ETV Bharat / city

આરોપીએ મોંઘા ભાવે દારૂ વેચવા માટે કર્યું આ, પોલીસે ઝડપી પાડી આખી ફેકટરી

author img

By

Published : Jun 24, 2022, 9:10 PM IST

અમદાવાદમાં પોષ વિસ્તાર એવા સેટેલાઈટમાં(Duplicate alcohol in the satellite) PCBએ મોંઘીદાટ દારૂની બોટલમાં ભેળસેળ (Duplicate Liquor Factory in Satellite) કરી ઉંચા ભાવે દારૂ વેચનારની ધરપકડ કરી છે. પોલીસે તપાસ કરી તો આરોપી મોંઘીદાટ અને હાઇફાઈ બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભેળવી વેચાણ કરતો હતો.

આરોપીએ મોંઘા ભાવે દારૂ વેચવા માટે કર્યું આ, પોલીસે ઝડપી પાડી સેટેલાઇટમાં ડુપ્લીકેટ દારૂની ફેકટરી
આરોપીએ મોંઘા ભાવે દારૂ વેચવા માટે કર્યું આ, પોલીસે ઝડપી પાડી સેટેલાઇટમાં ડુપ્લીકેટ દારૂની ફેકટરી

અમદાવાદ: શહેરમાં નહેરુનગર પાસેના અભિલાશા એપાર્ટમેન્ટમાં (Abhilash Apartment near Nehrunagar) એક વ્યક્તિ પરિવાર સાથે રહીને દારૂની હાઇફાઈ મોંઘી બ્રાન્ડનો દારૂ વેચી(Selling expensive brand liquor) રહ્યો હોવાની પીસીબીને બાતમી મળતા રેડ કરાઈ હતી. જ્યારે ઘરમાંથી કૃણાલ મચ્છર નામના આરોપીની ધરપકડ કરાઈ છે. જેમાં આરોપી પાસેથી 22 દારૂ ભરેલી બોટલ, 56 ખાલી બોટલ, ગરણી, ઢાંકણા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરી તો આરોપી મોંઘીદાટ અને હાઇફાઈ બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભેળવી વેચાણ કરતો હતો.

પીસીબીને બાતમી મળતા રેડ કરાઈ હતી.

આ પણ વાંચો: Bootlegger in Vadodara: વડોદરાના બુટલેગરોએ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમ પર કર્યો પથ્થરમારો

પોષ વિસ્તારમાં ડુપ્લીકેટ દારૂનું વેચાણ - પોલીસ સમક્ષ પકડાયેલ આરોપી એવી હકીકત જણાવે છે કે, તે માત્ર બે માસથી અહીં ભાડે રહેવા આવ્યો હતો. કુરિયરની નોકરી કરતો હતો પણ આર્થિક સંકળામણ આવતા તેની પાસે અગાઉના ભાડાના ઘરનું ભાડું ભરવાના પૈસા નહોતા. જેથી મકાન બદલી આ સ્થળ પર રહેવા આવ્યો. જ્યારે અગાઉ નોકરી કરતો હતો ત્યાંના શેઠ એ દસેક વર્ષ પહેલા એક દિવસ શાહપુરના અભિષેક ઉર્ફે ભૈલુ નામના બુટલેગરના ત્યાં દારૂ લેવા મોકલ્યો હતો. ત્યાંથી આ અભિષેક સાથે સંપર્ક થયો હતો.. અભિષેકએ આરોપી કૃણાલ મચ્છરનું ઘર ઉપયોગમાં લેવાની વાત કરી હતી. આ જ કૃણાલના દારૂનું મિક્સિંગ(Alcohol Mixing) ઘરમાં કરતો હતો. એક બોટલ વેચાણ પર પકડાયેલા આરોપીને 100 રૂપિયા કમિશન આપતો હતો. ગ્રાહકો પણ અભિષેક ઉર્ફે ભૈલુ લાવતો અને પોષ વિસ્તારમાં ડુપ્લીકેટ દારૂનું વેચાણ કરતો હતો.

બોટલ હાઇફાઈ અને ઉંચી કિંમત આપતા કસ્ટમરને વેચાણ
બોટલ હાઇફાઈ અને ઉંચી કિંમત આપતા કસ્ટમરને વેચાણ

આ પણ વાંચો: Bootlegger in Valsad: બાઈકની પેટ્રોલની ટાંકીમાં દારૂની હેરાફેરી કરનારા બુટલેગરો ફિલ્મી ઢબે ઝડપયાં

ઉંચી કિંમત આપતા કસ્ટમરને વેચાણ - આરોપી રોજની 10થી 15 અથવા પાંચ બોટલ હાઇફાઈ અને ઉંચી કિંમત આપતા કસ્ટમરને વેચાણ કરતો હતો. આરોપી બે માસથી આ ધંધો કરતો હોવાનું રટણ કરી રહ્યો છે પણ તે ઘણા માસથી ભાડાનું ઘર શાહપુરના બુટલેગરને દારૂની ફેકટરી(Shahpur bootlegger and liquor factory) માટે આપી ધંધો કરતો હતો. આગામી સમયમાં મુખ્ય આરોપી કે જે શાહપુરમાં દારૂનો ધંધો કરે છે તે ઇ ધરપકડ બાદ વધુ ખુલાસા થઈ શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.