ETV Bharat / city

26 જાન્યુઆરીના દિવસે રાજ્યના 19 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિના હસ્તે 'પોલીસ ચંદ્રક એવોર્ડ' એનાયત કરવામાં આવશે

author img

By

Published : Jan 25, 2022, 9:08 PM IST

આવતીકાલે 26મી જાન્યુઆરીના રોજ રાજ્યના 19 પોલીસ જવાનોને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિના વરદ હસ્તે 'પોલીસ ચંદ્રક એવોર્ડ' એનાયત(19 Police personnel awarded 'Police chandrak Award' by President) કરવામાં આવશે. આ અંગે રાજ્યના પોલીસવડા આશિષ ભાટીયાએ પણ સન્માન પ્રાપ્ત કરનાર તમામ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

26 જાન્યુઆરીના દિવસે રાજ્યના 19 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિના હસ્તે 'પોલીસ ચંદ્રક એવોર્ડ' એનાયત કરવામાં આવશે
26 જાન્યુઆરીના દિવસે રાજ્યના 19 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિના હસ્તે 'પોલીસ ચંદ્રક એવોર્ડ' એનાયત કરવામાં આવશે

અમદાવાદ : પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રુપે રાજ્યના 19 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિના હસ્તે 'પોલીસ ચંદ્રક' એવોર્ડ એનાયત(19 Police personnel awarded 'Police chandrak Award' by President) કરવામાં આવશે, આ બાબત રાજ્ય પોલીસ માટે ગૌરવની બાબત છે. જેમાં 2 કર્મચારીઓને વિશિષ્ટ સેવા અંગે 'પોલીસ મેડલ' અને 17 પોલીસ કર્મચારીઓને પ્રંશસનીય કામગીરી બદલ 'પોલીસ ચંદ્રક એવોર્ડ' આપવાની જાહેરાત કરવામાં આવી છે.

26 જાન્યુઆરીના દિવસે રાજ્યના 19 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિના હસ્તે 'પોલીસ ચંદ્રક એવોર્ડ' એનાયત કરવામાં આવશે

19 જવાનોને કરાશે સન્માનિત

પોલીસ ચંદ્રક' એવોર્ડમાં IPS નરસિંમ્હા કોમારનું પણ સન્માન થવા જઇ રહ્યું છે, તે બાબતે તેમને જણાવ્યું હતુ કે, આ એવોર્ડમાં મારુ નામ આવ્યું છે તે માટે હું ખુશીની લાગણી અનુભવું છું. મારી 25 વર્ષની સર્વિસમાં 21 પોસ્ટીંગની જગ્યા પર કાર્ય કર્યુ, જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સેન્ટ્ર્લ બ્યુરો ઇન્વેસ્ટીંગેશનમાં કામ કર્યુ ત્યારબાદ CID ક્રાઇમ અને CBI તરીકે કામ કરવાનો લાભ મળ્યો હતો. 41 શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ, કેમેરા લગાવવા જેવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી.

26 જાન્યુઆરીના દિવસે રાજ્યના 19 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિના હસ્તે 'પોલીસ ચંદ્રક એવોર્ડ' એનાયત કરવામાં આવશે
26 જાન્યુઆરીના દિવસે રાજ્યના 19 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિના હસ્તે 'પોલીસ ચંદ્રક એવોર્ડ' એનાયત કરવામાં આવશે

આ પણ વાંચો : અરવલ્લી નેત્રમ રાજ્યમાં ત્રીજો ક્રમાંકે આવતા રાજ્ય પોલીસ વડા દ્વારા સન્માન

રાજ્યવડાએ પણ અભિનંદન પાઠવ્યા

રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડમાં ગુજરાતના 19 પોલીસ જવાનોને આપવામાં આવશે જેમાં 1 IPS,7 મદદનીસ સબ ઇન્સપેક્ટર, 6 નાયબ પોલીસ અધિક્ષક, 2 પોલીસ ઇન્સપેક્ટર,1 પોલીસ સબ ઇન્સપેક્ટર, 2 હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થયેલ છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ પણ પોલીસ ચંદ્રક એવોર્ડ પ્રાપ્ત કરનાર તમામ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા છે.

26 જાન્યુઆરીના દિવસે રાજ્યના 19 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિના હસ્તે 'પોલીસ ચંદ્રક એવોર્ડ' એનાયત કરવામાં આવશે
26 જાન્યુઆરીના દિવસે રાજ્યના 19 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિના હસ્તે 'પોલીસ ચંદ્રક એવોર્ડ' એનાયત કરવામાં આવશે

આ પણ વાંચો : સુરત: મહિલા PSI સહિત ત્રણ પોલીસકર્મીનું શહેર પોલીસ કમિશનર દ્વારા સન્માન કરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.