ETV Bharat / city

21મી સદીમાં મહિલા બની પરિવાર માટે એક આધાર જે હજારો નહી પણ લાખો માટે છે પ્રેરણાત્મક

author img

By

Published : Aug 12, 2022, 7:41 AM IST

Updated : Aug 12, 2022, 9:42 AM IST

અમદાવાદમાં આજે દરેક ક્ષેત્રે મહિલાઓ(Nari Shakti) આગળ વધી રહી છે. આ નારી શક્તિ પોતાના જીવનમાં ઘણા શાઘર્ષથી પસાર થતી હોય છે. આવીજ રીતે એક મહિલા(Female Bus Driver) પોતાના જીવમાં સંઘર્ષ આવ્યા છતાં પાછી પાની નહી કરીને તેનો સામનો કરી અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

Etv Bharat21મી સદીમાં મહિલા બની પરિવાર માટે એક આધાર જે હજારો નહી પણ લાખો માટે છે પ્રેરણાત્મક
Etv Bharat21મી સદીમાં મહિલા બની પરિવાર માટે એક આધાર જે હજારો નહી પણ લાખો માટે છે પ્રેરણાત્મક

અમદાવાદ 21મી સદીમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાનું આગવું સ્થાન(Nari Shakti) જમાવ્યું છે અને એક દરેક ક્ષેત્રમાં મહિલાઓ દિવસે ને દિવસે આગળ વધી રહી છે. આ વાત સાંભળીને થોડી નવાઈ લાગશે કે શું મહિલા પણ બસની ડ્રાઇવર(Female Bus Driver) હોઈ શકે છે, તો જવાબ છે હા. આજે અમે વાત કરી રહ્યા છીએ એવી જ મહિલા ડ્રાઇવર(Women Power of India) કે જેમણે અમદાવાદના રસ્તાઓમાં દોડતી BRTSને બસમાં ખૂબ જ સારી રીતે ડ્રાઇવિંગ કરી જાણે છે. તેનું ઉત્તમ રીતે સંચાલન કરી જાણે છે.

શહેરમાં એક વર્ષ કેબ ચલાવી રેખા બહેન કહાર પોતાના સફર વિશે અને પોતાના સંઘર્ષમય જીવન વિશે ETV Bharat સાથેની ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, શહેરમાં રેખાબહેન કહાર જેઓ BRTS બસ ચલાવનાર એકમાત્ર મહિલા ડ્રાઇવર છે. રેખાબહેન સિંગલ મધર છે. તેમના બે બાળકોનું ગુજરાન BRTS ચલાવી કરે છે. વર્ષ 2015માં પતિ મહેન્દ્ર કહારનું રીક્ષા અકસ્માતમાં મૃત્યું થયું હતું. તેથી ઘરની જવાબદારી તેના પર આવી પડી હતી. રેખાબહેને પતિના નિધન પછી બાળકોના ભણતર અને ગુજરાન ચલાવવાની જવાબદારી પૂરી રીતે નિભાવી છે. રેખાબહેન જનવિકાસ સંસ્થામાંથી ડ્રાઈવિંગ(Driving from Jan Vikas Sanstha) શીખ્યા હતા. અમદાવાદમાં એક વર્ષ કેબ ચલાવી અને તેમના આ અનુભવોના આધારે તેમણે BRTSમાં ડ્રાઇવર તરીકે નોકરી મળી છે.

શહેરમાં એક વર્ષ કેબ ચલાવી

આ પણ વાંચો 1970થી રમત પ્રશિક્ષણ કેન્દ્રના પહેલા નારી બન્યા સુકાની

ડ્રાઇવિંગનું કામ કરવામાં કોઈ તકલીફ પડી નથી વસ્ત્રાલમાં બે બાળકો સાથે રહેતા BRTS ડ્રાઇવર રેખાબહેન કહારનું કેહવું છે કે, હું એક મહિલા છું. તેમ છતાં મને ક્યારેય પુરુષો સાથે ડ્રાઇવિંગનું કામ કરવામાં કોઈ તકલીફ પડી નથી. પહેલા હું મણિનગરથી બોપલ સુધીના રૂટમાં(BRTS route from Maninagar to Bhopal) સ્કૂલ બસ(School bus services) ચલાવતી હતી. કોરોનાકાળ બાદ 1લી જૂનથી ફરીથી BRTSની નોકરીમાં જોડાઈ છું. મને સાઇકલ કે બીજું કોઈ ટૂ વ્હીલર ચલાવતા નથી. આવડતું પણ હું બસ ખૂબ ચપળતાથી ચલાવી શકું છું. ડબલ શિફ્ટ કામ કરી મારા બંને બાળકોને સારું શિક્ષણ આપીશ.

