ETV Bharat / city

અમદાવાદમાં પોલીસ કર્મચારીએ પરિવાર સાથે કર્યો આપઘાત

author img

By

Published : Sep 7, 2022, 10:49 AM IST

Updated : Sep 7, 2022, 11:38 AM IST

અમદાવાદમાં પોલીસ કર્મચારીએ પરિવાર સાથે કર્યો આપઘાત
અમદાવાદમાં પોલીસ કર્મચારીએ પરિવાર સાથે કર્યો આપઘાત

અમદાવાદમાં આપઘાતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગોતામાં રહેતા એક પોલીસકર્મીએ તેના પરિવાર સાથે 12મા માળેથી ભૂસકો મારીને મોતને વ્હાલું કર્યું હતું. ગોતા વિસ્તારમાં દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હતું. તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં. A policeman commits suicide along with his family in Ahmedabad, Amdavad In Police Family Suicede, Mass suicide of police family in Ahmedabad

અમદાવાદ : પોલિસ કર્મચારી કુલદીપસિંહે પોતાના નાની બાળકી અને પત્ની સાથે 12માં માળેથી કુદીને આપઘાત કર્યો હતો(police family committed suicide by jumping from 12th floor). પોલીસકર્મીના આપઘાત કરવા પાછળ કયું કારણ છે એ હજી સુધી જાણી શકાયું નથી(reason behind suicide of a policeman). પોલીસનો કાફલો હાલ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહ્યો છે. આપઘાત કરનાર પોલીસકર્મી અને તેના પરિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન અને પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો. કુલદીપસિંહનાં બહેન તેમની નજીકમાં જ રહે છે. આપઘાત પાછળનાં કારણો જાણવા તજવીજ શરૂ કરાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યાનો આ પહેલો બનાવ જોવા મળી રહ્યો છે. કુલદીપસિંહ અને તેમના પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું તેની તપાસ પોલીસે હાથ ધરી છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પોલીસ બેડામાં પડ્યા છે. તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા હતાં

પરિવાર સાથે કર્યો આપઘાત કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે પોલીસકર્મી કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમનાં પત્ની સિહોરની બાજુમાં આવેલા વડિયાનાં રહેવાસી હતાં. તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એ હજી સમજાતું નથી. તેમના પડોશમાં જ તેમનાં બહેન રહે છે, કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેમને પણ અંદાજ નહોતો કે કુલદીપસિંહ અને તેમનાં પત્ની આવું પગલું ભરશે.

Last Updated :Sep 7, 2022, 11:38 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.