ETV Bharat / city

અમદાવાદનું 1200 વર્ષ જૂનું પૌરાણિક કર્ણમુક્તેશ્વર શિવ મંદિર, જાણો મહિમા...

author img

By

Published : Aug 9, 2021, 4:33 AM IST

Updated : Aug 9, 2021, 12:45 PM IST

દેશભરમાં પાવન શ્રાવણ માસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યારે દેશભરમાં જુદા-જુદા શિવમંદિરોમાં ભક્તોની ભારે ભીડ મળતી હોય છે. પરંતુ કોરોનાને કારણે ભક્તો અને મંદિર દ્વારા કોરોના ગાઇડલાઇનનું ખાસ પાલન કરીને દરશ્ન કરશે. અમદાવાદના સારંગપુર ખાતે આવેલા 1200 વર્ષ જૂના કર્ણમુક્તેશ્વર મહાદેવના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટતા હોય છે.

અમદાવાદનું 1200 વર્ષ જૂનું પૌરાણિક કર્ણમુક્તેશ્વર શિવ મંદિર
અમદાવાદનું 1200 વર્ષ જૂનું પૌરાણિક કર્ણમુક્તેશ્વર શિવ મંદિર

  • અમદાવાદના પૌરાણિક શિવ મંદિર કર્ણમુક્તેશ્વરનું અનોખું મહત્વ
  • રાજા કર્ણદેવે આ મંદિરની સ્થાપના કરી હતી
  • આ મહાદેવનું મંદિર આશરે 1200 વર્ષ જૂનું

અમદાવાદ : ઐતિહાસિક શહેર અમદાવાદનું નામ અનેકવાર બદલાયું છે, ત્યારે હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા પછી શહેરનું માન-પાન વધી ગયું છે. તેથી જ કદાચ અહીં છુપાયેલા પ્રાચીન કળાના શોધક, સ્થાપત્યો શિલ્પો, ચિત્રો આદિ આળસ મરડીને બેઠા છે. રાજા સિદ્ધરાજના પુત્ર કર્ણ દ્વારા આ ઐતિહાસિક મંદિરની સ્થાપના કરવામાં આવી છે.

આ પણ વાંચો: સોમનાથ મંદિરમાં ત્રણ ટાઇમની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં મળે

મહાદેવ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું

ઉલ્લેખનીય છે કે, મંદિરમાં કોઈ પણ જાતની કોતરણી કરવામાં આવી નથી. માત્ર ગર્ભગૃહમાં જ થોડી કોતરણી કરવામાં આવી છે. તે સમયે કર્ણદેવ દ્વારા કરણ સાગર તળાવ બનાવવામાં આવ્યો હતો, જે હાલમાં તે કાંકરિયા તળાવથી જાણીતું છે. જે કર્ણાવતીની ઓળખની શોભા બની રહ્યું છે, ત્યારે આ કારણે મુક્તેશ્વર મહાદેવ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. રાજા કર્ણદેવે સ્થાપેલા આ અન્ય ધર્મસ્થાનોના અવશેષો સંસ્કાર કેન્દ્રની સ્થાપના કારણે જ જમીનમાં ધરબાયેલા મળી આવ્યા હતા.

અમદાવાદનું 1200 વર્ષ જૂનું પૌરાણિક કર્ણમુક્તેશ્વર શિવ મંદિર
અમદાવાદનું 1200 વર્ષ જૂનું પૌરાણિક કર્ણમુક્તેશ્વર શિવ મંદિર

શિવલિંગ પર પહેલા હતી મણિ

શિવજી અનુસંધાન કરાવતા નંદી ઘર તરફ દ્રષ્ટિ કરતાં દેખાય છે, મંદિર પરિસરમા ગૃહ શિવલિંગ સિવાય કંઈ બચ્યું નથી. ગર્ભનો જીણોધાર પણ થયેલો છે, જે નિહાળી ભવ્ય ભૂતકાળના દિવસોની યાદ તાજી કરાવે છે. આ ઉપરાંત, અહીં શિવલિંગ પર પહેલા મણિ હતી, પરંતુ સમય જતા તે ગાયબ થઈ ગઈ છે. ત્યારે આ અહીં ભક્તો દ્વાર જે મનોકામના માની હોય તે પૂર્ણ થાય છે.

આ પણ વાંચો: રાજપીપળામાં મુખ્યપ્રધાન રૂપાણીના આગમન પહેલાની તડામાર તૈયારીઓ, પોલીસનો ચાંપતો બંદોબસ્ત

નાગદેવતા શિવલિંગ પર આવવાની માન્યતા

કાલથી શ્રાવણ માસ શરૂ થાય છે, ત્યારે આ મંદિરમાં શિવપૂજા, મંત્રોચ્ચાર, યજ્ઞ, જેવા સેવા યજ્ઞો કરવામાં આવે છે. શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શનાથે આવે છે. કોરોનાકાળમાં બે વર્ષથી ભક્તો શ્રાવણ મહિનામાં શિવજીના દર્શન કરી શક્યા ન હતા, ત્યારે હવે આ વર્ષે દર્શન કરી ધન્યતા અનુભવશે. કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. આ ઉપરાંત, દેશ કોરોનામુક્ત બને તે માટે એક યજ્ઞ પણ કરવામાં આવશે. ત્યારે આ મંદિરમાં હજુ પણ એવું માનવામાં આવે છે કે, રાત્રીના સમયમાં નાગદેવતા અહીં શિવલિંગ પર આવે છે અને રાતવાસો કરે છે.

Last Updated :Aug 9, 2021, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.