ETV Bharat / city

અમદાવાદમાં 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરતો સ્કુલવાન ડ્રાઇવરની ધરપકડ

author img

By

Published : Sep 14, 2019, 6:00 AM IST

ahmedabad

અમદાવાદ: શહેરના આનંદનગરના પ્રહલાદનગરમાં રહેતાં બિઝનેસમેનની સ્કૂલવાનમાં શાળાએ જતી 11 વર્ષની પુત્રી સાથે વાનમાં અડપલાં થતાં હોવાની ફરીયાદ નોંધઈ હતી. જેથી આનંદનગર પોલીસે સ્કુલવાનના ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આનંદનગર વિસ્તારમાં રહેતાં પરિવારની 11 વર્ષની પુત્રી છેલ્લા કેટલાય સમયથી સ્કલૂવાનમાં શાળાએ જતી હતી. પુત્રી છેલ્લા કેટલાક સમયથી ડરેલી લાગતી હોવાથી પરિવારે આ બાબતે પ્રશ્ન પુછતા દીકરીએ ઘટસ્ફોટ કર્યો કે, પોતે સ્કૂલવાનમાં શાળાએ જતી હોય ત્યારે, વાનના ડ્રાઈવર અંકલ તેણીની સાથે શારીરિક અડપલા કરે છે. સાથે જ અવારનવાર મોબાઈલમાં મેસેજ કરી હેરાન કરે છે અને આ વાત કોઈને ન કહેવા માટે ધમકી આપે છે.

અમદાવાદમાં 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરતો સ્કુલવાન ડ્રાઇવરની ધરપકડ

કિશોરીના પિતાએ બનાવને પગલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર ઈમ્તિયાઝ વિરુદ્ધ ફરીયાદ કરી હતી. જેથી પોસીસે આરોપી સામે પોકસો એક્ટની કલમ અને છેડતીની કલમ નોંધી ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી છેલ્લા 4 મહિનાથી કિશોરીની સાથે શારીરિક અડપલા અને મેસેજ કરીને પરેશાન કરતો હતો. પોલીસે આ સ્કૂલવાનમાં જતી અન્ય બાળકીઓ પણ શિકાર બની છે કે, નહી તે અંગે તપાસ શરૂ કરી છે. આરોપી વાનમાં બીજા વિદ્યાર્થીઓ હોય ત્યારે સામાન્ય વર્તન કરતો, પણ જ્યારે કિશોરી એકલી પડે ત્યારે તેને આગળની સીટમાં બેસાડી શારીરીક અડપલા કરતો હતો.

Intro:


અમદાવાદ:આનંદનગરના પ્રહલાદનગર ખાતે રહેતાં બિઝનેસમેનની સ્કૂલવાનમાં શાળાએ જતી 11 વર્ષની પુત્રી સાથે વાનમાં છેલ્લા કેટલાક સમયથી અડપલાં કરતાં અને આઈ લવ યુના મેસેજ કરતાં સ્કૂલવાન ડ્રાઈવરની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા કેટલાય સમયથી યુવતી સાથે આ હરકતો કરી રહેલાં શખ્સનું પોત પ્રકાશતાં પરિવારના સભ્યોએ ગુરુવારે આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી હતી.


Body:આનંદનગર વિસ્તારમાં રહેતાં પરિવારની 11 વર્ષની પુત્રી છેલ્લા કેટલાય સમયથી સ્કલૂવાનમાં શાળાએ જતી હતી. જો કે, પુત્રી છેલ્લા કેટલાક સમયથી ડરેલી લાગતી હોવાનું અને કાંઈ છૂપાવતી હોવાનું પરિવારના સભ્યોએ અનુમાન કર્યું. દરમિયાનમાં પુત્રીએ પરિવાર સમક્ષ ઘટસ્ફોટ કર્યો કે, સ્કૂલવાનમાં તે જતી હોય ત્યારે વાનના ડ્રાઈવર અંકલ તેની સાથે શારીરિક અડપલાં કરે છે. અવારનવાર મોબાઈલમાં આઈ લવ યુના મેસેજ તેમજ અન્ય મેસેજો કરીને હેરાન કરે છે. આ બાબતે કોઈને ન કહેવા માટે ધમકી આપે છે. જેના પગલે પરિવારજનોએ પુત્રીના મોબાઈલ મેસેજો વાંચતાં ચોંકી ગયા હતા...


કિશોરીના પિતાએ બનાવને પગલે આનંદનગર પોલીસ સ્ટેસનમાં ડ્રાઈવર ઈમ્તિયાઝ સામે પોકસો એક્ટની કલમ અને છેડતીની કલમ નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું કે, આરોપી છેલ્લા ચારેક મહિનાથી કિશોરીની શારીરિક અડપલાં કરીને હેરાન કરતો તેમજ ફોનમાં મેસેજ કરીને પરેશાન કરતો હતો. પોલીસે આ સ્કૂલવાનમાં જતી અન્ય બાળકીઓ પણ શિકાર બની છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે. આરોપી વાનમાં બીજા વિદ્યાર્થીઓ હોય ત્યારે સામાન્ય વર્તન કરતો, પણ જ્યારે કિશોરી એકલી પડે ત્યારે તેને આગળની સીટમાં બેસાડી શારીરીક અડપલા કરતો હતો.


હાલ તો આરોપી ડ્રાઈવર ઈમ્તિયાઝની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે... જો.કે આધુનિક યુગમાં માતા-પિતા ખુબજ સહજતાથી પોતાના બાળકને મોબાઈલ ફોન અથવા અન્ય જરૂરિયાતઓ પૂરી કરી આપતા હોય છે... પરંતુ તેની પાછળનું કોઈ કારણ જાણતા નથી અને આખરે સ્માર્ટયુગમાં છોકરી અને છોકરાઓને દરેક બાબતે છૂટી મળી જતી હોય છે.. ત્યારે આ ઘટના પરથી દરેક માતા- પિતાએ શીખ લેવા જેવી બાબત છે અને બાળક શું કરે છે ક્યાં જાય છે તેનું પણ ધ્યાન રાખવાની જરૂર છે...


બાઈટ-એચ.જે.બલોચ(પીઆઇ- આનંદનગર પોલીસ સ્ટેશન)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.