Crime in suart: ફેસબુકનો દુરપયોગ કરી સુરતના રત્નકલાકારને છેતરી લૂંટ્યો

author img

By

Published : Jan 11, 2022, 8:30 PM IST

Crime in suart: ફેસબુકનો દુરપયોગ કરી સુરતના રત્નકલાકારને છેતરી લૂંટ્યો

સુરતમાં રત્નકલાકારને કોલબોય તરીકે નોકરી આપવાની લાલચ આપી હજારો રૂપિયા પડાવી લેવાની ઘટના (Crime in suart) સામે આવી છે. આ ઉપરાંત વધુ પૈસા પડાવા માટે તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં (Social media Marketing) વાયરલ કરવાની ધમકી અપાઇ હતી. આ ઘટનામાં સાયબર ક્રાઈમ બ્રાંચની (Surat Cyber Crime Branch) ટીમે તપાસ હાથ ઘરી હતી.

સુરત: સુરતમાં રહેતા રત્નકલાકારને નોકરીની જરૂરીયાત હોવાથી તે સોશિયલ મીડિયા (Social media Marketing) નોકરી શોધી રહ્યો હતો. આ દરમિયાન ફેસબુકના એક એકાઉન્ટમાં કોલ બોયની નોકરીની જાહેરાત જોતા તેમાં તેણે રસ દાખવ્યો હતો. આ રીતે તેની પાસેથી હજારો રૂપીયા પડાવ્યાં (Crime in suart) હતાં. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાંચે ( Surat Cyber Crime Branch) તપાસ આદરી છે.

Crime in suart: ફેસબુકનો દુરપયોગ કરી સુરતના રત્નકલાકારને છેતરી લૂંટ્યો

છેતરપીંડી કરી હજારો રૂપિયા પડાવ્યાં

સુરતમાં રહેતા રત્નકલાકારે સોશિયલ મીડિયામાં નોકરી વિશે સર્ચ કર્યું હતું. જેમાં ફેસબુકના એક એકાઉન્ટમાં કોલ બોય તરીકેની નોકરીની જાહેરાત હતી અને તેમાં કોલબોય તરીકે કામ કરવાથી પૈસા મળશે તેવી લોભામણી જાહેરાત મુકવામાં આવી હતી. રત્નકલાકારે તેમાં આપેલા નબર પર સંર્પક કરી ત્યારબાદ રજીસ્ટ્રેશન અને હોટેલ બુકિંગ સહીતના નામે 29 હજાર રૂપિયા પડાવ્યાં હતાં. આ ઉપરાંત છોકરીના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું.

રત્નકલાકારે નોંધાવી ફરિયાદ

આ ફેક એકાઉન્ટ દ્વારા રત્નકલાકાર પાસેથી નગ્ન ફોટા અને વિડીયો મંગાવામાં હતા. જેનો દુરપયોગ કરી તેની પાસેથી વધુ 20 હજાર રૂપિયાની માંગ કરાઈ હતી, પરંતુ રત્નકલાકાર પાસે રૂપિયાની સગવડ ન હોવાથી રૂપિયા આપ્યા ન હતા. જેથી પૈસા પડાવનારે રત્નકલાકારના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે રત્નકલાકારે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં (Surat Cyber Crime Police Station) ફરિયાદ નોંધાવી હતી. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ આદરી દેવાય છે.

પોલીસ તપાસમાં થયો ખુલાસો

આ ઘટના અંગે તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ પોલીસે ભાવનગરના પાદરી ગામેથી 25 વર્ષીય ભીમો રાજુ ભમરને ઝડપી પાડ્યો હતો અને પોલીસ તપાસમાં તે ખેતીકામ કરતો હોવાની વાત સામે આવી હતી. પોલીસે તેની પાસેથી 1 મોબાઈલ અને 29 હજારની રોકડ કબજે કરી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ACP યુવરાજ સિંહ ગોહિલે આપી જાણકારી

સાયબર ક્રાઈમ ACP યુવરાજ સિંહ ગોહિલે (Cyber Crime ACP Yuvraj Singh Gohil) જણાવ્યું હતું કે, આ પ્રકારની મોડેન્સ ઓપરેન્ડીમાં સામાન્ય રીતે ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવીને નોકરી કરવા અથવા કમાણીની લાલચ આપીને અલગ અલગ રજીસ્ટ્રેશન તથા અન્ય લાલચો આપીને પૈસા પડાવી લેવામાં આવતા હોય છે, ત્યારબાદ કોઈ આગળ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ પણ વાંચો:

અમદાવાદમાં લૂંટારૂઓ બન્યા બેફામ, આંગડિયા પેઢીના કર્મચારી પર થયું ફાયરિંગ

Valsad police raid: 31 ડિસેમ્બરની મહેફિલ માણતા મોટા ઘરના નબીરાઓ ઝડપાય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.