ETV Bharat / city

ભગવાન જગન્નાથની144 મી રથયાત્રા, કોટ વિસ્તરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

author img

By

Published : Jul 12, 2021, 9:02 AM IST

આજે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા શહેરના દર્શને નીકળી રહી છે. ત્યારે કોરોના મહામારીને કારણે આ વર્ષે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રા નગરચર્યાએ નીકળશે. મહત્વનું છે કે હાલ કોટ વિસ્તારમાં કરફ્યુ લાવવામાં આવ્યું છે. લોકો તેમના ઘરની બાલ્કની માંથી પણ આ વર્ષે પ્રભુના દર્શન નહીં કરી શકે. જો કે બીજી તરફ નગરજનોએ પણ કોરોનાને કારણે લાદવામાં આવેલા કારફ્યુનો સમ્માન કર્યું.

jay Jagannath
ભગવાન જગન્નાથની144 મી રથયાત્રા, કોટ વિસ્તરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

  • અમદાવાદ મનપા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  • એલિસ બ્રિજથી આવનારા લોકોને અન્ય રસ્તાઓ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા
  • મનપાએ આ વર્ષે રથયાત્રાનું સ્વાગત કર્યું નહિ

અમદાવાદ : આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બળદેવ સાથે નગરચર્યા કરવા નિકળ્યા છે. શહેરની 144મી રથયાત્રા કોરનાને કારણે નિયત રૂટ પર સંપૂર્ણ કરફ્યુ સાથે નિકળી છે. શહેરીજનોને ટીવીના માધ્યમથી દર્શન કરવા અપિલ કરવામાં આવી છે. આ કરફ્યુને જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો પોતાના ઘરમાં ટીવી દ્વારા ભગવાનના દર્શન કરી રહ્યા છે.

આ પણ વાંચો : jagannath rath yatra 2021 : ગૃહપ્રધાન અમિત શાહે કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી

વિસ્તારમાં કરફ્યું

કોરોનાકાળ વચ્ચે ભગવાન જગન્નાથની 144ની રથયાત્રા આજે શહેરમાં નગરચર્યા માટે નીકળી રહી છે ત્યારે માનવ મહેરામણ ઉમટી ન પડે તે માટે કોટ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વનું છે કે જે રૂટ ઉપર યાત્રા પસાર થઇ રહી છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 144મી રથયાત્રા પ્રસ્થાન : મુખ્યપ્રધાન રૂપાણીએ કરી પહિન્દ વિધિ, જાણો આ વિધિ શું છે અને કોના હસ્તે કરાય છે ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.