રેખાબહેને NGOમાંથી ડ્રાઇવિંગ ટ્રેનિંગ લીધી હતી તે જન વિકાસ NGOનો રેખાબહેનના આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવીને પોતાના પગ પર ઉભા રહી શકે એટલા સક્ષમ બન્યા છે. જનવિકાસના NGOના હેડ કીર્તિબેન જોષીએ ETV Bharat સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, જનવિકાસ એક એવી એ NGO છે કે જેની સાથે બીજા 16 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાયેલી છે અને તેઓ આપણી જેટલી પણ સમાજની મહિલાઓ છે જેવુ કંઈક કરવા માંગે છે પોતાના જીવનમાં પોતાની ઓળખ બનાવવા માંગે છે અને સમાજની અંદર એક સારું ઉદાહરણ પૂરું પાડવા માંગે છે એવી તમામ બહેનોને અમે સપોર્ટ કરીએ છીએ એવી અમારી સંસ્થામાંથી ઘણી બધી બહેનો છે જે બહાર નીકળીને પોતાના પગ ઉપર ઉભી રહી છે અને આજે તેઓ પોતાની જાત પર ગર્વ અનુભવે છે કેમ તેમણે પોતાની ખુદની અલગ ઓળખ બનાવી અને આત્મ નિર્ભર બન્યા છે.

ડ્રાઇવર રેખાબેન કહાર અમદાવાદના પ્રથમ બીઆરટીએસના મહિલા ડ્રાઇવર
ડ્રાઇવર રેખાબેન કહાર અમદાવાદના પ્રથમ બીઆરટીએસના મહિલા ડ્રાઇવર

જીવનમાં કંઈક કરી શકે છે અને પોતાના સ્વનિર્ભર થઈ શકે છે જન વિકાસ ફાઉન્ડેશનના જે મહિલાઓને ડ્રાઇવર બનવા માટેની ટ્રેનિંગ આપે છે. ઇમરાન કે જેઓ ટ્રેનર છે તેમણે પણ જણાવ્યું હતું કે, જે પણ મહિલાઓને અમે ડ્રાઈવિંગ શીખવાડીએ છીએ તે તમામ મહિલાઓ જ્યારે ડ્રાઇવિંગ શીખી લેશે ત્યારે તેમને પોતાના ઉપર ગર્વની લાગણી અનુભવાશે. અને તેમની આંખોમાં ખુશીના આંસુ હોય છે કે તેઓ પણ તેમના જીવનમાં કંઈક કરી શકે છે અને પોતાના સ્વનિર્ભર થઈ શકે છે.

જન વિકાસ સંસ્થા દ્વારા મહિલા ડ્રાઇવર નામનો એક પ્રોજેક્ટ 2016માં પ્રથમ આ સૌ કોઈને વિચાર આવ્યો હતો કે જો પુરુષો ડ્રાઇવર તરીકે હોય તો મહિલાઓ મહિલા ડ્રાઇવર તરીકે કેમ નહીં બસ આ વિચાર આવતાની સાથે જ જન વિકાસ સંસ્થા દ્વારા મહિલા ડ્રાઇવર નામનો એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. અને મહિલા ડ્રાઇવર નું આ પ્રોજેક્ટ અત્યારે હેઠળ 300 થી 400 બહેનોએ મહિલા ડ્રાઇવર તરીકે અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં પોતાની સેવાઓ આપી રહી છે.

ઘણી મહિલાઓ ઘરે ડ્રાઇવર તરીકે સેવા આપે છે આજે જે પણ 300થી 400 મહિલાઓ તૈયાર થઈ છે. અત્યારે કોઈના ઘરે ડ્રાઇવર તરીકે સેવા આપે છે, કોઈ વૃદ્ધાશ્રમની અંદર વૃદ્ધોને લેવા અને મૂકવાનું કામ કરે છે, ઘણી બધી મહિલા ડ્રાઇવરો પિંક કેબમાં પણ સવારે અને રાત્રે ડ્રાઇવર તરીકે પોતાની ફરજ નિભાવે છે, તો અમુક મહિલાઓ પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને લેવા અને મૂકવાની ડ્યૂટી બજાવતા હોય છે.

આ પણ વાંચો આ 'મર્દાની' સામે બધા 'પુષ્પારાજ' થઈ જાય છે ફેલ

રેખાબહેન કહાર જેવી ઘણી બધી મહિલાઓ છે જેને પોતાના માટે કરવાની તમન્ના હોય તો તેમનો સંદેશ આપતા રેખાબહેન કહે છે કે, આજે જ્યારે પણ હું મહિલા ડ્રાઇવર તરીકે BRTSમાં કામ કરું છું, તો મારા સાથીઓ ડ્રાઇવર મને રેખાબહેન નહીં, પરંતુ રેખા ભાઈ કહીને સંબોધે છે. મને એક અલગ જ ખુશી જોવા મળે છે. આ સાથે મારા ડ્રાઇવર ભાઈઓનો પણ મને એટલો જ સપોર્ટ કરે છે અને કહે છે કે એક મહિલા તરીકે એમણે આગળ આવીને સમાજને એક નવી દિશા અને રાહ બતાવી છે.

સુખ અને દુખ તો બધાના જીવનમાં આવતું હોય છે રેખાબહેન કહેર જેવા એવા ઘણા બધા વ્યક્તિઓ છે. જે પોતાના સંઘર્ષ કરીને પણ આગળ વધે છે. એવી તમામ મહિલાઓને અને તેમના જુસ્સાને સો સો સલામ છે.

Last Updated :Aug 12, 2022, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.