રામાં ફેક ID મારફતે મિત્રતા કેળવી હતી અને ફરિયાદી મહિલાના ન્યૂડ ફોટો મેળવ્યા હતાં.
આ પણ વાંચો: ફેસબુકનો દુરપયોગ કરી સુરતના રત્નકલાકારને છેતરી લૂંટ્યો
24 વર્ષીય આરોપીની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
આરોપીએ આટલેથી ન અટકતા આ મહિલાના તેમજ અન્ય યુવતીના ન્યૂડ ફોટા મોકલવા દબાણ કરતો હતો અને જો મહિલા ફોટા નહિ મોકલે તો મહિલાના ન્યૂડ ફોટો તેને બનાવેલા અલગ-અલગ ફેક એકાઉન્ટ મારફતે વાયરલ કરવાની ધમકી આપતો હતો. જેને લઈને હાલ તો 24 વર્ષીય આરોપીની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.