ETV Bharat / city

શાસકે રજૂઆત કરી વિસ્તારમાં સાફ સફાઈનું કામ નથી થતું, ડેપ્યુટી કમિશનરે જવાબ આપ્યો "તો શું હવે હું કરવા આવું?"

author img

By

Published : Sep 5, 2021, 3:33 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને શાસકો ફરી એક વખત આમને સામને આવી ગયા છે. ઘાટલોડિયા વોર્ડની સંકલન બેઠક દરમિયાન મોટો વિવાદ સર્જાયો હતો. જેમાં કોર્પોરેટર દ્વારા વિસ્તારમાં સાફસફાઈ ન થતી હોવાનું જણાવવામાં આવ્યું, જેનો જવાબ AMC અધિકારીએ ઉદ્ધાઈ ભર્યો આપતા મામલો બીચકયો હતો.

ઘાટલોડિયા વોર્ડની સંકલન બેઠકમાં થયો મોટો વિવાદ
ઘાટલોડિયા વોર્ડની સંકલન બેઠકમાં થયો મોટો વિવાદ

  • AMCમાં અધિકારીઓ અને શાસકો વચ્ચે ફરી એકવાર વિવાદ
  • ઘાટલોડિયા વોર્ડની સંકલન બેઠકમાં થયો મોટો વિવાદ
  • અધિકારીઓ ચાલુ મિટિંગ છોડીને જતા રહેતા મામલો વધુ ગરમાયો- સૂત્ર

અમદાવાદ- ઘાટલોડિયા વોર્ડની સંકલન બેઠક કાર્યરત હતી. તે દરમિયાન અધિકારીઓ અને શાસકો વચ્ચે ફરી વિવાદ સર્જાયો છે. શાસકોનું કહેવું હતું કે, નવી પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે સફાઈ થતી નથી, જેને લઈને માહોલ ગરમાયો હતો. સમગ્ર મામલો ગરમાતા બેઠકની વચ્ચેથી અધિકારીઓ ચાલુ મિટિંગ છોડીને જતા રહ્યા હોવાનું પણ વિશ્વસનીય સૂત્રો કહી રહ્યા છે.

ત્રણ કોર્પોરેટરો ધરણા પર ઉતર્યા

ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલ અને ડેપ્યુટી કમિશનર સી.આર ખરસાણ વચ્ચે ઉગ્ર બોલચાલ પણ થઈ હતી. જેમાં કોર્પોરેટરે જણાવ્યું કે, વિસ્તારમાં સાફ સફાઈ થઈ રહી નથી, જેનો પ્રતિઉત્તર આપતા ડેપ્યુટી કમિશનર સી.આર ખરસાણે કહ્યું કે "તો શું હું સફાઈ કરવા આવું? જ્યાર બાદ જતીન પટેલે ગુસ્સે થઈ પાણીની બોટલ નીચે પછાડી હતી. ત્યારબાદ ત્રણ કોર્પોરેટરો ધરણા પર ઉતરી ગયા હતા.

ડેપ્યુટી કમિશનરના વ્યવહારને જોતા કોર્પોરેટર જતીન પટેલ ધરણા પર બેઠા

જતીન પટેલના જણાવ્યા મુજબ 25 ટકા સ્ટાફ તો કામ નથી કરતો. જો કે, ડેપ્યુટી કમિશનર આરજવ શાહ ક્યાં કામ કરે છે, એમ ડેપ્યુટી કમિશનરે જવાબ આપતા બન્ને વચ્ચે ઉગ્ર બોલચાલ થઈ હતી. બાદમાં સી.આર ખરસાણ ઉભા થઈ જતા રહેતા જતીન પટેલ અન્ય કોર્પોરેટરો સાથે ધરણા પર બેસી ગયા હતા. શરૂઆતમાં માહોલ ગરમાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને AMC ભાજપ પ્રભારી પણ ઝોનલ ઓફિસ પહોંચ્યા હતા હતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ઘાટલોડિયા ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ અને AMC ભાજપ પ્રભારી ધર્મેન્દ્ર શાહે પહોંચી સમગ્ર મામલો શાંત કરાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.