AAP Complete 9 Years: આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં બે અભિયાનની શરૂઆત કરી

author img

By

Published : Nov 26, 2021, 7:39 PM IST

AAP Complete 9 Years: આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં બે અભિયાનની શરૂઆત કરી

2022ની ચૂંટણી (2022 Election in Gujarat) નજીક આવી રહી છે, ત્યારે દરેક પક્ષ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી (Gujarat AAP)નું વર્ચસ્વ વધે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે જનસંપર્ક અભિયાન અને મેમ્બર શીપ અભિયાન નામથી ગુજરાત (AAP membership campaign in Gujarat)માં શરૂ કરવામાં આવ્યા છે.

  • આમ આદમી પાર્ટી 2022ની ચૂંટણીને લઈને એક્શનમાં
  • સ્થાપના દિવસે બે અભિયાનની શરૂઆત કરી
  • જનસંપર્ક અભિયાન અને મેમ્બર શીપ અભિયાન શરૂ

અમદાવાદ: આમ આદમી પાર્ટી રાજકારણમાં આજે નવ વર્ષ પૂર્ણ કરી (AAP Complete 9 Years) 10માં વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે દરેક કાર્યાલયમાં જ તેને 10માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ પોતાના દસમા સ્થાપના દિવસે બે મહત્વના અભિયાન શરૂ (Aam Aadmi Party launched two campaigns in Gujarat ) કર્યા છે, જેમાં બેરોજગાર ખેડૂતોને ટેકાના ભાવ મળવા જોઈએ, વીજળીના વધેલા ભાવમાં ઘટાડો કરવામાં આવે, ખાનગી સ્કૂલો દ્વારા ઉઘરાવવામાં આવતી મસમોટી ફી ઉપર રોક લગાવવામાં આવે અને સરકારી દવાખાનામાં લોકોને કેવી વ્યવસ્થા મળે છે. આવા પાયાના અને પ્રજાને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવશે.

AAP Complete 9 Years: આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં બે અભિયાનની શરૂઆત કરી

દરેક કાર્યકર્તાને ઓનલાઈન મેમ્બરશીપ કાર્ડ પણ

આ સાથે જ આમ આદમી પાર્ટીમાં વધુ લોકો જોડાઈ શકે તે હેતુથી એક કેમ્પેઇન (AAP membership campaign in Gujarat)ની પણ શરૂઆત કરવામાં આવી છે. જેમાં એક લાખથી વધુને વધુ લોકોને પાર્ટીમાં જોડાવાનો પ્રયાસ કરે તેમજ દરેક કાર્યકર્તાને ઓનલાઈન મેમ્બરશીપ કાર્ડ પણ આપવામાં આવશે. જ્યારે આમ આદમી પાર્ટી 2022ની ચૂંટણી (2022 Election in Gujarat)ને લઈને મેદાનમાં ઉતરી ગઇ છે, ત્યારે પ્રજાને મૂંઝવતા પ્રશ્નો અંગે તેઓ પ્રજાનો અભિપ્રાય જાણવા અને તે મુદ્દા સાથે આગામી સમયમાં આંદોલન પણ કરશે. હવે ચૂંટણીને લઈને દરેક પક્ષો મતદારોને રિઝવવા અનેક પ્રયાસો કરી રહ્યા છે.

આ પણ વાંચો: ભાજપ દારૂ આપે તો પી લેજો, પરંતુ મત ઝાડૂને આપજો: ઇસુદાન ગઢવી

આ પણ વાંચો: Vapi municipal elections 2021: દિલ્હીના AAP MLA નરેશ યાદવે જનસભા સંબોધતાં Delhi model ની રુપરેખા સમજાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.